આજે બદલતા સમય સાથે છોકરી અને છોકરાઓના વિચારો પણ ખુબ જ બદલવા લાગ્યા છે. આધુનિકતા આજે માણસનો વિકાસ ખુબ જ કરે છે પરંતુ જો એ આધુનિકતા બાહ્ય જીવનમાં હોય તો. પરંતુ જો તેને અંગત જીવનમાં વિચારોમાં સ્થાન આપીએ તો તે આપણી જિંદગીને બરબાદ પણ કરી નાખે છે. તો આજે અમે તમને એક એવી આધુનિક છોકરીની વાત જણાવશું જે સોશિયલ મીડિયાના કારણે પોતાની જિંદગીને દાવ પર લગાવી દે છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ફેસબુક,ઈન્સ્ટા કે વોટ્સએપનો લોકો ખુબ ક ઉપયોગ કરતા થયા છે. જેમાં આજકાલ તો ઓનલાઇન લાઈવ થવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આજે અમે એક એવી જ છોકરીની વાત જણાવશું જેને ફેસબુક પર એક છોકરા સાથે પ્રેમ થાય છે અને પછી તેના જીવનમાં જે ઘટનાઓ બને છે તે કોઈ પણ વ્યક્તિના ખૂનને ખોળી નાખે તેવી છે. તો આજે આ લેખને અવશ્ય વાંચો અને આજે સમાજમાં શું ચાલી રહ્યું છે તેના વિશે આ લેખમાં જાણો.
જે છોકરી સાથે આ બનાવ બને છે તેનું નામ છે માયા. માયા છેલ્લા 6 મહિનાથી ફેસબુક પર રીયાઝ નામના છોકરા સાથે વાત કરતી હતી. ધીમે ધીમે તેમની વાતોએ પ્રેમનું સ્વરૂપ ધારણ કર્યું અને માયા રીયાઝ સાથે પોતાના દિલની દરેક વાતોને શેર કરવા લાગી. રીયાઝ યુકેમાં એક મલ્ટી નેશનલ કંપનીનો જનરલ મેનેજર હતો અને તેના માતાપિતા દિલ્લીમાં રહેતા હતા. માયા પણ દિલ્લીમાં જ પોતાની બીમાર માતા સાથે રહેતી હતી અને નોઈડામાં એક કંપનીમાં જોબ કરતી હતી. માયાના કોઈ નજીકના સંબંધીઓ કે મિત્રો ન હતા. તેથી તે રીયાઝ સાથે દિલ ખોલીને બધી જ વાતો કરતી.એક દિવસ રિયાઝે માયાના જન્મદિવસ પર કપડાં અને વોચ પણ ગીફ્ટ કરી. ત્યાર બાદ માયાએ રીયાઝને ઓનલાઈન જ વાત કરતી વખતે પ્રપોઝ કર્યું કે હું તને ખુબ જ ચાહું છું. સામે રિયાસ પાસેથી પણ જવાબ મળ્યો કે હું પણ તને ખુબ જ ચાહું છું. ત્યાર બાદ માયાએ એ પણ જણાવ્યું કે તેને જન્મદિવસની ગીફ્ટમાં મળેલ કપડાં અને વોચ ખુબ જ ગમ્યા. ત્યારે રિયાઝે ડીમાંડ કરી કે એમ નહિ ચાલે તારે પહેરીને બતાવવી પડશે મારી ગીફ્ટ. એટલું જ નહિ રિયાઝે કહ્યું કે વેબ કેમેરા ચાલુ કર અને હું જોઈ શકું એમ તું કપડાં અને વોચ પહેરી લે.
