આપણે ત્યાં લોકો ભવિષ્ય વાણીમાં અને આગાહીમાં વિશ્વાસ કરતા જોવા મળે છે. તો આજે અને તમને કંઈક એવી વાત જણાવશું જે કે જેના વિશે ભૂતકાળમાં એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ આટલું જ નહિ તે સાચી પણ પડી છે. પરંતુ એવું પણ કહેવામાં આવી છે કે તેમણે કવિતાઓ દ્વારા આ બધી ભવિષ્યવાણીઓ કરી હતી. જે સાચી પડી હતી. આ ભવિષ્યવાણી ઘણા વર્ષો પહેલા કરવામાં આવી હતી. તે બધી જ ભવિષ્યવાણી આજે સાચી પડી રહી છે.
આ ભવિષ્યવાણી ફ્રેંચના નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવી હતી. જે બધી જ આજે ધીમે ધીમે સાચી પડવા લાગી છે. એવું માનવામાં આવે છે. નાસ્ત્રેદમસ 6 મી સદીમાં થઇ ગયા. નાસ્ત્રેદમસ દ્વારા આ બધી જ ભવિષ્યવાણી કવિતાઓના માધ્યમથી કહેવામાં આવી હતી. આ બધી ભવિષ્યવાણી લગભગ આજથી 450 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જેના અમુક સ્વરૂપ આપણે જોયેલા પણ હશે. તો ચાલો જાણીએ કે નાસ્ત્રેદમસ દ્વારા કંઈ ભવિષ્યવાણી કરવામાં આવી છે. અમેરિકામાં આવેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઓસામા બિન લાદેન વાત તેણે એક કવિતાના આધાર પર કહી હતી. જેમાં 9/11 માં થેયલા આંતકી હુમલા માટે એવું કહ્યું હતું કે, “ધરતીના કેન્દ્ર માંથી એક જ્વાળામુખી ફાટશે અને આંતકનો મહારાજા બનશે.” આ કવિતામાં મહારાજા ઓસામાબિન લાદેનને કહેવામાં આવો રહ્યો છે. તેના લઈને આ લાઈન કહેવામાં આવી છે.
નાસ્ત્રેદમસ દ્વારા પ્રિન્સેસ ડાયના વિશેની પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, “ઈશ્વરના દૂત તેને જિંદગી કરતા પહેલા તેની સાથે લઇ જશે.” જેમાં તેણે એવું કહ્યું હતું કે ઈશ્વરના દૂતો આવશે અને પ્રિન્સેસ ડાયનાને સમય પહેલા તેની સાથે લઇ જશે. અને તેવું જ બન્યું હતું.
ત્યાર બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, “એક મહાન વ્યક્તિ એક દિવસ કોઈ તોફાનનો શિકાર બનશે અને તે ખત્મ થઇ જશે.” તે વાત અમેરિકાના એક રાષ્ટ્રપતિ વિશે કહેવામાં આવી હતી. જેનું નામ હતું જ્હોન ઓફ કેનેડી, જેની હત્યા વિશે કહેવામાં આવ્યું હતું. જેની હત્યા વિશે 450 વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું. જાપાન પર જ્યારે અમેરિકાએ પરમાણું હુમલો કર્યો તેના વિશે પણ ભવિષ્યવાણી થઇ હતી. જેમ કહેવામાં આવ્યું હતું, “વિશ્વમાં એક મોટી સમસ્યા આવશે અને તેના કારણે માનવ જિંદગીઓનો એક ખુબ જ મોટો હિસ્સો નાશ પામશે.” જેમાં જાપાન સ્થિતિ આ પંક્તિના હિસાબે થઇ હતી. આજે પણ પરમાણું હુમલાની અસર જાપાનના લોકોમાં જોવા મળે છે.
મિત્રો હિટલરને તો લગભગ બધા જ ઓળખતા હશો. કેમ કે હિટલર પણ આ દુનિયાનું સૌથી ચર્ચિત નામ છે. કેમ કે તેના કારનામા વિશે લગભગ બધા જ જાણે છે. તેના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે, “પશ્વિમી યુરોપમાં એક બાળકનો જન્મ થશે અને તેના શબ્દોથી તે સેનાને પ્રભાવિત કરશે અને આખા વિશ્વ પર શાસન કરશે. તેમાં હિટલરનું સંબોધન કરવામાં આવ્યું છે.
ત્યાર બાદ નાસ્ત્રેદમસ દ્વારા બીજા વિશ્વ યુદ્ધમાં જે લોકોના મૃત્યુ થયા તેના વિશે પણ કહ્યું હતું. આ યુદ્ધને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી તે પણ સાચી હતી કેમ કે તેમાં અનેકો લોકોને મૃત્યુ થયા હતા. નેપોલિયન બોનાપાર્ટ એક ફ્રેંચ લશ્કરી વડો હતો અને ખુબ જ સારો શાસક હતો. જેની ખૂબીઓ આખી દુનિયામાં ખુબ જ ફેમસ છે. તેના વિશે પણ નાસ્ત્રેદમસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “એક મહાન વ્યક્તિ તેની લોકપ્રિયતા આખી દુનિયામાં ચારે તરફ ફેલાવશે.” જે એકદમ સાચી પડી હતી.
તો આના સિવાય પણ ઘણી એવી ઘટનાઓ આ દુનિયામાં બની ગઈ છે જે નાસ્ત્રેદમસ દ્વારા કહેવામાં આવી છે અને સાચી પણ પડી છે. જે ઘટનાઓની ચર્ચા આખી દુનિયાભરમાં થઇ હોય તેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે એકદમ સાચી પડી છે.