જાણો શનિદેવ પગેથી કેમ અપાહિજ છે ? કેમ તેલ ચડાવવામાં આવે છે | જાણો રહસ્ય.

શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ લાંબા સમય સુધી ભોગવવો પડે છે. મિત્રો શનિદેવની ગતિ બધા ગ્રહોથી મંદ છે. તેનું કારણ છે તેમનું લંગડા હોવું. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે શા માટે તે લંગડા છે અને સાથે સાથે એ પણ જણાવશું કે તેઓને શા માટે તેલ ચડાવવામાં આવે છે.

મિત્રો શનિદેવના લંગડા હોવા પાછળ સૂર્યતંત્રમાં એક કથા પણ આવેલી છે. એકવાર સૂર્યદેવનું તેજ સહન ન કરી શકવાથી શન્યાદેવીએ પોતાના જ શરીરમાંથી પોતાના જેવી જ એક પ્રતિ મૂર્તિ તૈયાર કરી અને તેનું નામ સવર્ણા રાખ્યું. તેને આજ્ઞા કરી કે તેની અનુપસ્થિતિમાં તે પ્રતિ મૂર્તિ તેમના સંતાનોનું ધ્યાન રાખે અને સૂર્યદેવની સેવા કરે અને પત્ની સુખ ભોગવે. આદેશ આપીને શન્યા દેવી પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા અને અહીં સવર્ણાએ પણ પોતાની જવાબદારી એટલી સારી રીતે સંભાળી કે સૂર્યદેવને પણ તેની કોઈ જાણ ન થઇ. આ સમય દરમિયાન સવર્ણાને સૂર્યદેવથી પાંચ પુત્રો અને બે પૂત્રીની પ્રાપ્તિ થઇ. ત્યાર બાદ સવર્ણા પોતાના પુત્રો પર વધારે અને શન્યાદેવીના સંતાનો પર ઓછું ધ્યાન આપવા લાગ્યા. એકવાર શન્યાદેવીના પૂત્ર શનિદેવે સવર્ણા પાસેથી જમવાનું માંગ્યું ત્યારે તેણે કહ્યું કે પહેલા તે ભગવાનને ભોગ લગાવી દે અને ત્યાર બાદ તે તેમના નાના ભાઈઓને ખવડાવી દે ત્યાર બાદ તેને જમવાનું આપશે. ત્યારે શનિદેવને ગુસ્સો આવી ગયો અને સવર્ણાને મારવા માટે પોતાનો પગ ઉપાડ્યો. ત્યારે સવર્ણાએ શ્રાપ આપ્યો કે શનિદેવનો પગ તૂટી જાય.

આ સાંભળી શનિદેવ ડરી ગયા અને તે પોતાના પિતા સૂર્યદેવ પાસે ગયા અને તેમને આખી વાત કહી જણાવી. ત્યારે સૂર્યદેવ સમજી ગયા કે કોઈ માતા પોતાના પુત્રને આવો શ્રાપ આપી ન શકે માટે તેમને સમજાઈ ગયું કે તેમની સાથે તેમની પત્ની નહિ પણ કોઈ બીજું રહે છે.

સૂર્યદેવે ક્રોધમાં આવી અને તેને પૂછ્યું કે જણાવ તું કોણ છે. સૂર્યનું તેજ જોઇને સવર્ણા ગભરાઈ ગઈ અને બધું સત્ય જણાવી દીધું. ત્યારે સૂર્યદેવે શનિદેવને સમજાવ્યું કે સવર્ણા તેની માતા નથી પરંતુ માતા સમાન છે. માટે તેમના દ્વારા દેવાયેલ શ્રાપ વ્યર્થ નહિ જાય અને તે એટલો કઠોર પણ નહિ હોય કે તેમનો આખો પગ શરીરથી અલગ થઇ જાય અને કહ્યું કે, આ શ્રાપના કારણે તે આજીવન લંગડાતા ચાલશે અને ત્યારથી શનિદેવ લંગડાતા ચાલે છે.મિત્રો આ તો વાત થઇ કે તે લંગડાતા કેમ ચાલે છે. પરંતુ વાત કરીએ કે તેમને તેલ શા માટે ચડાવવામાં આવે છે. આનંદ રામાયણમાં એક કથામાં તેમનો ઉલ્લેખ થયેલો છે. જ્યારે ભગવાન શ્રી રામની સેનાએ સાગર સેતુ બાંધી લીધો ત્યાર બાદ કોઈ તેને હાનિ ન પહોંચાડી શકે. તેના માટે ભગવાન શ્રી રામે હનુમાનજીને તેનું ધ્યાન રાખવા કહ્યું.

