હોસ્પિટલમાં બાળકી સાથે તેની ઢીંગલીને પણ કરવામાં આવ્યું પ્લાસ્ટર, કારણ જાણી ચોંકી જશો

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે નાના બાળકોનું જીવન કેટલું નિખાલસ હોય છે. તે આ દુનિયા બધા જ બંધનોથી મુક્ત એક અલગ લાઈફ વિતાવતા હોય છે. તો આજે એક એવી જ નિખાલસ બાળકીની વાત અમે તમને જણાવશું. જેને જાણ્યા બાદ તમે પણ કંઈક અલગ અનુભૂતિ કરશો. કેમ કે આ બાબત જ કંઈક એવી છે. મિત્રો આ આખી ઘટના એક હોસ્પિટલની છે. જેમાં એક બાળકીના ઈલાજ માટે ડોક્ટર દ્વારા જે રસ્તો કાઢવામાં આવે છે તેને જોઇને તમે પણ હેરાન રહી જશો. તો ચાલો જાણીએ શું બન્યું હતું.

મિત્રો આ ઘટના દિલ્લીમાં બની હતી. દિલ્લીની લોકનાયક હોસ્પિટલમાં એક વોર્ડમાં એક બાળકીને દાખલ કરવામાં આવી છે. જેના ફોટા આજે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. મિત્રો તે બાળકી માત્રને માત્ર 11 મહિનાની છે. પરંતુ ફોટામાં આપણને જોવા મળે છે કે તેના બંને પગ પર પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે અને તેના બંને પગને ઉપર હવામાં લટકાવી રાખવામાં આવ્યા છે. પરંતુ મિત્રો આ બાબત તો સામાન્ય થઇ કે ઈલાજ સમયે આવું બધું કરવું પડતું હોય છે. પરંતુ તે બાળકીની બાજુમાં એક ઢીંગલી પણ સુતી હોય છે. તેના પગ પણ બાળકીના પગની જેમ ઉપર હવામાં લટકેલા હતા અને તેના પગમાં પણ પ્લાસ્ટર લાગેલું હતું. 

પરંતુ મિત્રો એ વાત સામાન્ય છે કે આપણને એ વાતની હેરાની થાય કે બાળકીના પગમાં કોઈ તકલીફના કારણે પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. પરંતુ ઢીંગલીના પગમાં શા માટે પ્લાસ્ટર છે ? પરંતુ આ વાતને આખી જાણ્યા બાદ તમને પણ હેરાની થશે. તો ચાલો જાણીએ સાચી ઘટના શું છે. જે 11 મહિનાની બાળકી છે તેનું નામ છે જીક્રા મલિક. જીક્રા મલિક તેના ઘરે બેડ પર રમતા સમયે જમીન પર નીચે પડી જાય છે. જેના કારણે તેના પગમાં ખુબ જ ગંભીર ઈજા થાય છે. પરંતુ ડોકટરો દ્વારા બાળકીના પગ જોઇને તેને પ્લાસ્ટર લગાવવાનું નક્કી કર્યું. પરંતુ બાળકી ખુબ જ ગભરાય ગયેલી હતી. જેના કારણે ડોક્ટરને લાગ્યું કે બાળકીનો ઈલાજ કરવો ખુબ જ મુશ્કેલ છે.

પરંતુ ડોકટર દ્વારા વિચાર કરવામાં આવ્યો અને તેના પરિવારને સવાલ કરવામાં આવ્યા. તેમાં જીક્રાના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે જીક્રા આખો દિવસ તેની ઢીંગલી સાથે રમતી હોય છે. ત્યારે ડોક્ટર દ્વારા તરકીબ શોધી કાઢવામાં આવી કે બાળકીનો ઈલાજ થઇ જાય. ડોકટર દ્વારા તે માસુમ બાળકીને પ્લાસ્ટર લગાવતા પહેલા તેની ઢીંગલીના પગ પર પ્લાસ્ટર કરવામાં આવ્યું. પરંતુ ત્યાર બાદ બાળકીને પ્લાસ્ટર કરવામાં આવ્યું તો બાળકી દ્વારા કોઈ પણ તકલીફ દેવામાં ન આવી. બાળકીએ ખુબ જ આસાની સાથે પોતાને પ્લાસ્ટર લગાવવા દીધું.

પરંતુ હાલમાં તે બાળકીના બંને પગમાં પ્લાસ્ટર નજર આવે છે અને તેની બાજુમાં સુતેલી ઢીંગલીના પગમાં પણ પ્લાસ્ટર જોવા મળે છે. હોસ્પીટલમાં એક બેડ પર બંને એક સાથે સુતા જોવા મળે છે ફોટોમાં. પરંતુ જીક્રાનો ફોટો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આખી હોસ્પિટલમાં પણ આ બાળકી ખુબ જ ફેમસ બની ગઈ છે. તેને હોસ્પિટલમાં બધા જ લોકો ઢીંગલી વાળી બાળકીના નામથી ઓળખે છે. ડોકટરોનું જણાવવું છે કે આવતા ત્રણ અઠવાડિયામાં ઠીક થઇ જશે.

Leave a Comment