કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે એવું બયાન આપ્યું છે, જેના પર લોકો ખુબ જ હેરાન પણ છે અને ખુશ પણ છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, જો 60% ઇથેનોલ અને 40% વીજળીનો ઉપયોગ કરવામાં આવે, તો પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટર પર મળી શકે છે. તેનાથી પ્રદુષણ ખતમ થઇ જશે. સાથે જ ફ્યુલ ઈમ્પોર્ટ પણ ઓછું કરવું પડશે.
નીતિન ગડકરીએ કહ્યું, કિસન હવે અન્નદાતા જ નહિ, ઉર્જા દાતા પણ બનશે. ઓગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીની ગાડીઓ લોન્ચ કરવાનો છું. તે બધી જ ગાડીઓ કિસાનો તરફથી તૈયાર કરેલ ઇથેનોલ પર ચાલશે. 60% ઇથેનોલ અને 40% વીજળીની એવરેજ પકડીને ઉપયોગ કરવામાં આવે, તો એક લીટર પેટ્રોલનો ભાવ 15 રૂપિયા થઈ જાય.
નીતિન ગડકરીનો નવો ફોર્મ્યુલા : નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે ઇથેનોલથી ગાડીઓ ચાલશે તો ઓછા ખર્ચના કારણે જનતાને લાભ થશે, કિસાનોને પણ લાભ થશે. સાથે દેશને પણ લાભ થશે. હાલના સમયમાં ફયુલ ઈમ્પોર્ટ 16 લાખ કરોડ રૂપિયાનું છે, ઇથેનોલના ઉપયોગથી ફયુલ ઈમ્પોર્ટ ઓછું કરી શકાય છે અને પૈસા બહારના દેશોમાં મોકલવાનું બંધ કરી, કિસાનોને ઘરે પૈસા જશે. જેનાથી કિસાનને પણ ખુબ જ લાભ થશે.
ખરેખર આવતા મહીને નીતિન ગડકરી ટોયોટા કંપનીની ઈનોવા કારને લોન્ચ કરવાના છે. જેમાં 100% ફ્લેક્સ ફયુલ એન્જીન હશે, અને તે 100% ઇથેનોલથી ચાલશે.
ખરેખર ઇથેનોલનું ઉત્પાદન શેરડી માંથી થાય છે, અને ભારતમાં લાખો કિસાન શેરડી ઉગાડે છે, જેની રોજી રોટીનો આધાર જ એ છે. તેમણે કહ્યું કે કિસાન આજે ન માત્ર અન્નદાતા છે પરંતુ ઇથેનોલ અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી ઉર્જા દાતા પણ છે. કેન્દ્રીય મંત્રીનું માનવામાં આવે તો દેશમાં ટુ-વ્હીલરથી લઈને બધી જ પ્રકારની ગાડીઓ આવનાર દિવસોમાં ઇથેનોલથી ચાલશે.
5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલને કહેશું અલવિદા : તમને જણાવી દઈએ કે રાજસ્થાનના પ્રતાપગઢમાં 5600 કરોડ રૂપિયાના 11 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને નિર્માણ કાર્ય શરુ કરતા ઘણા મોટા એલાન કર્યા. તેમણે જણાવ્યું કે દેશમાં વાહન ઉદ્યોગનો કારોબાર લગભગ 7.55 લાખ કરોડ રૂપિયાનો છે.
નીતિન ગડકરીનું કહેવું છે કે સરકારે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે પ્લાન તૈયાર કરી રહી છે. નીતિન ગડકરી ઘણી વાર કહી ચુક્યા છે કે, તેમણે5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ખતમ કરવાનું બીડું ઉઠાવ્યું છે, જેના પર તેઓ ઝડપથી કામ કરી રહ્યા છે.
એટલા માટે ફ્લેક્સી એન્જીન પર જોર દેવામાં આવી રહ્યું છે, સાથે જ ઇલેક્ટ્રિક કારો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નીતિન ગડકરીએ ફ્લેક્સ ફ્યુલ કંપેટેબિલિટી એન્જીન બનાવવા વાળા માટે ઓટોમોબાઇલ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે અને બધું જ ઠીક રહ્યું તો આવનારા થોડા વર્ષોમાં ભારતની સડકો પર પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણ વાળા ફયુલથી ચાલતી ગાડીઓ દોડવા લાગશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી