મચ્છર ભગાવવા ઘરમાં લાવો આ 5 માંથી કોઈ પણ 1 છોડ | મચ્છર અને બીમારીઓ બંને રહેશે દુર.

મિત્રો તમે જાણો છો તેમ હવે ઉનાળો શરૂ થશે અને તેની સાથે મચ્છરનો ત્રાસ પણ શરૂ થઈ જશે. આથી તમે અગાઉથી મચ્છરથી બચવા માટે અત્યારથી જ તેની વ્યવસ્થા કરી લો. સામાન્ય રીતે મચ્છરથી બચવા માટે લોકો ઘરમાં ઓલ આઉટ, મોટીન, ગુડ નાઈટ વગેરે અથવા તો અગરબત્તી કરતા હોય છે. ઘણા લોકો મચ્છરદાનીનો ઉપયોગ કરે છે. પણ આપણે તેનાથી થોડો સમય માટે મચ્છરથી છુટકારો મેળવી શકીએ છીએ. જો તમે કાયમ માટે મચ્છરના ત્રાસથી બચવા માંગો છો અપનાવો આ ઉપાય.

હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ જશે અને મચ્છરનો આતંક પણ શરૂ થઈ જશે. એવામાં કોરોનાની વચ્ચે મચ્છરોના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લુ, જેવી ગંભીર બીમારી પણ આવી શકે છે. આમ એક તરફ કોરોના અને બીજી બાજુ મચ્છરના ડંખ મારવાથી થતી ગંભીર બીમારી પરેશાની વધારી દે છે. આજે આપણે એવા છોડ વિશે જાણીશું જેના દ્વારા તમે મચ્છરના ત્રાસથી બચી શકશો.

એગ્રેટમ પ્લાન્ટ : એગ્રેટમ પ્લાન્ટ લગાવવાથી તમારા ઘરમાં મચ્છર ભટકતા પણ જોવા નહિ મળે. એગ્રેટમ છોડમાંથી કોમાંરીન નામની એક સ્મેલ નીકળે છે અને આ સ્મેલ ખુબ જ ભયંકર હોય છે. અને મચ્છર તેનાથી દુર ભાગે છે. કોમાંરીનનો ઉપયોગ કમર્શિયલ મોસ્ટીકો રીપ્લીયંટ અને પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં થાય છે.

સીટ્રાનેલા છોડ : મચ્છરોને દુર કરવા માટે સીટ્રાનેલાનો છોડ ખુબ જ સહાયક થાય છે. સીટ્રાનેલાની ખુશ્બુથી મચ્છર દુર ભાગે છે.  મોસ્ટીકો રીપ્લીયંટ ક્રીમમાં સીટ્રાનેલાનો ઉપયોગ કરવામાં આવે છે. માટે આ છોડથી પણ મચ્છર ભાગે છે.

તુલસીનો છોડ : તુલસીના છોડનો હિંદુ ધર્મમાં પણ ઉલ્લેખ છે અને તેની પૂજા કરવામાં આવે છે. તુલસીનો છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તમે ઘરના દરવાજા કે બારી પાસે તુલસીનો છોડ લગાવી શકો છો. તુલસીની સુગંધથી મચ્છર દુર ભાગે છે.

લેમન બામનો છોડ : લેમન બામનો છોડ પણ મચ્છરને દુર કરવામાં મદદ કરે છે. લેમન બામનો છોડ ઘણી વખત લોકો ઘરની શોભા વધારવા માટે પણ લગાવે છે. લેમન બામના છોડના ફૂલની ગંધ ખુબ જ તેજ હોય છે. જેના કારણે મચ્છર દુર ભાગે છે.આ છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે તેને તાપમાં ન લગાવો.

ગલગોટાનો છોડ : ગલગોટાનો છોડ પણ મચ્છરને દુર કરવામાં મદદ કરે છે. એક રિપોર્ટ અનુસાર મચ્છરોને ગલગોટાના ફૂલ અને પાનની ખુશબુ બિલકુલ પસંદ નથી હોતી. આમ ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી મચ્છર દેખાશે પણ નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment