ઘી ને રોટલી પર લગાવીને ખાવ છો, તો જાણી લેજો આ ખુબ જ અગત્યની માહિતી… 99% લોકો નથી જાણતા રોટલીમાં ઘી કેવી રીતે ખાવું…

આપણે જાણીએ છીએ કે ભારતમાં સદીઓથી ઘણી બીમારીઓના ઈલાજમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈને શરદી-ઉધરસ થઈ જાય તો દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવડાવવામાં આવે છે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે ઘી થી મગજ અને શરીર બંને મજબુત બને છે. એટલા માટે જ જુના જમાનાના લોકો શુદ્ધ ઘીને રોજ ખાવાનું પસંદ કરતા હતા.

પરંતુ આજકાલ ફાસ્ટફૂડ વાળા જમાનામાં શુદ્ધ દેશી ઘી મળવું ખુબ જ મુશ્કેલ છે અને આજ કારણે ઘીની જગ્યાએ બટર અથવા ક્રિમનું સેવન કરવામાં આવે છે, જેના કારણે ઘણા નુકશાન સહન કરવા પડે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈને ઘણા યુવાનોમાં એ બાબતને લઈને કન્ફયુઝન હોય છે કે જો ઘી ને રોટલી પર લગાવીને ખાવામાં આવે તો તેનાથી વજન ઘટે છે કે વધે ? તો મોટાભાગના લોકો એ નથી જાણતા કે રોટલી પર ઘી લગાવીને ખાવું જોઈએ કે નહિ. તમે પણ આવી અસમંજસમાં હો તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

શુદ્ધ ઘી શું હોય છે ? : ન્યુટ્રીશનના જણાવ્યા અનુસાર એ જાણવું ખુબ જ જરૂરી છે કે, ઘી હોય છે અને બજારમાં જે ઘી મળે છે તેના પર ભરોસો કરી શકાય કે નહિ. ખરેખર ઘી દૂધમાંથી બનતો એક પદાર્થ છે. દૂધને મેળવી દેવામાં આવે અને તેમાંથી દહીં જામે. દહીને વલોવી લેવાનું તેમાંથી માખણ બને, ત્યાર બાદ એ માખણને ગરમ કરવામાં આવે પછી તેમાંથી ઘી નીકળે છે. જેને શુદ્ધ દેશી ઘી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે શુદ્ધ દેશી ઘી માં સારા ફેટ હોય એટલે કે, સેચ્યુરેટેડ ફેટ, મોનોસેચ્યુરેટેડ ફેટ અને પોલીસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેની સાથે સાથે તેમાં પ્રોટીન, વિટામીન A, વિટામીન E અને વિટામીન K ભરપુર માત્રામાં મળી આવે છે. જે વિટામીન ફેટમાં ઘુલનશીલ છે, તેને શરીરની અંદર અવશોષિત કરવા માટે આ પ્રકારના ફેટની જરૂર હોય છે. ઘણા લોકો બજારમાંથી માખણ લઈને આવે છે અને ઘર પર તેની ઘી બનાવે છે, પરંતુ તે ઘી શુદ્ધ નથી હોતું. જો તમે અનસોલ્ટેડ માખણને ઘર લાવો અને તેને દૂધને જમાવીને દહીં બનાવી, અને એ દહીંમાંથી માખણ કાઢીને એ માખણને ગરમ કરીને તેમાંથી જે ઘી બને એ શુદ્ધ ઘી માનવામાં આવે છે.

શુદ્ધ ઘી થી શું શું ફાયદો થાય : નિષ્ણાંત અનુસાર શુદ્ધ દેશી ઘીનું સેવન અને ઉપયોગ સીમિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હવે સવાલ એ થાય કે રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે તો વજન વધે કે ઘટે. તમને જણાવી દઈએ કે જો એક બે ચમચી શુદ્ધ ઘી રોટલી પર લગાવીને રોજ ખાવામાં આવે તો તેનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. નિષ્ણાંત જણાવે છે કે આખા દિવસ દરમિયાન માત્ર 3 ચમચી જ ચીકણાઈ વાળી વસ્તુ ખાવા જોઈએ. તેમાંથી પણ જો તમે બે ચમચી ઘી સવારે રોટલી પર લગાવીને ખાવ છો તો પેટ ભરેલું છે એવું મહેસુસ થશે.

ઘી માં ફેટ સોલ્યુબળ વિટામીન પણ હોય છે જે હોર્મોનને બેલેન્સ કરી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરશે. તેની સાથે જ ઘી ફ્રી રેડિકલ્સને ઓછું કરે છે. ઘી ને જ્યારે રોટલી કે કોઈ પણ વસ્તુમાં લગાવી દેશો તેનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું થઈ જાય છે. એટલે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તે અચાનક બ્લડ શુગરને વધવા નથી દેતું. શુદ્ધ ઘીનું સેવન દિમાગને તેજ કરે છે. ઉંમરની સાથે જે દિમાગની અંદરના ભાગમાં સંકોચન થાય છે તે પણ ઓછું થઈ જાય છે. તેની સાથે જ શુદ્ધ ઘી નું સેવન કરવાથી સાંધાના દુખાવા પણ દુર થાય છે.

ઘી નું સેવન કેવી રીતે કરવું ? : ઘી માં ફેટી એસિડનું કંટેન ખુબ જ વધુ હોય છે. રોટલીમાં ઘી લગાવવાથી તેમાં એસેન્શિયલ ફેટી એસિડની માત્રા વધુ થઈ જાય છે. તેનાથી શરીરને ખુબ જ ફાયદા મળે છે. પરંતુ તેના માટે નિયમ છે. જો તમે ઘી ને વધુ પકાવી દો તો તેનું કંટેન ખરાબ થઈ જાય છે અને તેનો ઓક્સીડેશન પણ થઈ જાય છે. તેના કારણે શરીરને ઘી ફાયદા નહિ નુકશાન કરે છે. એટલા માટે તમે જયારે પણ રોટલીમાં ઘી લગાવો તો તેને રોટલીને ગેસ પરથી નીચે ઉતારીને જ ઘી લગાવવું જોઈએ.

ઘણા લોકો પરોઠા પણ ઘી માં બનાવે છે, તો તમને જણાવી દઈએ કે એવી રીતે ઘી નો ઉપયોગ બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. માટે રોટલી બની જાય બાદ ગેસ પરથી ઉતારી લ્યો ત્યાર બાદ તેના પર થોડી માત્રામાં ઘી લગાવી દો. આ રીતે જો દાળમાં પણ ઘી ઉમેરવું હોય તો, પહેલા દાળને ગેસ પરથી નીચે ઉતારી લ્યો ત્યાર બાદ જ તેમાં ઘી ઉમેરો. તો જ તેના ફાયદા થશે.

કેટલું ઘી ખાવાથી વજન નથી વધતું : ફેટ આપના શરીર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે પરંતુ કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ ખાવામાં આવે તો નુકશાન પહોંચાડે છે. એટલા માટે એક દિવસમાં 3 થી 4 જ ચમચી ઘી નું સેવન કરવું જોઈએ. તેનાથી વધુ ઘી ખાવું નુકશાનકારક સાબિત થઈ શકે છે. ઉપર જણાવેલ માત્રાથી વધુ ખાવાથી કેલેરી વધી શકે છે જેના કારણે વજન વધવાની સંભાવના રહે છે. સાથે જ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment