મિત્રો આજે અમે એક એવા પ્રયોગ વિશે જણાવશું કે જેને કરવાથી તમારું નસીબ ખૂલી જશે. માત્ર શનિદેવને આ 5 વસ્તુઓ ચડાવો અને પોતાનું નસીબ ચમકાવો અને શનિદેવને આ વસ્તુઓ અર્પણ કરવાથી અનેક સમસ્યાઓ જેવી કે આર્થિક, શનિની સાડા સાતી, સ્વાસ્થય સમસ્યા વગેરે દૂર થાય છે. જો કોઈને કોઈ પણ કારણથી આર્થિક સમસ્યા રહેતી હોય, તો તેના ઉત્તમ નિવારણ માટે અડદની દાળ અને કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે કે જે કોઈને શનિદેવની વિપરીત દ્રષ્ટિ પડી અને તેમનો સમય અતિશય ખરાબ ચાલી રહ્યો હોય, તો તેમણે પોતના દૂ:ખને સમાપ્ત કરવા માટે લોખંડની વીંટી પહેરવી જોઈએ.
લોખંડની વીંટી: આ વીંટી પણ વિશેષ પ્રકારની હોય છે. આ વીંટી ઘોડાની નળી અથવા નૌકાની ખીલીથી બનેલી હોય છે. જે તમને વધુ ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત આ રીંગને પકડવા માટે બનાવેલી રીંગ અગ્નિમાં પણ ગરમ થતી નથી. આર્યનની વીંટી: આર્યન વીંટીનું પણ ઘણું મહત્વ છે શનિવારે તેને સરસવના તેલમાં થોડો સમય માટે રાખી મૂકો, ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો અને જમણા હાથની મધ્ય આંગળી પર મુકો. આના કારણે જો તમને શનિને લીધે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા થતી હોય અથવા અકસ્માત થયો હોય, તો આ વીંટી પહેરવાથી તેમાં રાહત મળશે.
તો ચાલો હવે આપણે જાણીએ કે શનિદેવને અતિ પ્રિય એવી 5 વસ્તુઓ વિશે. જે તમારા નસીબને ખોલી દેશે. શું તમે પણ આ 5 વસ્તુઓ વિશે જાણવા માંગો છો તો અંત સુધી આર્ટીકલ અવશ્ય વાંચો.
સરસવનું તેલ: મિત્રો શનિદેવને સરસવનું તેલ ખુબ જ પ્રિય છે. આ માટે સરસવના તેલનું દાન કરવાથી અથવા તેનો ઉપયોગ કરવાથી ખુબ જ સારું અને અનુકૂળ પરિણામ મળે છે. આ સિવાય શનિના વિઘ્નને કારણે તમારું કોઈ કામ અટકી રહ્યું હોય અને તમને જીવનમાં કોઈપણ સફળતા નથી મળી રહી. તો સરસવના તેલનો ઉપયોગ કરવો ખુબ જ લાભદાયી રહે છે. આથી શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે દર શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લેવું અને પછી તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો. ત્યાર બાદ તમારા ચહેરાને તેલમાં જોઈને, કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવું અથવા તો તેને પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવું. આ સિવાય શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જે ખુબ જ શુભ પરિણામ આપે છે.
કાળા અડદ અને કાળા તલ: જો શનિની વિપરીત દ્રષ્ટિને કારણે પૈસાની કોઈ તકલીફ પડતી હોય તો કાળા અડદની દાળ અથવા તો કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. શનિવારની સાંજે કોઈ ગરીબ વ્યક્તિને સવા કિલો કાળી અડદની દાળ અથવા તો કાળા તલનું દાન કરવું જોઈએ. આ પ્રયોગ ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરવો એટલે કે પાંચ શનિવાર સુધી આ રીતે દાન કરવું. આ પ્રકારનું દાન કરવાથી તમારી તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થશે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી કે તમે જે શનિવારે આ દાન કરો છો તે વસ્તુ શનિવારે ન ખાવી. એટલે કે કાળી અડદની દાળ અથવા કાળા તલ ખાવા નહીં.
લોખંડના વાસણો જેવા કે તવી, કડાઈ કે ચીપીયો: શનિદેવની શાંતિ માટે કરવામાં આવતા તમામ પ્રકારના દાન જો લોખંડના વાસણો રાંધવામાં આવે તો તેનું ફળ જલ્દી મળે છે. તેમજ તેનું જ વધુ મહત્વ છે. જો તમારા પર શનિદેવની ખરાબ દ્રષ્ટિ છે અને તેના કારણે તમારો અકસ્માત થાય છે, તો રાંધવા માટે લોખંડના વાસણોનું દાન કરવું. આમ શનિવારે સાંજે જો કોઈ ગરીબ વ્યક્તિને તપેલું, કડાઇ અથવા લોખંડના વાસણોનું દાન કરવાથી અકસ્માત સ્થગિત થઈ જાય છે.કાળા કપડાં અને કાળા પગરખાં: જો કોઈને વારંવાર સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા રહેતી હોય અને કોઈ રોગમાંથી મુક્તિ નથી મળતી તો પહેરવા માટે કાળી વસ્તુઓનું દાન કરવું. આ માટે શનિવારે સાંજે કોઈ ગરીબ વ્યક્તિને કાળા કપડાંનું અને કાળા પગરખાંનું દાન કરવું જોઈએ. આમ દાન કર્યા પછી તે ગરીબ વ્યક્તિ પાસેથી આશીર્વાદ પણ લો. જેથી કરીને તમારું સ્વાસ્થ્ય ધીરે ધીરે સારું થવા લાગે છે.
ઘોડા: શનિદેવને અશ્વ એટલે કે ઘોડા ખુબ પ્રિય છે. આથી શનીદેવ માટે અશ્વનું વિશેષ મહત્વ છે. પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખો કે શનિદેવ માટે એ જ નાળનો ઉપયોગ કરો છો તે પહેલાથી ઘોડાના પગમાં નાળ હોય. નવી ખરીદેલી ન વપરાયેલી નાળ કોઈ પણ પ્રકારની અસર ઉત્પન્ન કરતી નથી. આથી શુક્રવારે ઘોડાની નાળ લાવો અને પછી તેને સરસવના તેલથી ધોઈને સાફ કરી નાખો. શનિવારે સાંજ સમયે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર “યુ” આકારમાં આ નાળને મૂકો. આમ કરવાથી શનિદેવ ઘરના બધા લોકોથી ખુશ થશે, અને ઘરમાં કોઈ વિસંગતતા રહેશે નહીં.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google