પહેલા તો માયાએ આનાકાની કરી, પરંતુ પ્રેમનો વાસ્તો મળતા તે પણ કરવા તૈયાર થઇ ગઈ. તેણે કેમેરાની સામે જ કપડાં બદલ્યા અને વોચ પહેરી. આ બાજુ રીયાઝ તેના ફોટોસ ક્લિક કરતો ગયો અને ઓસમ, બ્યુટીફૂલ અને વન્ડરફૂલ જેવી કોમેન્ટો આપતો ગયો. ત્યાર બાદ રિયાઝે ફરી એક ડીમાંડ કરી કે તું માત્ર એક વોચ પહેરીને જ મને બતાવ. પ્રેમમાં આંધળી બનેલી માયાએ એ પણ કરી બતાવ્યું અને રિયાઝે જેવા પોઝ કીધા તેવા આપ્યા પણ ખરા. રીયાઝ આ બાજુ સેલ્ફીઓ સેવ કરતો ગયો અને ઓસમ, હોટ અને અભદ્ર કહી શકાય તેવી કોમેન્ટ પ્રેમથી આપતો ગયો. ત્યાર બાદ રિયાઝે જણાવ્યું કે હું આવતા અઠવાડિયે ઇન્ડિયા આવું છું. એવું કહ્યું અને વાતચીતનો ત્યાં અંત આવ્યો. ત્યાર બાદ પંદર દિવસ થઇ ગયા તેમ છતાં માયાને રિયાઝનો કોઈ રીપ્લાય ન મળ્યો. તેણે ફોન પણ ટ્રાય કર્યો પરંતુ હજારો કોશિશ કરવા છતાં પણ ન લાગ્યો. સમય ઘણો વીતી ગયો પરંતુ રિયાઝનો ફોન ન આવ્યો. પરંતુ એક દિવસ દિલ્લી નેટ ક્રાઈમ પોલીસનો કોલ માયાને આવ્યો. પોલીસે માયાને સ્ટેશનની મુલાકાત લેવી પડશે તેવું સુચન કર્યું. માયા પોલીસ સ્ટેશને ગઈ ત્યારે તેને પોલીસે એક mms બતાવ્યો. જે માયાના જ નગ્ન અવસ્થાના ફોટાઓનો હતો. પોતાનો જ mms જોઇને માયાના પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યાર બાદ પોલીસે જણાવ્યું કે જેને તમે રીયાઝ સમજો છો તે દિલ્લીનો એક ચિટર છે અને તે ઘણી છોકરીઓ અને મહિલાઓને ચીટ અને ફસાવી ચુક્યો છે. કોઈની પાસે રૂપિયા, કોઈ પાસે દાગીના, તો કોઈનું શારીરિક શોષણ પણ કરી ચુક્યો છે. ત્યાર બાદ માયાને પોતાની ભૂલ સમજાય ગઈ. કે તે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી બેઠી છે અને તેને સબક મળ્યો કે આ ઇન્ટરનેટની દુનિયા જેટલી ઝડપી છે, એટલી જ રિસ્કી પણ છે. હવે તો માયાએ નક્કી કર્યું કે તે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વાત પણ નહિ કરે. પરંતુ જેને તે જાણે છે અને ઓળખે છે તેની સાથે પણ વાત કરવામાં ખુબ જ સાવચેતી રાખશે. પરંતુ મિત્રો સૌથી સારી બાબત એ બની કે રીયાઝ માયાનો વિડીયો વાયરલ કરે તેના પહેલા પકડાય ગયો હતો અને એટલા માટે માયાનો mms વાયરલ થયો નહિ. જો તે વાયરલ થઇ ગયો હોત તો કદાચ માયાએ આત્મહત્યા પણ કરી લીધી હોત અને તેની બીમાર માતા પણ બેસહારા થઇ ગઈ હોત.
આજકાલ સમાજમાં ઘણી બધી છોકરીઓ સાથે આવું બનતું હોય છે પરંતુ તે બદનામીના કારણે આવા દુઃખના ઝેરને ગળી જતી હોય છે. પોતાની બદનામી ન થાય તેના માટે તે સહન કરી લેતી હોય છે. પરંતુ ઘણી બધી છોકરીઓ આવા આઘાતો સહન નથી કરી શકતી. જેના કારણે તે આત્મહત્યા પણ કરી લેતી હોય છે. તેથી મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા પર થનારા પ્રેમથી બને તો દુર જ રહેજો, કેમ કે સામેની વ્યક્તિના દિમાગમાં તમારા માટે શું વિચાર છે એ ક્યારેય તમે જાણી ન શકો. એટલા માટે સોશિયલ મીડિયામાં થનારા પ્રેમથી દુર જ રહેવું જોઈએ. તો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ કરતા પહેલા તમારા ભવિષ્ય પર એક નજર અવશ્ય કરી લેજો. કારણ કે આજે લોકો લાગણીના નહિ પરંતુ ચામડીના જ દીવાના હોય છે. શરીર સાથે પોતાની રમતો કરીને સામેના પાત્રની જિંદગીને બરબાદ કરી નાખતા હોય છે.