કેન્સર એ અત્યંત ગંભીર બીમારી છે. કેન્સરમાં પ્રથમ તબક્કામાં જ જો તેના લક્ષણોની ખબર પડી જાય તો તેની સારવાર કરીને મટાડી શકાય છે. કેન્સર અનેક પ્રકારના હોય છે. તેમાંથી એક બ્રેસ્ટ કેન્સર છે જે મહિલાઓમાં થતા સૌથી સામાન્ય કેન્સરમાંથી એક છે. ડીએનએ નુકસાન થવાથી અથવા આનુવંશિક પરિવર્તનને કારણે બ્રેસ્ટ કેન્સર વિકસે છે. અધ્યયન કર્તાઓનું માનવું છે કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અનેક કારણોથી થાય છે જેમાંથી એક કારણ અનહેલ્ધી ડાયટ પણ છે. તેઓનું કહેવું છે કે જે મહિલાઓ છોડ આધારિત ‘અસ્વસ્થ’ આહાર લે છે તેમને સ્તન કેન્સરનું જોખમ ઘણું વઘી જાય છે.
સ્કીન કેન્સર બાદ હવે બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં થતું સૌથી સામાન્ય કેન્સર છે 2021 માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે IARC તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે બ્રેસ્ટ કેન્સરે લંગ કેન્સર ને પણ પાછળ છોડી દીધું છે અને હવે આ મહિલાઓમાં થતું સૌથી સામાન્ય કેન્સર બની ચૂક્યું છે. બ્રેસ્ટ કેન્સર ભારત પ્રમાણે દર ચાર મિનિટે એક ભારતીય મહિલાને બ્રેસ્ટ કેન્સરની ખબર પડે છે. દર આઠ મિનિટમાં એક મહિલાનું સ્તન કેન્સરના કારણે મૃત્યુ થાય છે. આનુવંશિક, પારિવારિક હિસ્ટ્રી પ્રમાણે, ઉંમર અને સ્થૂળતા સિવાય બીજા અનેક એવા કારણો છે જેથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. તમારી જીવનશૈલી જ બ્રેસ્ટ કેન્સરના જોખમને વધારી શકે છે કે રોકી શકે છે. એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 20 ટકા જેટલું વધી જાય છે.
રિસર્ચ પ્રમાણે જે મહિલાઓ છોડ આધારિત અનહેલ્દી ખોરાક લે છે તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે. ન્યુટ્રીશીયન ના જણાવ્યા પ્રમાણે હેલ્ધી પ્લાન્ટ આધારિત ખાદ્ય પદાર્થોમાં અનાજ ફળ શાકભાજી ડ્રાયફ્રૂટ અને કઠોળ જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનહેલ્ધી પ્લાન્ટ આધારિત ખાદ્ય પદાર્થોમાં રિફાઈન્ડ અનાજ જેવા સફેદ ચોખા,લોટ અને બ્રેડ શામેલ છે.શું કહે છે અધ્યયન:- આ અધ્યયનમાં 65000 એવી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી જેમને મોનોપોઝ શરૂ થઈ ચૂક્યો હતો. અભ્યાસ દરમિયાન લગભગ 20 વર્ષ સુધી આ મહિલાઓને ટ્રેક કરવામાં આવી. ડોક્ટરને જાણવા મળ્યું કે જે મહિલાઓએ ખાવામાં હેલ્ધી વિકલ્પોને શામેલ કર્યો તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ 14 ટકા સુધી ઓછું હતું. જે મહિલાઓને આ દરમિયાન અનહેલ્દી પ્લાન્ટ આધારિત વસ્તુઓનો વિકલ્પ પસંદ કર્યો તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ 20 ટકા વધારે આવ્યું હતું. શોધકર્તાઓએ એવું પણ રિસર્ચ કર્યું કે અનહેલ્ધી પ્લાન્ટ આધારિત ડાયટ અને મિટની જગ્યાએ જો તમે હેલ્ધી પ્લાન્ટ આધારિત ચીજવસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી બ્રેસ્ટ કેન્સરના જોખમને દૂર કરી શકાય છે.
1) શરીરમાં શું કામ કરે છે કાર્બોહાઈડ્રેટ:- આ અભ્યાસમાં એવો સુઝાવ પણ આપવામાં આવ્યો કે જો તમે કેટલાક કોમન કાર્બોહાઈડ્રેટને તમારા ડાયટમાંથી બહાર કરો છો તો તેનાથી પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. તેમાં બટાકા, કેટલાક સુગર યુક્ત પીણાં અને ફ્રૂટ જ્યુસ સામેલ છે.પરંતુ જો નુટ્રીશનની વાત કરીએ તો કાર્બોહાઇડ્રેટ્સ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેટલાક લોકોનું માનવું છે કે થોડું ઘણું કાર્બોહાઈડ્રેટનું સેવન કરવાથી તમારી ઓવરઓલ હેલ્થને ઘણો ફાયદો થઈ શકે છે. આવું એ લોકોનું માનવું છે કે જેઓ વધારે કાર્બોહાઇડ્રેટનો વિકલ્પ પસંદ કરે છે. તેમનું માનવું છે કે શરીરમાં કાર્બોહાઈડ્રેડ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્બોહાઈડ્રેટ એનર્જીનો મુખ્ય સોર્સ છે. આ તમારા સ્નાયુઓ, પાચન ના સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે. તો પછી કાર્બોહાઇડ્રેટને અનહેલ્ધી કેમ માનવામાં આવે છે?
શું હોય છે અનહેલ્ધી અને હેલ્ધી કાર્બોહાઈડ્રેડ:- તમને જણાવીએ કે કાર્બોહાઈડ્રેટ ત્રણ પ્રકારના હોય છે શુગર સ્ટાર્ચ અને ફાઇબર. શુગરને સામાન્ય કાર્બોહાઇડ્રેટ્સ કહેવાય છે કે જે અનહેલ્ધી ફૂડમાં વધારે સરળતાથી ઉપલબ્ધ હોય છે જેમકે કૅન્ડી, મીઠાઈ, પ્રોસેસ્ડ ફૂડ અને રેગ્યુલર સોડા. સ્ટાર્ચ જટિલ કાર્બોહાઇડ્રેટસ હોય છે જે ઘણી બધી નોર્મલ શુગરથી મળીને બને છે. શુગરને તોડવા અને એનર્જી ઉત્પન્ન કરવા માટે આપણા શરીરમાં સ્ટાર્ચની જરૂરત હોય છે.ફાઈબર પણ એક જટિલ કાર્બોહાઇડ્રેટ હોય છે જેને પચાવવો ઘણો મુશ્કેલ હોય છે. આ જ કારણથી રેસાદાર વસ્તુઓનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એવામાં જરૂરી છે કે તમે તમારા ડાયટમાં જટિલ કાર્બોહાઇડ્રેટને શામેલ કરવો અને સિમ્પલ કાર્બોહાઇડ્રેટને શામેલ ન કરવો. સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સ જે સોડા, કેન્ડી અને ડેઝર્ટ માંથી પ્રાપ્ત થાય છે, તેનાથી અનેક પ્રકારની બીમારીઓનું જોખમ વધે છે.
બ્રેસ્ટ કેન્સરના જોખમરૂપ પરિબળ:- WHO પ્રમાણે કેટલીક વસ્તુઓના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે. તેમાં શામેલ છે વધતી ઉંમર, સ્થૂળતા, દારૂનું વધારે સેવન, બ્રેસ્ટ કેન્સરની ફેમિલી હિસ્ટ્રી, રેડિયેશન પોસ્ટમેનોપોઝલ સર્જરી અને તમાકુનું સેવન.બ્રેસ્ટ કેન્સરથી બચવાના ઉપાય:- ગ્લોબલ હેલ્થ એજન્સી પ્રમાણે કેટલીક એવી વસ્તુઓ છે જેની મદદથી તમે બ્રેસ્ટ કેન્સરના જોખમને દૂર કરી શકો છો. આ રીતોમાં – બ્રેસ્ટ-ફીડિંગ રેગ્યુલર ફિઝિકલ ઍક્ટિવિટી, વજનને નિયંત્રિત કરવું, હોર્મોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી બચવું, તમાકુ થી બચવું, દારૂનું સેવન ન કરવું, વધારે રેડિએશનથી બચવું
બ્રેસ્ટ કેન્સરના લક્ષણો:- બ્રેસ્ટમાં દુખાવો, બ્રેસ્ટની ત્વચા લાલ થઇ જવી કે રંગમાં બદલાવ. બ્રેસ્ટની આસપાસના ભાગમાં સોજો આવવો. નિપ્પલમાંથી સ્ત્રાવ થવો. નિપ્પલમાંથી લોહી નીકળવું. બ્રેસ્ટ કે નિપ્પલની ત્વચા છોલાઈ જવી. બ્રેસ્ટના આકારમાં અચાનક બદલાવ થવો. નિપ્પલના આકારમાં બદલાવ, નીપલ અંદરની તરફ થવી. હાથની નીચે ગાંઠ કે સોજો આવવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી