મિત્રો તમે જાણતા હશો કે, હાલ બજારમાં સંતરા ખુબ જોવા મળી રહ્યા છે અને તેને જોતા ખાવાનું મન થઈ જાય છે, રસદાર, ખાટા મીઠા, અને અનેક પોષક તત્વોથી યુક્ત આ સંતરા જોઈને સ્વાભાવિક છે કે, ખાવાનું મન થઈ જાય છે. પણ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન તબિયત માટે સારું નથી હોતું. સંતરા એ સારી વસ્તુ છે, પણ અમુક સ્થિતિમાં તેનું સેવન કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ.
હાલ કોરોના સામે લડવા માટે લોકો વિટામિન સી ની કમી પૂરી કરવા માટે સંતરાનું સેવન કરી રહ્યા છે. તેમાં રહેલ વિટામિન સી, ફાઈબર, વિટામિન A B, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. તે શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ ઉપયોગી છે. પણ તેનું વધુ પડતું સેવન સારું નથી. ચાલો તો તેના વિશે વધુ વિગતે જાણી લઈએ.
પાચન ક્રિયાથી સંબંધિત પરેશાની : જો તમને પાચન સંબંધી કોઈ પરેશાની છે તો તમારે સંતરાનું સેવન છોડી દેવું જોઈએ. સંતરાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં એઠન, દસ્ત, અપચો જેવી તકલીફો તમને થઈ શકે છે. એટલું જ નહિ, પણ ફાઈબરનું પ્રમાણ વધવાથી તમને ડાયેરિયા પણ થઈ શકે છે.
દાંત થઈ શકે છે ખરાબ : સંતારમાં રહેલ એસીડ દાંતના ઈનેમલમાં રહેલ કેલ્શિયમની સાથે મળીને બેક્ટેરિયન ઇન્ફેકશન પેદા કરી શકે છે. જેના કારણે વ્યક્તિના દાંતની કેવીટી થવાથી તેના દાંત ધીમે ધીમે ખરાબ થઈ જાય છે.
એસીડીટીની સમસ્યા : સંતારમાં રહેલ એસિડનું સેવન જો વધુ પ્રમાણમાં થાય તો તમને એસીડીટીની પરેશાની થઈ શકે છે. એસીડીટી થવા પર વ્યક્તિને પેટ અને છાતીમાં જલન થઈ શકે છે.
પેટનો દુખાવો : બાળકોને સંતરાનું સેવન ન કરાવવું જોઈએ. સંતરાના સેવનથી સંતારમાં રહેલ એસીડ બાળકોને પેટ સંબંધી પરેશાની કરાવે છે.
ખાલી પેટ : હેલ્થ એક્સપર્ટનું જો માનવમાં આવે તો ખાલી પેટ સંતરાનું સેવન ન કરવું જોઈએ. સંતારમાં રહેલ એમીનો એસીડના કારણે પેટમાં ખુબ જ ગેસ બને છે. આ સિવાય રાત્રે પણ સંતરાનું સેવન કરવાથી બચવું જોઈએ. સંતરાની તાસીર ઠંડી હોવાથી તમને શરદી તાવ વગેરે થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનું સેવન કરતા પહેલા આપ કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ લઈ શકો છો.)
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