જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

મિત્રો, દરેક લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ ડરના કારણે પરેશાન હોય છે. કોઈને નૌકરીનો ડર હોય, કોઈને ભણવાનો ડર હોય, કોઈને બોસનો ડર હોય, કોઈને પાપનો ડર હોય વગેરે. પણ દરેક લોકો કોઈને કોઈ ડર લઈને જીવતા હોય છે. ડર એક એવી વસ્તુ છે જે મનુષ્યને જીવનમાં શાંતિથી જીવવા નથી દેતું. એક અજાણ્યો ડર સતત મનને ઘેરી લે છે. જેમ કે અત્યારે કોરોના કાળ શરૂ છે, તો લોકોને ડર રહે છે કે મને કોરોના ન થઈ જાય, કોરોનાનો ચેપ મને ન લાગે. આજે આપણે આપણી અંદર રહેલા આ ડર અંગે જ વાતો કરીશું. જેનાથી તમને ઘણી રાહત મળે છે.  

તમે વિચાર્યું છે કે ડર ક્યારે પેદા થાય છે ? તો તેનો જવાબ છે : જ્યારે તમે જરૂર કરતા પણ વધુ કલ્પના કરો છો ત્યારે ડર પેદા થાય છે. પણ જે વ્યક્તિ ડરેલો નથી તેને માટે ડર પેદા થવાનો સવાલ જ નથી રહેતો. તમે જ્યારે કોઈ વાતને લઈને વધુ પડતી કલ્પના કરો છો ત્યારે ડર ઉત્પન્ન થાય છે. કારણ કે જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી તેને તમે વધારીને જુઓ છો. જો કે તમે એવી વસ્તુની કલ્પના કરો છો જેનું કોઈ વજૂદ જ નથી. આ મતે તમે 100 એવી વસ્તુઓ લો જેનાથી તમને ડર લાગે છે. જેમાંથી લગભગ 99 એવી વસ્તુ હોય છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. તમે એ વસ્તુ પર ક્યારેય જીત નથી મેળવી શકતા જેનું અસ્તિત્વ જ નથી. 

આપણે એવી વસ્તુથી છુટકારો મેળવી શકીએ છીએ જેનું અસ્તિત્વ છે અને એવી વસ્તુ નથી તો તેનાથી છુટકારો મળવો મુશ્કેલ છે. જો તમે ડરથી મુક્ત થવા માંગો છો તો પહેલા તો તે ડરનો આનંદ લેતા શીખો અથવા તો હાલ તમારા મનમાં જે કોઈ ડર ચાલી રહ્યો છે તો તેનો આનંદ લો. 

મોટાભાગના લોકો કોઈને કોઈ કારણથી ડરે છે અને મોટાભાગના લોકો પોતાના જીવનથી ડરતા હોય છે. શા માટે તે પોતાના જીવનથી ડરે છે ? માની લો કે કોઈ સાયકલ ઉભી છે, તમે તેના પર બેઠા છો, પેન્ડલ ચલાવો છો, અચાનક સાયકલ પોતાના સ્ટેન્ડથી ઉતરી જાય છે અને ચાલવા લાગે છે. તમને ડર લાગે છે. ધીમે ધીમે સાયકલ fast ચાલવા લાગે છે, ડર વધે છે. પણ તેનાથી વિરુદ્ધ જેને સાયકલ ચલાવતા આવડે છે તેને કોઈ પણ ડર નથી લાગતો. તે fast ચલાવે છે. આવું જ જીવન વિશે છે. જો તમને જીવતા આવડે છે તો ડર કોઈ પણ વાતનો નથી અને જો જીવતા નથી આવડતું તો ડર રહેવાનો જ. 

જો જીવનમાં આ શરીર ચાલે છે, તો થાક થવા લાગે છે અને જો બંધ થઈ જાય તો તમે જીવી નથી શકતા. એવી એક પણ વસ્તુ કહો જેનાથી માણસ દુઃખી નથી. દરેક વસ્તુને લઈને માણસ દુઃખી છે. જો તે ગરીબ છે તો ગરીબીનું દુઃખ કહે છે, જો તે અમીર હોય તો તેને ટેક્સનો ડર લાગે છે. જો તે અભણ છે, તો તેનું દુઃખ મનાવે છે અને જો ભણેલા છે તો તેનું દુઃખ મનાવે છે. લગ્ન થઈ ગયા તો તેનું દુઃખ, ન થયા તો તેનું દુઃખ. આમ ઘણા લોકો એવું માની લે છે કે જીવન જ એક દુઃખ છે. 

જો કે હજુ સુધી સાચું જીવન જોયું જ નથી. આ તો માત્ર તમારા મનના વહેમો છે. જેનો તમને ડર લાગી રહ્યો છે. તમે એક એવી સાયકલ પર સવાર છો જેને ચલાવતા તમને નથી આવડતું. જેના પર બેસીને સાયકલ ચલાવવી ખુબ અઘરી છે. તમે જાણતા નથી કે તમારે પોતાના વિચારોને કંઈ રીતે કાબુમાં લેવાના છે. વાસ્તવમાં દુઃખ કે સુખ તે બધું જ તમારી અંદરથી પેદા થાય છે. જો કે બહાર જે વસ્તુ થાય છે તે તમારા વશમાં નથી. પણ ભીતર જે વસ્તુ ઉદ્દભવે છે તે તો તમારા વશમાં હોવું જોઈએ. પણ દુનિયા તમારી મરજી મુજબ નથી ચાલતી. પણ અત્યારે તો તમારી અંદર જે થઈ રહ્યું છે તે તમારી મરજીથી નથી થઈ રહ્યું. 

માણસને જે સપનું આવે છે તે પણ પોતાની મરજી મુજબ નથી આવતું. સમસ્યાએ નથી કે જીવન તમારી મરજી અનુસાર નથી. પરંતુ સમસ્યા એ છે કે, તમારું સપનું પણ તમારી મરજી મુજબ નથી. વાત એમ છે કે તમે પોતે જ એ રીતે નથી, જે રીતે તમે પોતે પોતાને ઈચ્છો છો. જો તમે સાયકલ ચલાવતા શીખવા માંગો છો તે માટે તમારે કોઈ ભાગીદારીની જરૂર છે, એકલા શીખી નથી શકતા. સાયકલને ચલાવતા શીખવા માટે એક મજબુત ઈરાદાની જરૂર હોય છે. આમ જ જીવનને જીવવા માટે પણ મજબુત ઈરાદાની જરૂર હોય છે. 

Leave a Comment