જ્યારે હનુમાનજી સાંજના સમયે પોતાના ઇષ્ટદેવ ભગવાન રામની ભક્તિમાં લીન હતા. ત્યારે શનિદેવે કાળો કુરૂપ ચહેરો ધારણ કરી ગુસ્સેથી હનુમાનજીને કહ્યું “હે વાનર, હું દેવતાઓ માંથી શક્તિશાળી શનિ છું, સાંભળ્યું છે કે તું ખુબ બળવાન છે, તો તું આંખ ખોલ અને મારી સાથે યુદ્ધ કર કારણ કે હું તારી સાથે યુદ્ધ કરવા માંગુ છું.”

ત્યારે હનુમાનજીએ ખુબ જ વિનમ્રતાથી કહ્યું કે, આ સમયે તે પોતાના ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે અને તે તેમની પૂજામાં વિઘ્ન ન લાવે અને કહ્યું કે તમે મારા આદરણીય છો કૃપા કરીને જતા રહો.

પરંતુ શનિદેવ ન માન્યા અને લડવા પર આવી ગયા. ત્યારે હનુમાનજીએ તેમને પોતાની પૂંછ વડે લપેટવાનું શરૂ કર્યું અને તેમને ખુબ દબાણપૂર્વક જક્ડવા લાગ્યા. ખુબ જોર લગાવ્યા બાદ પણ શનિદેવ તેમાંથી મુક્ત ન થઇ શક્યા અને પીડાથી વ્યાકુળ થવા લાગ્યા. ત્યાર બાદ હનુમાનજીએ સેતુની પરિક્રમા કરવાનું શરૂ કર્યું અને શનિદેવને પાઠ ભણાવવા માટે અને તેમનું ઘમંડ તોડવા માટે પોતાની પૂંછ પથ્થરો પર પટકવા લાગ્યા. શનિદેવનું શરીર લોહીલુહાણ થઇ ગયું અને તેમની પીડા અત્યંત વધી ગઈ.ત્યાર બાદ શનિદેવે હનુમાનજીને પ્રાર્થના કરી કે હવે તે તેમને બંધનમુક્ત કરી દે તેમને પોતાના અપરાધની સજા મળી ચુકી છે. હવે બીજી વાર આવી ભૂલ નહિ થાય. ત્યાર બાદ હનુમાનજીએ શનિદેવને જણાવ્યું કે તે વચન આપે કે તે ક્યારેય રામ ભક્તોને હેરાન નહિ કરે અને જો કરશે તો તેમને કઠોર દંડ પ્રાપ્ત થશે.

ત્યાર બાદ શનિદેવે વચન આપ્યું કે ભૂલથી પણ ક્યારેય હનુમાનજી તેમજ રામભક્તોની રાશિમાં તે નહિ આવે. ત્યાર બાદ હનુમાનજીએ શનિદેવને છોડી દીધા. ત્યાર બાદ શનિદેવે હનુમાનજી પાસેથી પોતાના ઘાવની પીડા ઘટાડવા માટે તેલ માંગ્યું અને હનુમાનજીએ આપેલ તેલ લગાવ્યા બાદ શનિદેવની પીડા ગાયબ થવા લાગી.

ત્યારથી શનિદેવને તેલ ચડાવવામાં આવે છે કારણ કે તેનાથી તેમની પીડા શાંત થાય છે અને તેથી જ જે લોકો તેમને તેલ ચડાવે છે તેમનાથી તે પ્રસન્ન થઇ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment