મિત્રો આપણી પાયાની જરૂરિયાત ખોરાક, કપડા અને મકાન હોય છે. આપણે આમ તો અનેક મહેનત કરીને ખોરાક અને કપડાં તો મેળવી જ લઈએ છીએ. પરંતુ આજના સમયમાં ઘરનું મકાન લેવું એ ખુબ જ મુશ્કેલ છે. ઘરનું ઘર લેવા માટે આપણે મહેનતથી પણ વધુ મહેનત કરવી પડતી હોય છે.
મિત્રો મોંઘવારીને ઘટાડવી એ તો આપણા હાથમાં નથી. પરંતુ જ્યોતિષશાસ્ત્રના અમુક એવા ઉપાય કરીને તમે તમારા ઘરનું ઘર લેવાના સપનાને સાકાર કરવા માટેના સરળ ઉપાય આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જો તમેં ઘરનું ઘર લેવા માંગતા હોવ તો તમારે આ 5 ઉપાય માંથી કોઈપણ એક ઉપાય કરવાથી ઘર લેવામાં સરળતા થાય છે.
અને જો તમે ભાડે રહો છો તેમજ પોતાનું ઘર ખરીદવા માંગો છો તો પૂર્ણ ધ્યાનથી આમાંથી કોઈ પણ એક ઉપાય અવશ્ય કરજો જેથી તમારા પોતાનું ઘર હોય તેવું સપનું સાકાર થઇ જાય.
(1) તેના માટે મિત્રો પહેલો ઉપાય એ છે કે સૌપ્રથમ સવારના સ્નાન કરીને ગણેશજીને લાલ ફૂલ અને એક ધરો ચડાવી અને સાથે જ 11 દિવસ સુધી ગણેશજીની પૂજા કરીને ઘરના ઘર બનાવવા માટેની પ્રાર્થના કરવાથી ઘરનું ઘર લેવા માટે આવતી અડચણો દૂર થાય છે.
(2) બીજો ઉપાય છે 5 મંગળવાર સુધી દરરોજ ગણેશજીના મંદિરમાં જઈ ઘઉં અને ગોળ અર્પિત કરવાથી તમારા ઘરનું ઘર સરળતાથી થઈ શકશે.
(3) મિત્રો પોતાનું ઘર લેવા માટેનો જે ત્રીજો ઉપાય છે તે ખુબ જ કારગર સાબિત થાય છે. એક નાનકડું એવું લીમડાના લાકડાથી એક ઘર બનાવો અને તેને સરસ રીતે સજાવી કોઈપણ મંદિરમાં જઈ તેને દાન કરી દો. તમારી સમસ્યા દૂર થઈ જશે અને ટૂંક સમયમાં જ તમે ઘરનું ઘર લઇ શકશો.
(4) ચોથો ઉપાય એ છે કે તમે તમારા ઘરમાં પૂજા કરતા હોવ ત્યાં અથવા તો ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે આવેલા ઇશાન ખૂણામાં એક કાચી માટીનું નાનકડું એવું ઘર લઈ ત્યાં મૂકી દો અને દર રવિવારે સરસવના તેલનો દીવો કરી સાથે કપૂર પણ સળગાવો અને એક ખાસ વાત જણાવી દઈએ કે આ ઘરને તમારે સજાવું પડશે.
(5) પાંચમો ઉપાય એ છે કે જે લોકોને પોતાનું ઘર ખરીદવાની કે બનાવવાની ઈચ્છા છે. પરંતુ એ માટે અનેક અડચણો કે મુશ્કેલીઓ આવી રહી છે તો આ ઉપાય રવિવારથી શરૂ કરી શકાય છે. આ ઉપાય માટે તમારે રોજ સવાર સવારમાં ગાયને ગોળ ખવડાવીથી તમારી સમસ્યાનું નિવારણ આવી જાય છે. અને આ ઉપાય શ્રદ્ધાથી કરવાથી ગાય માતાની કૃપા તમારા પર થાય છે.
તો મિત્રો જો તમે પણ ઘરનું ઘર લેવા માગતા હોવ તો તમે આમાંથી કોઈપણ ઉપાય કરી શકો છો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very Helpful