પાકિસ્તાન PMની પૂર્વ પત્ની બની મોદીની દીવાની, પાકિસ્તાનને સંભળાવ્યું આવું આવું..

મિત્રો હાલમાં આખા વિશ્વમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ જ ચર્ચામાં છે. કેમ કે આજે આખા વિશ્વમાં સૌથી મોટા ડેમોક્રેસીમેન ગણાય છે. જેના ફેન આજે આખા વિશ્વમાં જોવા મળે છે. તેના કામ અને પ્રભાવના કારણે તે આખા વિશ્વમાં છવાય ગયા છે. તો આજે પાકિસ્તાન પણ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે કાશ્મીરના મુદ્દાને લઈને ઇમરાન ખાન ચર્ચામાં આવ્યા છે. પરંતુ તેના બાદ હજુ એક વિષય ચર્ચામાં આવ્યો છે જેને જાણીને બધાના હોશ ઉડી જશે.

ઇમરાન ખાને આજ સુધીમાં ત્રણ લગ્ન કરેલા છે. તેમાંથી ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન દ્વારા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે રેહમ ખાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેન બની ગઈ છે, દીવાની બની ગઈ છે. મિત્રો એટલું જ નહિ રેહમ ખાને પોતાના પૂર્વ પતિ એટલે કે હાલના પાકિસ્તાનના પ્રધાનમંત્રી  ઇમરાન ખાનને સવાલ પૂછ્યો હતો કે, “પાકિસ્તાનનું અર્થતંત્ર ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે.” રેહમ ખાનનો આ એક વિડીયો પણ જાહેર થયો હતો. તે વિડીયોમાં રેહમ ખાન પોતાની વાતને જણાવી રહી છે. જેમાં રેહમ ખાને જણાવ્યું કે, “લોકો આજે મોદી સરકારને શા માટે આટલો પ્રેમ કરે છે, શા માટે કોઈ ભારત સથે સંબંધ બગાડવા નથી માંગતું ? તેનું એક જ કારણ છે કે ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ મજબુત છે. સાઉદી દ્વારા રોકાણ કરવામાં આવ્યું, યુકે તેની સાથે છે, અમેરિકા પણ ભારતમાં સંપૂર્ણ રસ ધરાવે છે. આજે મોદી જ્યાં પણ જાય છે ત્યાં માનપાન મળે છે.”

રેહમ ખાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, યુએઈમાં મોદીને મેડલ મળ્યો તો તકલીફ તમને થઇ રહી છે, તમે ભીખ માંગતા ફરી રહ્યા છો, તમે મને એ જણાવો કે તમે તેના માટે પગની જુતી છો, તો તમારું સન્માન કેવી રીતે કરું ?

જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી 370 ને હટાવી દેવામાં આવી છે ત્યાર બાદ પાકિસ્તાન ખુબ જ અસમંજસમાં આવી ગયું છે. તેને ખબર નથી પડતી કે શું કરવું. જેને લઈને તે સતત ભારતને ધમકી આપી રહ્યું છે કે અમે હુમલો કરશું. પાકિસ્તાન આ મુદ્દાને લઈને આખા વિશ્વનું ધ્યાન તેના તરફ બનાવી રહ્યું છે. જેમાં પાકિસ્તાન બીજા દેશોનું સમર્થન ઈચ્છે છે. પરંતુ આખા વિશ્વમાંથી કોઈ પણ દેશ આ રીતે સમર્થન કરવા માટે તૈયાર નથી. વિશ્વના દરેક દેશનું એવું જ કહેવું છે કે ભારત સાથે વાતચીત કરે અને સમાધાન લાવો. પરંતુ પાકિસ્તાન એવું કરવા ઇચ્છતું નથી. થોડા સમય પહેલા ઇમરાન ખાનની પૂર્વ પત્ની દ્વારા કાશ્મીરના મુદ્દાને લઈને એક ખુલાસો કરવામાં આવ્યો હતો. જે ખુબ જ ચોંકાવી નાખે તેવો હતો. રેહમ ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક અંગત કરાર કરવામાં આવ્યો છે.

જેમાં રેહમ ખાને જણાવ્યું હતું કે, “અમને શરૂઆતમાં જ શીખડાવવા આવ્યું હતું કે કાશ્મીર માત્ર પાકિસ્તાન જ બનશે, હું કહીશ કે કાશ્મીરને વહેંચી દેવામાં આવ્યું છે. રેહામે આગળ જણાવ્યું કે, પાંચમી ઓગસ્ટના રોજ ભારતના નિર્ણય બાદ મારી ટીમના સભ્યનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, મેડમ, તમે જે કહ્યું હતું એ સાચું સાબિત થઇ રહ્યું છે. તેના પર રેહમ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, પ્રાથના કરો કે આવું ન બને.”

Leave a Comment