આપણે ઘર સજાવતા સમયે અમુક ભૂલો કરી લઈએ છીએ જેનાથી પરિવારમાં સુખ, શાંતિ રહેતી નથી અને ઘરમાં ખુબ અશાંતિનો માહોલ રહેતો હોય છે. તેનું કારણ હોય છે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અમુક વસ્તુને યોગ્ય જગ્યા એ ન રાખવી. ઘરની સજાવટ કરતી વખતે વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
કિચન, લીવીંગ રૂમ અને સાથે સાથે મુખ્ય દરવાજાની બહારથી વાસ્તુ આપણું સારું અને ખરાબ બંને રીતે પ્રભાવ પાડે છે. આજે અમે અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું જે ઘરમાં ક્યારેય પણ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ વસ્તુઓ ઘરમાં રહે છે તો ઘરના બધા સદસ્યોમાં બીમારીઓ અને આર્થિક પરિસ્થિતિમાં મુશકેલીઓ આવે છે.
તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસ્તુઓ કંઈ વસ્તુઓ છે. જેને ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય વધે છે. પહેલી વસ્તુ છે કે ઘરમાં કાંટાવાળા છોડ કે શોપીસના વૃક્ષ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટા વાળા છોડને તમે ઘર સજાવટ માટે રાખ્યા હોય પણ તેનાથી તમારા પરિવારના સદસ્યોનું દુર્ભાગ્ય બન્યું રહે છે. છોડના પાનમાંથી દૂધ જેવો પદાર્થ નીકળતો હોય તેવા છોડ પણ ઘરમાં ન રાખવા જોઈએ. તેનાથી આપણા વિકાસમાં ઘણા બધા વિઘ્ન આવે છે. એટલા માટે ક્યારેય પણ કાંટા વાળો છોડ કે શોપીસ વૃક્ષ જેવી વસ્તુઓ ઘરમાં ક્યારેય ન રાખવી.
બીજી વસ્તુ છે તૂટેલી અને ફાટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ. ઘણા લોકો ઘરમાં તૂટેલી વસ્તુઓ રહેલી હોય એ ફેંકતા નથી અને ઘરમાં જ રાખે છે. પરંતુ ઘરમાં તૂટેલી ફાટેલી વસ્તુઓ રાખવાથી નેગેટીવીટી પ્રવેશ કરે છે અને જો તમારા ઘરમાં પણ તૂટેલી ફાટેલી વસ્તુઓ હોય તો તરત જ ફેંકી દેજો. જેવો કે અરીસો, ખુરશી, ટેબલ જેવી વસ્તુઓ કોઈ દિવસ તૂટેલી ઘરમાં ન રાખવી જોઈએ. તેનાથી આપણી ઘરના સભ્યોનો આત્મવિશ્વાસ ઘટે છે.
ત્રીજી વસ્તુ છે બંધ ઘડિયાળ. ઘરમાં ક્યારેય પણ બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તરત જ કાઢી નાખજો. કેમ કે બંધ ઘડિયાળ ઘરમાં હોય તો ઘરના સભ્યોનું કાર્ય બરાબર સમયે પૂર્ણ થતું નથી. જો તેમાં સેલ ન હોય તો તેમાં તરત જ સેલ નાખી દેવો જોઈએ. ઘડિયાળને ક્યારેય પણ બંધ ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ આપણા માટે ખરાબ સમય લાવે છે અને સારા સમયને આવતા અટકાવે છે એટલા માટે ક્યારેય પણ બંધ ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ. ચોથી વસ્તુ છે ફાટેલા અને જુના કપડા. ક્યારેય પણ ફાટેલા અને જુના કપડા ઘરમાં મૂકી ન રાખવા જોઈએ. તેનાથી નેગેટીવ ઉર્જાનો વાસ થાય છે અને એ કપડાથી ખરાબ વિચાર પણ આવે છે. એટલે ફાટેલા કપડા ઘરમાં ન રાખવા જોઈએ અને જો કોઈ જરૂરિયાત વાળા લોકોને આપી દેવા જોઈએ.
પાંચમી વસ્તુ છે કરોળિયાની જાળ. કરોળીયાની જાળને પણ તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. તેનાથી તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં પરિવર્તિત થઇ જાય છે. કરોળિયાની જાળથી ઘરમાં અને દુકાનમાં ઘણા વાસ્તુદોષ થઇ શકે છે.
તો મિત્રો આ પાંચ વસ્તુને ક્યારેય પણ ન રાખો ઘરમાં આજે તેને હટાવો નહીતો તે વસ્તુ તમારી બરબાદીનું કારણ.