ઉદ્યોગ માટે બેંકમાંથી મળી જશે 10 લાખ સુધીના રૂપિયા આસાનીથી…. નહિ માંગે તમારી પાસે કોઈ ગેરેંટી…

ઉદ્યોગ માટે બેંકમાંથી મળી જશે 10 લાખ સુધીના રૂપિયા આસાનીથી…. નહિ માંગે તમારી પાસે કોઈ ગેરેંટી…

મિત્રો આજે ભારતમાં ઘણા લોકો એવા છે જે પોતાનો નાનો એવો ઉદ્યોગ કરવા માંગે છે. પરંતુ તેમની પાસે પુરતું રોકાણ ન હોવાના કારણે તેઓ ઉદ્યોગ કરવાનું સાહસ નથી કરી શકતા અથવા તો પોતે ઉદ્યોગ ખોલે છે તો પુરતી મૂડી ન હોવાને કારણે તેને વિકસાવી નથી શકતા. વ્યક્તિ ઉદ્યોગ કરવાનું સાહસ પણ કરે તો તે બેંકમાંથી લોન લેતો હોય છે. પરંતુ તેમાં બેંકની ઘણી બધી ઔપચારીક્તાઓને પૂર્ણ કરવી પડે છે. જેનાથી કંટાળીને વ્યક્તિ પોતાના ઉદ્યોગ માટે લોન લેવાનું મોટાભાગે ટાળે છે.પરંતુ પ્રધાનમંત્રી યોજનાઓ અંતર્ગત નરેન્દ્ર મોદી સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના નામની એક યોજના બહાર પાડી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે કે પોતાના ઉદ્યોગના ખર્ચાઓ માટે સરળતાથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે. આ યોજના કેન્દ્ર સરકારે નાના અને લઘુ ઉદ્યોગોને સ્થાપિત કરવા માટે શરૂ કરી છે. આ યોજના એપ્રિલ 2015 થી શરૂ થઇ ચુકી છે. પરંતુ ઘણા લોકો હજુ પણ આ યોજનાથી અજાણ છે અને તેનો લાભ નથી લઇ શકતા. માટે આ લેખને વાંચો અને તમે પણ પોતાનો બીઝનેસ શરૂ કરી શકો છો.

પરંતુ આજે અમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશેની સંપૂર્ણ માહિતી જણાવશું. જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. કેન્દ્ર સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સ્વરોજગાર માટે સરળતાથી લોન સુવિધા આપવી અને નાના ઉદ્યોગોની મદદથી અન્ય લોકો માટે રોજગારી ઉભી કરવી. જેના કારણે દેશની આર્થિક સ્થિતિ અને ગરીબી દુર થાય.જો તમારું પણ પોતાનો ઉદ્યોગ ખોલવાનું સપનું છે, પરંતુ તેના માટે મૂડી નથી તો તમે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મદદથી મૂડી એકઠી કરીને તમારું સપનું સાકાર કરી શકો છો. મિત્રો પહેલા નાના ઉદ્યોગ માટે બેંકમાંથી લોન લેવી હોય તો તેના ઘણા નિયમોને અનુસરવા પડતા હતા.  ઘણી લાંબી પ્રક્રિયા થતી તેમજ કોઈ ગેરેંટી પણ આપવી પડતી હતી કે અમે આ લોનની ભરપાઈ કરવા માટે સક્ષમ છીએ. તેથી ઘણા લોકો ઉદ્યોગ તો ખોલવા માંગતા હતા, પરંતુ બેંક પાસેથી લોન લેવા માટે કતરાતા હતા. કેમ કે બેંકના નિયમો ખુબ જ કડક હતા.

પરંતુ આ યોજના અંતર્ગત તમે કોઈ પણ ગેરેંટી વગર લોન મેળવી શકો છો. આ ઉપરાંત આ લોન કરાવવા માટે તમારે કોઈ પણ જાતનો પ્રોસેસિંગ ચાર્જ પણ નથી ચૂકવવો પડતો. મુદ્રા યોજનામાં લોન ચુકવવાની સમય મર્યાદા 5 વર્ષ સુધી વધારી પણ શકાય છે. આ લોન લેનાર વ્યક્તિને એક મુદ્રા કાર્ડ મળે છે. જેની મદદથી તે કારોબારના જરૂરી ખર્ચાઓને પહોંચી વળે છે.કોઈ પણ વ્યક્તિ જે પોતાનો વ્યવસાયને શરૂ કરવા માંગતો હોય, તે આ યોજના હેઠળ લોન લઇ શકે છે. આ ઉપરાંત જો તમે તમારા કારોબારને વિકસાવવા માંગતા હોવ તો તેના માટે મુદ્રા યોજનાની મદદથી લોન લઇ શકો છો. અહીં તમે વધુમાં વધુ 10 લાખ સુધીની લોન માટે આવેદન કરી શકો છો. આ યોજનામાં તમે ત્રણ પ્રકારની લોન મેળવી શકો છો. જેમાં શિશુ લોન અંતર્ગત 50000 રૂપિયા સુધીની લોન લઇ શકો છો. કિશોર લોન અંતર્ગત 50000 થી 5 લાખ સુધીની લોન મળી શકે છે અને તરુણ લોન અંતર્ગત 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. આ રીતે તમે 10 લાખ સુધીની લોન લઇ શકો છો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લેવા માટે તમારે સરકારી કે અન્ય બેંકોની શાખામાં આવેદન કરવાનું રહેશે. જો તમે કારોબાર શરૂ કરવા જઈ રહ્યા છો તો તમારે મકાન માલિક હોવાનો હકના અથવા ભાડાના દસ્તાવેજી પુરાવા, આધાર કાર્ડ, પાન નંબર વગેરે તેમજ કામ સંબંધિત પુરાવા અને દસ્તાવેજો આપવાના રહેશે.બેંકના બ્રાંચ મેનેજર તમારી પાસે કામકાજની જાણકારી પણ માંગી શકે છે અને તેના આધારે તમારી પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન મંજુર કરે છે. આ ઉપરાંત તમારે આ લોન મેળવવા માટે તમારી કામકાજની પ્રકૃતિ પ્રમાણે કારોબારનો પ્રોજેકટ રીપોર્ટ પણ બ્રાંચ મેનેજરને આપવો પડી શકે છે.

આ યોજનામાં લોનનું વ્યાજ નિશ્ચિત નથી હોતું. અલગ અલગ બેંકોએ મુદ્રા લોન માટે અલગ અલગ વ્યાજ દર નક્કી કરેલો છે. તમને જણાવી દઈએ કે બેંકો લોન લેનાર વ્યક્તિના કારોબારની પ્રકૃતિ અને તેનાથી જોડાયેલ જોખમોના આધારે વ્યાજ વસુલે છે. પરંતુ સામાન્ય રીતે ઓછામાં ઓછા વ્યાજનો દર 12 % હોય છે.આ ઉપરાંત આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે આ લોન લેનાર ચાર લોકોમાંથી ત્રણ મહિલાઓ છે. આ યોજનાનું પૂરું નામ માઈક્રો યુનિટ ડેવલોપમેન્ટ રીફાઈનાન્સ એજન્સી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે બનાવેલી એક ઓફિસિયલ વેબ્સાઈટ મુજબ 23 માર્ચ 2018 સુધી મુદ્રા યોજના અંતર્ગત 228144 કરોડના રૂપિયાની લોન મંજુર કરી છે.

આ યોજના વિશેની વિશેષ માહિતી મેળવવા માટે તમે https://www.mudra.org.in/ વેબસાઈટની મુલાકાત લઇ શકો છો અને કોઈ પણ બેંકમાં જઈને પણ તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો પોતાના સપનાઓને સાકાર કરવા માટે આજે જ લોન લો અને પોતાનો એક નાનો ઉદ્યોગ શરૂ કરી દો.

1 thought on “ઉદ્યોગ માટે બેંકમાંથી મળી જશે 10 લાખ સુધીના રૂપિયા આસાનીથી…. નહિ માંગે તમારી પાસે કોઈ ગેરેંટી…”

Leave a Comment