મિત્રો બધા લોકોનો વર્ષમાં એક દિવસ એવો હોય છે જે દિવસે તેનો જન્મ થયો હોય. એટલે કે વર્ષમાં એક વાર બધા જન્મદિવસ આવે છે. આપણો જન્મદિવસ આપણા પરિવારજનો તેમજ મિત્રો માટે ખાસ હોય છે. પરંતુ મિત્રો આપણા ચહિતા અને સૌથી લોકપ્રિય નેતા અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે અને આ વર્ષે તેઓ 69 વર્ષના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતીય જનતા પાર્ટી દેશભરમાં એક અઠવાડિયા સુધી ઉજવશે. તેના માટે તેમના નીર્વાચીન ક્ષેત્રમાં વારાણસીમાં તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. પોતાના સાંસદના જન્મ દિવસ માટે કાશી સજવા લાગ્યું છે.
આ વખતે પણ પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જ જન્મ દિવસ ઉજવવાની ચર્ચા કરી છે. પરંતુ આ વાતને લઈને કોઈ જાણકારી ન તો પ્રશાસનિકને મળી છે, ન તો પાર્ટીના સંગઠનને મળી. જો કે સંગઠન સાથે જ પ્રશાસિક સ્તર પર પણ સેવા સપ્તાહના આયોજનની તૈયારીઓને લઈને બેઠકોનો સિલસિલો શરૂ થઇ ગયો છે. ઉત્તરપ્રદેશ સરકારે બે-બે મંત્રી, ડોક્ટર નીલકંઠ તિવારી અને રાજ્યમંત્રી રવિન્દર જયસ્વાલે પ્રશાસનિક અધિકારીઓ સાથે શુક્રવારે બેઠક યોજી હતી. સર્કિટ હાઉસ સભાગારમાં બેઠક કરીને અધિકારીઓને જનતાને મૌકા પર જ યોજનાઓનો લાભ પહોંચાડવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
હાલમાં સંગઠન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની તૈયારીમાં મશગુલ થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટી કાશી ક્ષેત્રના અધ્યક્ષ ડોક્ટર મહેશચંદ્ર શ્રીવાસ્તવે Aajtak.in સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાશી આવવાની જાણકારીના સંબંધમાં કોઈ પણ જાણકારી સંગઠન તરફથી મળી નથી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે સાંગઠીક સ્તરથી વિવિધ આયોજન કરવામાં આવશે. ભાજપાના કાશી ક્ષેત્ર અધ્યક્ષે જણાવ્યું કે, તૈયારીઓ ને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર ઘાટ પર દીપ દાન જેવું આયોજન હશે. આ સાથે જ તે દિવસે રક્તદાનનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે. તેના માટે સીએમઓ એ વિભિન્ન સામાજિક સંગઠનો સાથે છેલ્લા દિવસોમાં બેઠક યોજીને બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી.
આ સાથે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ પોતાનો જન્મદિવસ પોતાના સાંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉજવી શકે છે. એવા અનુમાનો લગાવાય રહ્યા છે કે નરેન્દ્ર મોદી દીવ્યાંગો વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવશે. પ્રશાસનને ભલે અધિકારીક રૂપે કોઈ જાણકારી ન મળી હોય, પરંતુ પ્રશાસન તેને દ્રષ્ટિગત રાખીને નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીની તૈયારીમાં લાગી ગયું છે. તો આ વખતનો નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ખુબ જ ખાસ અને અદ્દભુત થશે તેવી સુત્રોના આધારે જાણકારી મળી રહી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google