લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું….જાણો આ લેખમાં.

મિત્રો ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એ કિસ્સો એવો એવો છે કે, જેને જાણીને હરકોઈ વ્યક્તિ દંગ રહી જાય. આખી દુનિયામાં કોરોના વાયરસને લઈને લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હોટેલ-રેસ્ટોરન્ટ, બાર બધું જ બંધ છે. તેવામાં તમને કંઈક તમારી પસંદનું ખાવાની તલબ લાગે તો તમે શું કરો. 

તો આવા સમયે મોટાભાગના લોકો બહાર જવાનું ટાળે છે અને શક્ય હોય તો ઘરમાં જ એ ડીશ બનાવવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આવા સમયે મેલબર્નમાં એક વ્યક્તિએ કંઈક ઉલટું જ કર્યું. પરંતુ તે વ્યક્તિએ જે કર્યું તેને લઈને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમાં પણ કંઈ નવીન નથી, પરંતુ તે યુવાનને જે દંડ ફટકારવામાં આવ્યો એ જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. તો ચાલો જાણીએ તેના વિશે.

મેલબર્નમાં એક વ્યક્તિ પોતાની પસંદનું બટર ચિકન ખાવા માટે 32 કિલોમીટર દુર નીકળી ગયો. પરંતુ આશ્વર્યની વાત એ છે કે, તે વ્યક્તિને બટર ચિકન 1 લાખ 23 હજાર રૂપિયામાં પડ્યું. આ વાત જાણીને લગભગ લોકો હેરાન રહી ગયા હતા. લોકો તો એવો વિચાર કરવા લાગ્યા હતા કે આટલું મોંઘુ બટર ચિકન કોણ ખાઈ શકે ? ઇન્ડિયા ટાઈમ્સ અનુસાર બટર ચિકન ખાવા માટે આ શખ્સને મેલબર્નના સીબીડીથી 30 કિલોમીટર દક્ષિણ પશ્વિમમાં આવેલ વેબ્રિએએ પોતાનો સફર શરૂ કર્યો હતો. લોકડાઉનના કારણે આ વ્યક્તિ પર 1652 ડોલરની ભારે રકમ ફાઈન પેઠે ભરવી પડી હતી. 

1652 ડોલર એટલે કે, ભારતીય કરન્સી અનુસાર હિસાબ કરવામાં આવે તો 1 લાખ 23 હજાર રૂપિયાની આસપાસ કિંમત થાય છે. મેલબર્ન પોલીસ અનુસાર ગયા અઠવાડિયાના અંતમાં 74 લોકોએ ત્યાં ફાઈન ભરવો પડ્યો હતો. આ બધાએ દંડ એટલા માટે ભરવો પડ્યો હતો કેમ કે એ બધા જ લોકોએ લોકડાઉનના નિયમને તોડ્યા હતા. 

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં 12,069 કોરોના વાયરસના કેસ છે. મેલબર્નમાં છેલ્લા ગયા ગુરુવારના રોજ નવું લોકડાઉન શરૂ થયું હતું. જેમાં અમુક નવા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાં બે વસ્તુ લેવા માટે જો વ્યક્તિ બહાર નીકળે તો દંડ નથી થતો, વ્યાયામ કરવા માટેની આવશ્યક વસ્તુ અને સ્કુલ જવા માટે બહાર નીકળવાનો દંડ નહિ લાગે.

Leave a Comment