અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
દર વર્ષે વધે છે આ ચમત્કારિક શિવલિંગની લંબાઈ….
મિત્રો આજે અમે ખુબ જ મહત્વના ટોપિક પર વાત કરવા જઇ રહ્યા છીએ. મિત્રો આપણે જાણીએ જ છીએ કે મહાદેવના ઘણા બધા મંદિરો અને શિવલિંગો વિશ્વભરમાં આવેલા છે અને તેમાંથી ઘણા મંદિરો તો એવા છે કે જે પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે. તો આજે અમે તેમાંથી જ એક ચમત્કારિક શિવલિંગ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જેની ઘણા ઓછા લોકોને ખબર હોય છે.
દર વર્ષે આ શિવલિંગની લંબાઈ વધવાના ચમત્કારના કારણે આખા વિશ્વમાં પ્રચલિત છે. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 90 કિલોમીટર દુર એક ગરીયાબંદ જીલ્લો આવેલો છે. તે જીલ્લાના મુખ્યાલયથી લગભગ 3 કિલોમીટર દુર ગામ મરૌદાના જંગલો આવેલા છે. આ જંગલમાં એક પ્રાકૃતિક શિવલિંગ સ્થિત છે. જેનું નામ છે ભૂતેશ્વર મહાદેવ. સમગ્ર વિશ્વમાં તે દર વર્ષે પોતાની લંબાઈ વધવાના કારણે પ્રખ્યાત છે. અર્ધનારેશ્વર આ શિવલિંગને ભર્કુરા મહાદેવ પણ કહેવામાં આવે છે.
ભૂતેશ્વર મહાદેવના સ્થાનીય પંડિતો તેમજ મંદિરની સમિતિના સદસ્યોનું કહેવું છે કે દર વર્ષે મહા શિવરાત્રીના દિવસે આ શિવલિંગની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવે છે અને તેમનું એ પણ કહેવું છે કે દર વર્ષે આ શિવલિંગની એક ઇંચ જેટલી લંબાઈ વધે છે. ભૂતેશ્વર મહાદેવના નામથી ઓળખાતા આ શિવલિંગ વિશે કહેવાય છે એક સમયે અહીં મોટા જમીનદારો હાથી પર બેસીને આ શિવલિંગ પર અભિષેક કરતા હતા. આ બાબત પર છત્તીસગઢના ઇતિહાસવિદોનું પણ કહેવું છે કે ક્યારેક અહીં શિવલિંગ પર છૂરા ક્ષેત્રના જમીનદારો હાથી પર ચડીને અભિષેક કરતા હતા.
ભૂતેશ્વર મહાદેવના પૂજારી કેશવ સોમજીનું કહેવું છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં દુર દુરથી ભક્તો આવે છે અને ભૂતેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે. તેમજ મહાશિવરાત્રીના દિવસે તે પૂજારીઓ શિવલિંગની લંબાઈ માપે છે. ત્યાં 25 વર્ષથી ભૂતેશ્વર સંચાલન સમિતિ સાથે જોડાયેલ મનોહરલાલ દેવગાનનું કહેવું છે ભૂતેશ્વર મહાદેવ જ વિશ્વનું એક માત્ર શિવલિંગ છે જેની દર વર્ષે લંબાઈ વધે છે. તમને જણાવી દઈએ કે અહીં સેવા કાર્યોનું સંચાલન 17 ગામોની સમિતિ મળીને કરે છે.
ભૂતેશ્વર મહાદેવ શિવલિંગની લંબાઈનો અહેવાલમાં જે 1952 પ્રકાશિત થયેલ કલ્યાણ તીર્થકના પેજ નંબર 408 પર મળે છે. જેમાં તેની ઊંચાઈ 35 ફૂટ અને વ્યાસ 150 ફૂટ જણાવેલો છે. જ્યારે 1978 માં તેની ઊંચાઈ 40 ફૂટ થઇ ગઈ હતી. 1987 માં 55 ફૂટ થઇ ગઈ હતી. ત્યાર બાદ વર્ષ 1994માં થેડોલાઈટ મશીનથી ઊંચાઈ માપવામાં આવી તો તેની ઊંચાઈ 62 ફૂટ અને વ્યાસ 290 ફૂટ મળ્યો હતો. અને વર્તમાન સમયમાં આ શિવલિંગની ઊંચાઈ 80 ફૂટ જેટલી જણાવવામાં આવે છે.
અને આ જ ભૂતેશ્વર તેમજ ભર્કુરા મહાદેવના નામથી પ્રચલિત શિવલિંગ પર એક તિરાડ પણ જોવા મળે છે. જેના કારણે લોકો તે શિવલિંગને અર્ધનારીશ્વર સ્વરૂપ પણ માને છે. આજે શિવલિંગના પ્રાંગણમાં નાના નાના મંદિરો પણ બનાવી દેવામાં આવ્યા છે.
છત્તીસગઢના એક જંગલમાં સ્થિત આ પ્રાકૃતિક શિવલિંગ ભૂતેશ્વર મહાદેવના દર્શન તેમજ પૂજા અર્ચના કરવા માટે શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. બધા લોકો પોતાની મનોકામનાઓ લઈને અહીં ભૂતેશ્વર મહાદેવ પાસે પહોંચી જાય છે. તેમજ ઘણા લોકો તેનો ચમત્કાર જોવા દુર દુરથી અહીં આવે છે. પરંતુ મિત્રો વિસ્મયતા તો એ છે કે તે લંબાઈ શા માટે વધે છે તેનું કારણ આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા માટે તેને એક ચમત્કારિક શિવલિંગ માનવામાં આવે છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી