સરકારને જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિક માટે અમુક નાની સેવિંગ સ્કીમોના વ્યાજદરોમાં વધારો કર્યો છે. પોસ્ટ ઓફિસની એક અને બે વર્ષીય ટાઈમ ડિપોઝીટ અને 5 વર્ષના રિકરિંગ ડિપોઝીટ પર ઈન્ટરેસ્ટ રેટ વધાર્યો. સરકારે પીપીએફ(Public Provident Fund) નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, સિનીયર સિટીઝન સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં કોઈ બદલાવ કરવામાં નહિ આવે.
તમારે એ જાણવું જોઈએ કે જો તમે તમારા પૈસાને વધુમાં વધુ વધારવા માંગતા હો તો ક્યાં રોકાણ કરવા યોગ્ય રહે. તો આજે આ લેખમાં અમે તમને પોસ્ટ ઓફિસની અમુક એવી સ્કીમો વિશે જણાવશું, જે વધુમાં વધુ અને સારું વળતર આપી શકે. જે તમને જલ્દી પૈસા વાળા બનાવી શકે.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં ઘણા લોકો પૈસા લગાવે છે. કેમ કે તેમાં પૈસા ડૂબવાનો કોઈ ખતરો નથી હોતો અને સારું એવું વ્યાજ મળવાને કારણે આ સ્કીમ ખુબ જ પોપ્યુલર છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ, જેને પોસ્ટ ઓફિસ એફડી(FD) પણ કહે છે, તેનું વ્યાજ બેંક એફડી કરતા પણ વધુ છે.
કોઈ પણ વયસ્ક ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકના નામ પર માતા-પિતા અથવા અભિભાવક પણ પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરીને પોસ્ટ ઓફિસ એફડી ખાતું ખોલાવી શકાય છે. વધુ રકમ જમા કરવાની કોઈ સીમા નથી, હજાર, લાખ અથવા કરોડ… તમે જેટલી રકમ જમા કરવા ઈચ્છો એટલા પૈસા જમા કરી શકો.
1 ) પોસ્ટ ઓફિસની એક વર્ષીય ટાઈમ ડિપોઝીટ પર સરકારે વ્યાજ દર 6.8% માંથી વધારીને 6.9% કરી દીધું છે. જો તમે આ યોજનામાં એક વર્ષ માટે 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 10,708 રૂપિયા મળશે.
2 ) પોસ્ટ ઓફિસની બે વર્ષીય ડિપોઝીટના વ્યાજ દરમાં પણ સરકારે 1 જુલાઈ, 2023 થી વધારો કર્યો છે. આ સ્કીમમાં પૈસા લગાવવા વાળાને 6.9% ના બદલે 7.0% વ્યાજ મળશે. જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં 10,000 રૂપિયાનું રોકાણ કરો છો તો તેના મેચ્યોરિટી પર 11,489 રૂપિયા મળે છે.
3 ) પાંચ વર્ષ રિકરિંગ ડિપોઝીટ (Post Office RD) નું વ્યાજ વધીને 6.5% કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં તે 6.2% હતું.
4 ) 3 વર્ષીય ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટના વ્યાજદર માં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. છેલ્લા ત્રિમાસિકની સમાન 7.0% વ્યાજ જ આ ત્રિમાસિક સમયગાળામાં મળશે. જો તમે આ ડિપોઝીટમાં 10,000 રૂપિયા લગાવો છો, તો તમને એફડી મેચ્યોર થવા 12,314 રૂપિયા મળશે.
5 ) આવી રીતે પોસ્ટ ઓફિસની પાંચ વર્ષીય ટાઈમ ડિપોઝીટ પર રોકાણ કરવા વાળાને આ ત્રિમાસિક માં 7.5% વ્યાજ જ મળશે. આ વખતે આ યોજનાનું વ્યાજ પણ વધારવામાં આવ્યું નથી. જો તમે પાંચ વર્ષ સુધી તેમાં 10 હજાર રૂપિયા લગાવો છો તો તમને આ સ્કીમ પૂરી થવા પર 14,499 રૂપિયા મળશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી