ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં કેલેન્ડર અને ઘડિયાળ બંનેને એક સરખું માનવામાં આવે છે. તે બંને સમયનું સુચન કરે છે. બંને વસ્તુ સમયની ગણના દર્શાવે છે માટે તેને ઘરમાં કોઈ પણ દીવાલ પર લટકાવી દેવા તે યોગ્ય નથી. ઓફીસ કે ઘરમાં ઘડિયાળ તથા કેલેન્ડરને ઉચિત જગ્યાએ લગાડવામાં ન આવે તો ખરાબ સમય શરૂ થઇ જાય છે. તેમજ જો તે બંનેને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉચિત જગ્યાએ લગાવવામાં આવે તો ખરાબ સમયનો અંત આવે છે અને તેમજ તેના ખુબ શુભ પરિણામો મળે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે જે ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડર બંને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લગાડવામાં આવે તો ઘરના લોકોના નસીબ પણ ચમકી જાય છે. તેમજ ક્યારેય ધનની કમી પણ અનુભવાતી નથી. તો ચાલો જાણીએ કે કંઈ એવી વસ્તુઓ છે જેને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ અને કેલેન્ડરને ક્યાં રાખવા જોઈએ અને ક્યાં ન રાખવા જોઈએ. સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો ઘડિયાળ અને કેલેન્ડરને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવામાં જોઈએ. અને ક્યારેય તેને દક્ષીણ દિશામાં ન લગાવવા જોઈએ. કારણ કે તેને યમની દિશા માનવામાં આવે છે. અને યમરાજને હિંદુ શાસ્ત્રમાં મૃત્યુના દેવતા માનવા આવે છે. વાસ્તુ અનુસાર દક્ષીણ દિશામાં સમય દર્શાવતી વસ્તુઓ ન રાખવાની સલાહ આપી છે.
બીજું આ બંને વસ્તુને બારી તથા દરવાજા પાસે ન લગાવવી જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે દરવાજાની પાછળ અથવા તેની પાસે કેલેન્ડર તેમજ બારીની બાજુમાં ઘડિયાળ લગાવતા હોય છે. પરંતુ તેવું ન કરવું જોઈએ. કારણ કે તેવું કરવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માટે તે બંને વસ્તુને દરવાજાની પાછળ તથા બારીની બાજુમાં ક્યારેય ન લગાવવી જોઈએ.
આ ઉપરાંત ઘડિયાળ અને કેલેન્ડર આપણા બેડની બાજુમાં પણ ન હોવા જોઈએ. તેનાથી આપણી ઊંઘ પર ખરાબ પ્રભાવ પડે છે. આ ઉપરાંત ઘડિયાળ ઈલેકટ્રો મેગ્નેટિકની મદદથી બનાવેલી હોય છે. તેમાંથી નીકળતા રેડીએશન આસપાસના વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. માટે તે તમારા સ્વાસ્થ્ય પર દુષ્પ્રભાવ પાડી શકે છે.એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં રહેલ કોઈ પણ ઘડિયાળ કે કેલેન્ડર સમયથી પાછળ ન ચાલવા જોઈએ. કારણ કે વાસ્તુશાસ્ત્ર કહે છે સમય અનુસાર ચાલવાથી જ જીવનની ઉન્નતી અને વિકાસ થાય છે.
આ ઉપરાંત ઘડિયાળનો કાંચ ક્યારેય તૂટેલો અને કેલેન્ડર ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. જો એવું હોય તો તરત જ તેને બદલી નાખવા જોઈએ. કારણ કે તૂટેલી ઘડિયાળ અને ફાટેલા કેલેન્ડરનો નકારાત્મક પ્રભાવ જીવન પર પડે છે. આ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરના કેલેન્ડર પર કોઈ હિંસક ચિત્ર ન હોય.
ઘરમાં ક્યારેય કોઈ પણ બંધ ઘડિયાળ તેમજ જુના કેલેન્ડરો ન રાખવા જોઈએ. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરમાં આવનારા ધનને રોકી રાકે છે.
આ ઉપરાંત આપણે જ્યાં સુતા હોઈએ ત્યાં જે દીવાલ બાજુ આપણું માથું રાખતા હોવ તે બાજુ ક્યારેય ઘડિયાળ કે કેલેન્ડરને ન રાખવા જોઈએ. કારણ કે તેનાથી આપણા માથામાં દુખાવો થવાની સમસ્યાઓ રહે છે. હંમેશા બંને વસ્તુ માથું રાખતા હોય તેની સામેની દીવાલમાં રાખવી જોઈએ જેનાથી મગજ શાંત રહે.
તો મિત્રો જો તમારા ઘરમાં ઘડિયાળ કે કેલેન્ડર પોતાની ઉચિત જગ્યાએ ન હોય તો આજે જ બદલી નાખો જગ્યા અને પછી જુઓ તમારા જીવનમાં ઘણા શુભ પરિણામો જોવા મળશે.