મહારાષ્ટ્ર સરકારે 65 વર્ષથી ઉપરના એક્ટરને શુટિંગ કરવા કહી ના. હાઈકોર્ટે કર્યો પ્રશ્ન, શા માટે ?

મિત્રો કોરોના વાયરસના કારણે હાલ આપણે જોઈએ છીએ કે, ઘણા લોકોના ધંધા રોજગાર અટવાય ગયા હતા. હવે અનલોક કર્યા બાદ સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. ત્યારે મુંબઈમાં બોલીવુડ અને ટીવી સિરિયલો પણ હવે શરૂ થઈ છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સિરિયલોમાં કામ કરતા 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને શુટિંગની મનાઈ કરી હતી. તો તેને લઈને આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. તો ચાલો જાણીએ કે 65 વર્ષથી ઉપરના કલાકરો શુટિંગ કરી શકશે નહિ, શું જણાવ્યું મુંબઈ હાઇકોર્ટે. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

કોરોના વાયરસનો કહેર હજુ ખતમ થયો નથી. પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડરસ્ટ્રીને રાહત આપવા માટે શુટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઘણી સિરિયલ્સના નવા એપિસોડ્સ પણ આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમના અનુસાર, 65 થી વધારે ઉંમરવાળા લોકો શુટિંગ નહિ કરી શકશે. તેમને સેટ પર આવવા દેવામાં નહિ આવે. પરંતુ આ મસલો હવે મુંબઈ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. 

બોમ્બે હાઇકોર્ટમાં ટીવી એક્ટર પ્રમોદ પાંડેએ એક અરજી કરી છે. પ્રમોદ પાંડેએ એવી માંગ કરી છે કે, 65 થી વધારે ઉંમરના લોકોને શુટિંગ કરવાની મંજૂરી આપવી જોઈએ. કારણ કે ઘણા એવા લોકો છે જેમનું ઘર તેમના શુટિંગની કમાણીથી જ ચાલે છે. હવે આ મુદ્દે બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. તેમને પુછવામાં આવ્યું છે કે, કેમ અને ક્યાં વિચાર સાથે 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને શુટિંગ કરવાથી રોકવામાં આવી રહ્યાં છે. ત્યાં સવાલ પણ કરવામાં આવ્યો છે કે, જો કોઈ સીનિયર એક્ટર કમાણી નહિ કરી શકે તો તે સમ્માનવાળી જિંદગી કેવી રીતે જીવશે ?

કોર્ટે સરકાર પાસે વહેલામાં વહેલી તકે જવાબ આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રમોદ પાંડેએ 21 જુલાઈના રોજ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમણે આ મુદ્દે એક મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સરકારના આદેશના કારણે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. કોઈ વ્યક્તિની તપાસ કર્યા વિના તેના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવું ખોટું છે. કોઈની પણ વય જોઈને કોરોના ભેદભાવ રાખવું ખોટું છે. કામ કરવું અને કમાવું એ આપણો મૂળભૂત અધિકાર છે. કદાચ આપણે કોરોનાથી ન મરીએ, પણ આપણે બેકારીથી જરૂર મરી જઈશું.

પ્રમોદે આ દલીલ કોર્ટમાં કરી છે. તેણે કહ્યું છે કે, દરેક વર્ગના લોકોને શૂટિંગ કરવાની છૂટ છે. તેમની અરજી પર કાર્યવાહી કરતાં કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. હવે આ સ્થિતિમાં 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોમાં આશા છે કે કદાચ કોર્ટના કોઈ સકારાત્મક નિર્ણયથી તેઓ કામ પર પાછા આવી શકશે. આ કિસ્સામાં, ઘણી સિરિયલો કલાકારો રાહતનો શ્વાસ લેશે, જ્યાં વૃદ્ધ લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે. પછી ભલે તે અમિતાભ બચ્ચનનો શો કેબીસી હોય અથવા તારક મહેતામાં નટ્ટુ કાકાની ભૂમિકા હોય.

Leave a Comment