મોટા ભાગના લોકો ઘરમાં કપૂર તો રાખે છે પણ તેના આ ચમત્કારિક ઉપયોગ નથી જાણતા… જાણો કપૂરનો સાચો ઉપયોગ કરવાની રીત

આપણું ભારતીય વાસ્તુશાસ્ત્ર એ અનેક રીતે ઘરને લગતા તેમજ વ્યવસાય ને લગતા નિયમો જણાવ્યા છે. જે અનુસાર પાલન કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મંદિર ની દિશા, પૂજા તેમજ પાઠ કરવા માટેના કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને આ લેખમાં ઘરમાં જે સ્થળ પર મંદિર છે તેમાં કપૂર રાખવાના મહત્વ વિશે જણાવીશું. જો કે કપૂર એ ઘરને શુદ્ધ કરનાર માનવામાં આવે છે. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. મનને એક શાંતિ મળે છે. ઘર સુગંધિત થાય છે. 

હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને માટે જ ઘરમાં પુજા માટે એક અલગથી રૂમ બનાવવામાં આવે છે, જેને મંદિર કહેવામા આવે છે. ઘરમાં મંદિર બનાવવાનું કે રાખવા માટે જોડાયેલા ઘણા નિયમ કાયદા ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરમાં રાખેલ મંદિરથી જોડાયેલ ઘણી વાતો જણાવવામાં આવી છે. ખાસ કરીને મંદિરમાં રહેલી સામગ્રીઓથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ છે, જેના વિશે તમને જાણકારી જરૂર હોવી જોઈએ. આ સામગ્રીઓમાં કપૂરનું પણ અલગ મહત્વ રહેલ છે.હિન્દુ શાસ્ત્રમાં કપૂરને ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે. ઘરના મંદિરમાં તેનું શું મહત્વ છે અને તેને સળગાવવા તેમજ રાખવાના વાસ્તુ નિયમ શું છે તેના વિશે અમે આ લેખમાં વાત કરીશું. જે તમને ખુબ જ ઉપયોગી નીવડશે. પંડિત જી કહે છે કે, કપૂર પિતૃદોષ અને દેવદોષ ઘટાડવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. તેનાથી જોડાયેલી બીજી પણ વાતો પંડિતજી જણાવે છે. 

કપૂરનું ધાર્મિક મહત્વ:- હિન્દુ ધર્મમાં કુંડળી પર ખૂબ જ વિશ્વાસ કરવામાં આવે છે. એવામાં જો કુંડળીમાં કોઈ દોષ હોય, તો વ્યક્તિના જીવનમાં સકારાત્મક વસ્તુઓ હોય છે. કપૂરને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે. માટે જ એવા વ્યક્તિને દરરોજ કપૂર સળગાવવું જોઈએ. જો તમે કપૂરનો ઉપયોગ ભગવાનની આરતી માટે ન કરતાં હોય, તો માત્ર કપૂરને સળગાવીને મંદિરની સામે રાખી લો.કપૂરથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ:- જો તમે કપૂરને સળગાવવા ન માંગતા હોય, તો મંદિરમાં એક ગુલાબના ફૂલ સાથે ઈશ્વરને કપૂર અર્પણ કરી દો. જો તમે શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ અને કપૂર અર્પિત કરો તો, તેનાથી તમને ધન લાભ મળશે. કપૂરનો રંગ સફેદ હોય છે, માટે શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે, કપૂર શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં શુક્રવારના દિવસે તમારે એક ચાંદીના વાટકામાં લવિંગ, એલાયચીની સાથે કપૂરની 7 ગોળીઓ રાખવી જોઈએ. અઠવાડિયામાં એક દિવસ તમે કપૂરને બદલી લો અને વાટકામાં રહેલ કપૂર વહેતા પાણીમાં પધરાવી દેવું. મંદિરમાં ભગવાનના જળના લોટામાં કપૂર નાખો અને રોજ આ પાણીનો છંટકાવ તમારા ઘરના દરેક ખૂણામાં કરો. આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. કપૂરને હંમેશા સાંજના સમયે જ સળગાવવું. વધારે નકારાત્મક ઉર્જા સાંજના સમયે જ મંદિરમાં આવે છે. પુજા વાળા કપૂરને હંમેશા લાલ રંગના કપડામાં બાંધીને રાખો. ક્યારેય પણ પ્લાસ્ટિકના ડબામાં કપૂરને રાખવું જોઈએ નહીં. 

રાત્રે ઊંઘ ન આવવી ડર લાગવો અને ડરામણા સપના આવતા હોય તો સૂતી વખતે પથારીની બાજુમાં એક કપૂર મૂકી દેવું. ઘરના દરેક ખૂણામાં એક કપૂર જરૂર મૂકી દેવું તેનાથી સૂક્ષ્મ જીવાણુઓ પણ નાબૂદ થશે અને પોઝીટિવ ઉર્જાનો ઘરમાં સંશય થશે.

કપૂર સળગાવવાથી જોડાયેલી અમુક વાતો:- કપૂરને જો છાણ પર રાખીને સળગાવવામાં આવે તો, ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તમારે સૂર્ય ઢળે ત્યારે જ આ કામ કરવું જોઈએ. કપૂરને માટીના કોડિયામાં પણ સળગાવવું શુભ હોય છે. કપૂર સળગાવ્યા પહેલા દીવાને પાણીથી સાફ કરો અને સૂકવી લો. કપૂર સળગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે, તે ગણતરીમાં 5,7 કે 11 જ રાખવા. આમ કપૂરનું પૂજામાં અને મંદિરમાં પણ અલગ જ મહત્વ રહેલું છે, જેનું હંમેશા ધ્યાન રાખવું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment