મિત્રો સિન્ડ્રેલાની સ્ટોરી તો તમે સાંભળી જ હશે કે જે પહેલા એવી રીતે રહેતી હતી કે જ્યાં તેની કોઈ વેલ્યુ ન હતી, તેની કોઈ સુંદરતા ન હતી, તેની પાસે પહેરવા માટે સારા યોગ્ય કપડા પણ ન હતા અને પગમાં પહેરવા ચપ્પલ પણ ન હતા અને તે જીવન જીવવા માટે ખુબ જ મહેનત કરતી.
પરંતુ અંતે તે એક રાણી નીકળી અને તેની કિસ્મત કંઈક એવી બદલાઈ ગઈ કે સિન્ડ્રેલા જેવી જિંદગી દરેક વ્યક્તિનું સપનું બની ગયુ.આ તો માત્ર સિન્ડ્રેલાની એક કહાની હતી પરંતુ આજે અમે તમને રીઅલ સિન્ડ્રેલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ મતલબ કે આજે અમે તમને એક એવી સ્ત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે એક કામવાળી સ્ત્રીમાંથી એક સફળ મોડલ બની ગઈ. જેની વાત સાંભળીને તમને પણ એવું થશે કે દુનિયામાં ક્યારે શું થાય તેનું કંઈ જ નક્કી નથી હોતુ. તો ચાલો જાણીએ તે મોડલ વિશે.મિત્રો એક કમલા નામની સ્ત્રી હતી તે પૈસા કમાવવા માટે દિવસ રાત ખુબ જ મહેનત કરતી હતી. તે મોટા પૈસાદાર લોકોના ઘરમાં કચરા પોતા લગાવવા વગેરે જેવા કામ કરતી હતી એટલે કે તે એક કામવાળી બાઈ હતી અને ખુબ જ સાધારણ લુક તેમજ સાધારણ જિંદગી સાથે તેની સાડી પહેરીને પારકા ઘરના કામ કરતી હતી.પરંતુ મિત્રો કમલાને પણ ખબર ન હતી કે તેના પર એક એવી વ્યક્તિની નજર પડી જશે કે જે તેની જિંદગી બદલી નાખશે. મિત્રો વાત એમ હતી કે કમલા જ્યાં કામ કરતી હતી ત્યાં તેની પાડોશી હતી મનદીપ નેગી. મનદીપ નેગી એક ફેશન ડીઝાઈનર છે અને એક ચર્ચિત નામ પણ છે.મનદીપ પોતાના શો માટે એક મોડલ શોધી રહી હતી. સામાન્ય રીતે તો ડીઝાઇનર એકદમ હોટ અને ગ્લેમેરસ દેખાતા વ્યક્તિને પોતાના મોડલ તરીકે પસંદ કરે છે. પરંતુ મનદીપ કંઈક અલગ જ વિચારતી હતી. મનદીપ એવું ઇચ્છતી હતી કે તે પોતાની મોડલ એક સાધારણ ચહેરાને બનાવે જેને તે દુનિયાની સામે લાવી શકે અને દુનિયાને બતાવી શકે કે દરેક વ્યક્તિ સુંદર હોય છે માત્ર મન ખુશ હોવું જોઈએ.મિત્રો કમલાને જોઇને જ તેને ખબર પડી ગઈ કે હું વિચારું છું તે પ્રમાણે આ સાધારણ વ્યક્તિ મારા માટે પરફેક્ટ મોડલ રહેશે. મનદીપે આ વિષય પર પહેલા કમલા સાથે વાત કરી પરંતુ ત્યારે કમલા માની નહિ. પરંતુ અંતે તો કમલા મનદીપ સાથે સંમત થઇ ગઈ અને કમલાની જિંદગી તે શોમાં કામ કર્યા બાદ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ.
મનદીપનો શો કર્યા બાદ તે એક પ્રોફેશનલ મોડલ બની ગઈ છે. કામવાળી બાઈના કામો છોડીને આજે તે બની ગઈ જે ખુબ સારી મોડલ. આજે કમલા દિલ્હીમાં પોતાના બે બાળકો સાથે ખુબ જ લકઝરીયસ લાઈફ જીવી રહી છે. આ રીતે મનદીપે પણ સાબિત કરી બતાવ્યું કે દરેક વ્યક્તિ સુંદર હોય છે માત્ર મન ખુશ હોવું જોઈએ.તો મિત્રો આ જ રીતે ક્યારે કોની જિંદગી બદલાઈ જાય, ક્યારે કિસ્મતના દરવાજા અચાનક ખુલી જાય તે કોઈ નથી જાણતું. આ પ્રકારના કિસ્સાઓ બાતાવે છે કે આપણે કંઈ રીતે નાના સપનાઓ જોઈ શકીએ છીએ અને તેને પૂરા કરી શકીએ છીએ. માટે હિંમત રાખવાની સાથે સાથે દરેક લોકોએ મહેનત કરતા રહેવું જોઈએ. શું ખબર ક્યારે કોઈની કિસ્મત ચમકી જાય.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google