મિત્રો આ 10 કલાકારોએ અપનાવ્યો છે ઇસ્લામ ધર્મને….. જાણો ધર્મેન્દ્ર અને હેમાએ કેમ અપનાવ્યો મુસ્લિમ ધર્મ?
મિત્રો આજે અમે 10 એવા સેલેબ્રીટીની વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના પ્રેમ માટે ઇસ્લામ ધર્મને કબુલ કર્યો હતો. આમાંથી ઘણા કલાકારોને તમે ખુબ જ સારી રીતે ઓળખો છો અને જેને નથી પણ ઓળખતા તેને ઇસ્લામ ધર્મ શા માટે અપનાવ્યો તે જાણીને તમને નવાઈ લાગશે. તો ચાલો જાણીએ તે 10 કલાકારો કે જેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો.
બોલીવુડની મશહુર જોડી ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ પણ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. કારણ કે ધર્મેન્દ્ર પહેલાથી જ પરણિત હતા અને તેમની પહેલી પત્નીનું નામ હતું પ્રકાશ. પરંતુ ધર્મેન્દ્ર શોલે ફિલ્મના શુટિંગ દરમિયાન હેમા માલિની સાથે પ્રેમ કરી બેઠા. હવે હિંદુ ધર્મ અનુસાર તેઓ એક પત્ની હોય તો બીજા લગ્ન નથી કરી શકતા. તેથી ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો અને બંનેએ લગ્ન કરી લીધા. આમતો ધર્મેન્દ્ર બધાના ફેવરીટ હીરો છે પણ તેણે બીજા લગ્ન કરવા માટે પંજાબી જાટ ફેમિલીમાંથી મુસ્લિમ બની ગયા. આ તેનું કાળું સત્ય છે.. ધર્મેન્દ્રના આ પગલા વિશે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ જરૂર કરજો.
મિત્રો વર્ષ 2008 માં વિશ્વભરમાં એક ખબરે રેકોર્ડ તોડ કમાઈ કરી હતી. જ્યારે માઈકલ જેક્શન જેવી વ્યક્તિએ ઇસ્લામ ધર્મને કબુલ્યો હતો. એ જ માઈકલ જેક્શન જેની દુનિયા આજે પણ દીવાની છે. આ ઉપરાંત ખબર અનુસાર એવી વાત પણ ખુબ ચર્ચામાં રહી હતી કે તેમણે ઇસ્લામ ધર્મ કબુલ્યા બાદ પોતાનું નામ માઈકલમાંથી મીકાઈલ કરી નાખ્યું હતું.શીખ-મુસ્લિમ પરિવારમાં જન્મેલ અમૃતા સિંઘ પોતાના સમયની એક ખુબ જ પ્રખ્યાત અને ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રી રહી ચુકી છે. પરંતુ તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માટે તેમણે પણ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ લગ્નના 13 વર્ષ બાદ વર્ષ 2004 માં બંને વચ્ચે તલાક થઇ ગયો. પરંતુ તમને જણાવી દઈએ કે સૈફની વર્તમાન પત્ની કરીના કપૂરે ઇસ્લામ ધર્મ નથી અપનાવ્યો.
માઈ ટાઈશન એક અમેરિકન બોક્સર છે. જેના પર રેપના આરોપ પણ લાગ્યા હતા અને તે જેલમાં પણ ગયો હતો. તે દરમિયાન તેની જિંદગીમાં કંઈક એવું બન્યું કે તેણે ઇસ્લામ ધર્મને અપનાવી લીધો.
માર્ચ 2009 માં અભિનેત્રી આયશા ટાકિયાએ પોતાના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. ઘણા મીડિયા રીપોર્ટમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે આયશા એક હિંદુ પિતા અને એન્ગલો ઇન્ડિયન માતાની પુત્રી છે. જેણે ફરહાન સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. જો કે એ વાત અલગ છે કે તેણે આ વાતનો ખુલાસો કે સ્વીકાર નથી કર્યો.
ઓલમ્પિક મેડલ વીજેતા મોહમ્મદ અલી બોક્સિંગના કિંગ હતા. તમને જણાવી દઈએ કે મોહમ્મદ એક ઈસાઈ પરિવારમાં જન્મ્યા હતા અને તેમનું સાચું નામ હતું cassius Marcellus clay હતું. માત્ર 20 વર્ષની ઉંમરમાં મોહમ્મદ આફ્રિકા અને અમેરિકન માનવ સંસાધન કાર્યક્રમ સાથે જોડાયેલા હતા. જેમાં તેઓ આફ્રિકા અને અમેરિકાના લોકોની સ્થિતિ સુધારવા માટે ધાર્મિક અંદોલન ચલાવી રહ્યા હતા. એ આંદોલન હતું નેશનલ ઓફ ઇસ્લામ. ત્યાર બાદ તેનાથી પ્રેરિત થઇને તેઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને સુફી વિચારધારાઓ સાથે જોડાયા.
મિત્રો એ.આર.રહેમાનને તો લગભગ બધા લોકો જાણતા હશે. તેમની કહાની કંઈક એવી છે કે તે એક હિંદુ પરિવારમાં જન્મ્યા હતા અને તેમનું નામ પહેલા દિલીપ કુમાર હતું. પરંતુ તેમની માતા એક સુફી વિચારધારા ધરાવતા હતા અને લગ્ન પહેલા તે એક મુસ્લિમ હતી. સામાન્ય રીતે રહેમાન હિંદુ ધર્મ અનુસાર મોટા થયા પરંતુ ત્યાર બાદ તેમણે ઇસ્લામ ધર્મ કબુલ કર્યો હતો.
હીપ હોપ રેપર સ્નોપ ડોપે પણ નેશનલ ઓફ ઇસ્લામના આંદોલનથી પ્રેરિત થઈને ઇસ્લામ સાથે જોડાયા હતા અને ઇસ્લામ કબુલ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ શાંતિ અને માનવતા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ ત્રણ વર્ષ પછી ફરી તેમણે ધર્મ પરિવર્તન કરી લીધું હતું.
હિન્દી સિનેમાની એક સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોર કે જે પોતાના સમયની એક મશહુર અભિનેત્રી રહી ચુકી છે. તેનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો પરંતુ ક્રિકેટર મન્સુર અલી પટૌડી સાથે પ્રેમ વિવાહ કર્યા બાદ તેણે ઇસ્લામ ધર્મનનો સ્વીકાર કર્યો હતો. જેનો પુત્ર છે સૈફ અલી ખાન.
હાલમાં જ જેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો તે છે વિશ્વના પ્રખ્યાત સિંગર અને ડાન્સર માઈકલ જેક્શનની બહેન જેનેટ જેક્શન છે. જેનેટ માઈકલ જેક્શનની નાની બહેન છે. તેણે વિસ્મ અલમના સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને આજે જેનેટ ગર્ભવતી પણ છે.
તો મિત્રો તમારું શું કહેવું છે આ લોકો વિશે કોમેન્ટ કરો અને જણાવો.