ભારતમાં આ જગ્યાએ ફરવા જાવ તો રહેવા માટે નહિ થાય 1 પણ રૂપિયાનો ખર્ચો… મફતમાં ખાવા-પીવા સાથે મળશે અનેક સુવિધાઓ…. જાણો ક્યાં છે એ રમણીય સ્થળો…

મિત્રો આમ જોઈએ તો ભારત એ અનેક રમણીય તેમજ પ્રવાસન સ્થળોનું સ્થળ છે. અહી ઘણી એવી જગ્યાઓ છે જ્યા તમને ફરવા જવાનું તેમજ કુદરતી વાતાવરણનું સાનિધ્ય મેળવવા માટેનું સ્થળ મળી રહે છે. પણ ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં તમને ફ્રી માં રહી શકો છો, તેમજ ભોજન પણ ફ્રીમાં મળે છે. તે સિવાય ઘણી સુખ સગવડની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. ચાલો તો આજે અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે માહિતી આપીશું જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો, ભોજન મેળવી શકો છો સાથે ઘણી સુવિધાઓનો પણ લાભ લઇ શકો છો. 

જયારે તમે પ્રવાસ કરવાનું વિચારો છો ત્યારે તમે અક્સર એવું વિચારો છો કે ઓછા બજેટમાં વધુ પ્રવાસ કરી શકો, જો કે આઉટ સિઝનમાં તો તે થઇ શકે છે. કારણ કે આ દરમિયાન ટુરિસ્ટ ડેસ્ટીનેશન્સ લોકો ઓછા આવવાને કારણે હોટેલ ઓછી કિંમતે રેન્ટમાં મળી શકે. જયારે ઓન સિઝનમાં હોટેલ્સના રેટ ખુબ જ વધી જાય છે અને અન્ય ઓપ્શન ન હોવાથી લોકોએ મોઘી જગ્યાઓ પર રહેવું પડે છે. ઓછા બજેટમાં પણ બજેટ ટ્રાવેલિંગ કરવા માંગો છો અને સ્ટે માં વધુ પૈસા રોકવા ન માંગતા હો તો અમે તમને ઘણી એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો. અને પોતાની આખી ટ્રીપ ને એન્જોય કરી શકો છો. ભારતમાં ઘણી ધર્મશાળાઓ અને આશ્રમ છે જ્યાં રોકાવા માટે તમારે બિલકુલ પૈસા આપવાની જરૂર નથી. તો ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં છે આ જગ્યાઓ જ્યા તમે ફ્રીમાં રહી શકો છો. ચાલો તો જાણી લઈએ આ વિશે 

ઈશા ફાઉન્ડેશન:- ઈશા ફાઉન્ડેશન કોયબન્તુર થી લગભગ 40 કિલોમીટર દુર સ્થિત છે. આ સદગુરુનું એક ધાર્મિક કેન્દ્ર છે. જ્યાં આદીયોગી શિવનું ખુબ જ સુંદર અને મોટું સ્ટેચ્યુ પણ છે. આ સેન્ટર યોફ, પર્યાવરણ, અને સામાજિક કાર્યોના ક્ષેત્રમાં કામ કરે છે. તમે ઈચ્છો તો અહી તમારો સહયોગ પણ આપી શકો છો. અહી તમે ફ્રીમાં રહી શકો છો. મણીકરણ સાહિબ ગુરુદ્વ્રારા:- જો તમે હિમાચલ પ્રદેશ ફરવા માટે જઈ રહ્યા છો તો મણીકરણ સાહિબ ગુરુદ્વારામાં ફ્રીમાં રહી શકો છો. અહી તમને ફ્રી પાર્કિંગ અને ભોજનની પણ સુવિધા મળે છે. મણીકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદીની નજીક જ સ્થિત છે. 

આનંદાશ્રમ:- કેરળની સુંદર પર્વતીય માળા અને હરિયાળી ની વચ્ચે આનંદાશ્રમ માં રોકાવું એ એક અલગ જ પ્રકારનો અનુભવ સાબિત થઇ શકે છે. તમે આ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. આશ્રમમાં તમને દિવસના ત્રણ સમય ભોજન પણ આપવામાં આવે છે. જેને ખુબ જ ઓછા મસાલાઓ સાથે તૈયાર કરવામાં આવે છે.ગીતાભવન:- પવિત્ર ગંગા નદી ના કિનારે સ્થિત ગીતાભવનમાં યાત્રી ફ્રીમાં રહી શકે છે. સાથે અહી તમને ભોજન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ પણ છે જ્યાં આખી દુનિયાના લોકો આવીને રહે છે. આશ્રમની તરફથી સત્સંગ અને યોગના સેશન્સ પણ આપવામાં આવે છે. 

ગોવિંદ ઘાટ ગુરુદ્વારા:- આ ગુરુદ્વારા ઉત્તરાખંડ ના ચમોલી જીલ્લામાં અલકનંદા નદીની નજીક જ સ્થિત છે. અહી આવતા પ્રવાસીઓ ટ્રેકર્સ, અને શ્રદ્ધાળુઓ અહી મફતમાં રહી શકે છે. ગુરુદ્વારાથી તમે પર્વતની રમણીય શ્રેણીનો આનંદ લઇ શકો છો.ન્યીંગામાપા મોનેસ્ટ્રી:- આ મોનેસ્ટ્રી હિમાચલી શહેર રેવલ્સર માં રેવલ્સર તળાવ ની નજીક સ્થિત છે. આ સુંદર મોનેસ્ટ્રી માં રોકાવા માટેનું એક દિવસનું ભાડું 200 થી 300 રૂપિયા છે. આ મોનેસ્ટ્રી ની નજીક જ એક લોકલ માર્કેટ પન્ક છે જ્યાં તમે શોપિંગ પણ કરી શકો છો. 

તબ્બતી બોદ્ધિસ્ટ મોનેસ્ટ્રી સારનાથ:- ઉત્તરપ્રદેશ માં સ્થિત આ એતિહાસિક મોનેસ્ટ્રી માં એક રાત રોકાવા માટેનું ભાડું માત્ર 50 રૂપિયા છે. આ મોનેસ્ટ્રી ને લાઘન ચોટરુલ મોનાલમ ચેનમો ટ્રસ્ટ ની તરફથી મેન્ટેન કરવામાં આવે છે. આ મોનેસ્ટ્રી માં ભગવાન બુદ્ધ ના જ એક રૂપ શાક્યમુની ની પ્રતિમા રહેલી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment