આ ત્રણ કામ પછી તરત જ સ્નાન કરી લેવું જોઈએ….. નહિ તમારા થશે આવું સાબિત
મિત્રો ચાણક્ય લગભગ ઈતિહાસનું એક એવું નામ છે જેને હજારો વર્ષો સુધી યાદ કરવામાં આવશે. કેમ કે તેમના કૌશલના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. ચાણક્ય આપણા ઈતિહાસમાં મહાજ્ઞાની પુરુષ તરીકે ઓળખાય છે. ચાણક્યએ પોતાની નીતિના કારણે ખુબ જ પ્રખ્યાત હતા. તેમણે મનુષ્યના જીવન પર કહેલી દરેક વાતો આજે સત્ય સાબિત થાય છે. પરંતુ તેમની સલાહ પ્રમાણે જો ચાલવામાં આવે તો પણ તેના ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આજે અમે તમને તેમની ત્રણ એવી જ સલાહથી વાકેફ કરાવશું. જેનું પાલન કરવામાં આવે તો ખુબ જ આનંદ મળે છે. ચાણક્યએ પોતાની નીતિમાં એવું જણાવ્યું છે કે અમુક કાર્ય કરીને તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તો આવું કરવા પાછળ તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે અને ધાર્મિક કારણ પણ છે.
પરંતુ બંનેનો સરવાળો કરીએ તો એકબીજા સાથે સંકળાયેલા છે. ચાણક્યએ એ કામો કાર્ય બાદ તરત જ સ્નાન કરી લેવા જણાવ્યું છે. જો તેવું કરવામાં આવે તો મનુષ્ય જીવને સારી અસર થાય છે. આ સલાહ મનુષ્યને ખરેખર ખુબ જ ઉપયોગી થાય છે. તો ચાલો જાણીએ કે ચાણક્યએ ક્યાં કાર્યો બાદ તરત જ સ્નાન કરી લેવા કહ્યું છે.. અને સ્ત્રીઓ માટે પણ ખાસ સૂચન કર્યા છે. ચાણક્યએ કહ્યું છે કે હંમેશા તેલ માલીશ કરીને તરત જ સ્નાન કરી લેવું જોઈએ. આમ જોઈએ તો તેલ માલીશ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આપણા આંતરિક શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. ત્વચાને કોમળતા મળે છે, પરંતુ ચાણક્યનું માનવું એવું છે કે તેલ માલીશ કરવાથી આપણું શરીર અપવિત્ર બની જાય છે.
કેમ કે તેલ માલીશ કરવાથી આપણા અંગો કામ માટે સક્રિય પણ બની ગયા હોય છે. જેના કારણે આપણું શરીર અને મન બંનેને સ્નાન દ્વારા શુદ્ધ કરવા પડે છે. એટલા માટે ચાણક્યએ તેલ માલીશ બાદ સ્નાન કરવાની સલાહ આપી છે. માટે ગમે ત્યારે તમે તેલની માલીશ કરો ત્યાર બાદ તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તેમજ સ્ત્રી તેમજ પુરુષે સમાગમ કર્યા બાદ પણ સ્નાન કરી લેવું જોઈએ. બીજું કાર્ય છે મુસાફરી. મિત્રો ચાણક્યનું કહેવું છે કે હંમેશા મુસાફરી કરીને જ્યારે પણ ઘરે આવો ત્યારે સૌથી પહેલા સ્નાન કરવું ખુબ જ આવશ્યક હોય છે. કોઈ પણ મુસાફરીને આવો એટલે અચૂક સ્નાન કરવું જોઈએ. કેમ કે ઘણી વાર આપણે એવી જગ્યાઓ પરથી નીકળતા હોઈએ અથવા ત્યાં ગયા હોઈએ તો આપણી સાથે નકરાત્મક ઉર્જા પણ સાથે આવતી હોય છે. જે આપણા ઘરમાં પણ આપણી સાથે દાખલ થઇ જતી હોય છે. પરંતુ જો આવીને સ્નાન કરી લેવામાં આવે તો તે નકારાત્મક નથી રહેતી.
બીજું કારણ એ છે કે જ્યારે પણ આપણે મુસાફરી કરી હોય ત્યાર બાદ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે આપણા શરીરમાં બહારની ધૂળના કારણે અનેકો બેક્ટેરિયા ચોંટી જાય છે. જો ઘરે આવીને તરત જ સ્નાન કરવામાં અન આવે તો બેક્ટેરિયા આપણા શરીરમાં જામી જાય છે. જેના કારણે ચામડીને નુકશાન થાય છે અને બીજા પણ અનેક રોગો થવાની સંભાવનાઓ રહે છે. ત્રીજું કાર્ય છે મૃત્યુના અવસર પર જાવ કોઈ જગ્યાએ તો ત્યાંથી આવીને પણ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે સ્મશાનમાં જો ગયા હોવ તો ત્યાં ઘણી વાર પ્રેતાત્માઓ અથવા તો નકારાત્મક શક્તિઓ તમારા તરફ આકર્ષણ પામી હોય છે. જે ઘણી વાર આપણા શરીરમાં પ્રવેશી પણ જાય છે અને આપણી અંદર નેગેટીવ એનર્જીને ઉભી કરે છે અને તેનાથી આપણું માનસિક સંતુલન પણ બગડી શકે છે. એટલા માટે જ્યારે પણ મૃત્યુના અવસર પર સ્મશાનમાં જાવ તો આવીને તરત જ ઘરે સ્નાન કરી લેવું જોઈએ.
એવું પણ એક કારણ છે કે સ્મશાનમાં ધુમાડાના કારણે પણ આપણી ત્વચા પર કીટાણું લાગી જાય છે. તે ધુમાડાના કીટાણું આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. તેની અસર આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક હોય છે. માટે ચાણક્યનું કહેવું છે કે જ્યારે પણ કોઈના મૃત્યુના પ્રસંગમાં ગયા હોવ ત્યારે ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ. આ ત્રણ કાર્યો કાર્ય બાદ અવશ્ય સ્નાન કરવું જ જોઈએ. કેમ કે આ કારણો બંને તરફ આંગળી ચીંધે છે, કે વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને રીતે આ કાર્યો કર્યા બાદ સ્નાન કરવું આવશ્યક છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ કામો સિવાય પણ એવા કામ છે જેના પછી તરત જ સ્નાન કરવું જોઈએ. તો તે કોમેન્ટ કરીને અમને ખાસ જણાવો.
Smasan mon agnidah thayabad jo nadi ke talav hoy to tyoj snan kari pavitra thavu joie ane nahoy to gharmo pravesh ta pahela snan kari dhup batti vagere no dhumado lai pavitra thaya badaj ghar mo jau joie ane Adivasi samaj aa rivaj bakhubi nibhave chhe.Aa sivay pan jyare Besana mon athava barma ke terma na rivaj mon pan jai avya na tartaj, Ghar mo jata pahela snan karvu joie.Baki samagam ke musafari kari avya bad pan snan karvuj joie.
Yes that’s right