સિરિયલના દિગ્ગજ અભિનેતાઓના વાસ્તવિક જીવનસાથીઓ છે આવા, પાંચ નંબરની જોડી જોઈને આશ્વર્યમાં પડી જશો..

મિત્રો તમે ટીવી પર વિવિધ ચેનલ પર આવતી સિરિયલ જોતા હશો. તેમજ તેમાં પણ ખાસ કરીને કોમેડી સિરિયલ જોવાનું દરેક લોકો પસંદ કરે છે. ખુબ જ લોકપ્રિય એવી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ તમે જોતા જ હશો. તેમજ તેના દરેક પાત્રો પોતાના અભિનય દ્વારા લોકોનું મન જીતી લે છે. ચાલો તો આ ટીવી સ્ટાર્સના લાઈફ પાર્ટનર વિશે પણ જાણી લઈએ.

ઘણા ટીવી સ્ટાર્સ પોતાન પાર્ટનર સાથે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવાનું ટાળતા હોય છે, જ્યારે ઘણા એવા છે કે, જે ઘણા બધા ફોટા પોસ્ટ કરે છે. તે લોકો લાઈમલાઈટમાં આવવાથી જરા પણ અચકાતા નથી. જે અભિનેતા સોશિયલ મીડિયા પર પોતાના ખાનગી જીવન વિશે સોશિયલ મીડિયા પર ઓછી પોસ્ટ કરે છે, તેમના  જીવનસાથી વિશે લોકોને ખબર હોતી નથી. અહી અમે તમને કેટલાક પ્રખ્યાત ટીવી કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના જીવનસાથી વિશે તમે જાણતા નથી. તો ચાલો મિત્રો તેના વિશે આપણે વધુમાં જાણીએ.

1 ) લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ના દયાબેન એટલે કે દિશા વાકાણીએ 2015 માં મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, કોઈ કામને કારણે દિશા વાકાણી અને મયુર પંડ્યા પહેલીવાર મળ્યા હતા અને પહેલી જ મિટિંગમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ રીતે બંનેને પહેલી નજરમાં એટલે કે લવ એટ ફર્સ્ટ સાઈટ થયો. દિશા વાકાણીના લગ્નનું રીસેપ્શન 26 નવેમ્બર 2015 માં મુંબઈમાં રાખ્યું હતું. તે પછી દિશા વાકાણીએ વર્ષ 2017 તેના ઘરે એક પુત્રીનો જન્મ થયો. દિશા વાકાણી મેટરનિટી લીવ પર હતી. ત્યાર બાદ આ શો માં દિશા વાકાણી જોવા નથી મળી.2 ) ‘ભાભીજી ઘર પર હૈ’ માં અભિનય કરતા ફેમસ આસિફ શેખનું વાસ્તવિક જીવન એકદમ અલગ છે. આસિફ શેખની પત્નીનું નામ ઝેબા શેખ છે. તમને જણાવી દઈએ કે, આસિફ શેખ અને ઝેબાના લગ્નને 25 વર્ષ થયા છે. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમને 24 વર્ષની પુત્રી અને 21 વર્ષનો પુત્ર છે. તેમની પુત્રી તેની પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. આસિફનો પુત્ર મજીદીની ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે આસિફ શેખ 1986 થી અભિનય કરી રહ્યા છે.

3 ) ‘ભાભીજી ઘર પર હૈ’ ટીવી સિરિયલની એક બીજી ફેમસ સૌમ્યા ટંડન  આ શોમાં અનીતા ભાભીનો રોલ 5 વર્ષ સુધી નિભાવ્યો હતો. તેણે 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે એક ખાનગી રીતે લગ્ન કર્યા હતા. સૌરભનો વ્યવસાય બેંકર છે. તે બંને લાંબા સમયથી એકબીજાને જાણતા હતા અને ડેટિંગ કરતા હતા. 2019 માં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.4 ) કોમેડી દુનિયામાં સુનીલ ગ્રોવરનું નામ કોઇથી છુપાયેલું નથી. તે ખુબ જ લોકપ્રિય છે અને કપિલ શર્મા સાથે પણ સ્ટેજ શેર કરી ચુક્યો છે. સુનીલ ગ્રોવર ટીવી પ્રેમીઓને કેટલાક યાદગાર પાત્રો આપવા માટે પ્રખ્યાત છે, પછી તે ગુથી, ડૉ.મશૂર ગુલાટી અથવા નકુ દેવી. જો કે ઘણાને ખબર નથી હોતી કે અભિનેતા પહેલા તેની પત્ની સામે તેની ટુચકાઓ અજમાવે છે. જોક્સથી તેને હસાવે છે. તો તે આગળ વધે છે અને તેનો ઉપયોગ વિશાળ પ્રેક્ષકો માટે સ્ટેજ પર કરે છે. સુનિલની એક સુંદર પત્ની આરતી છે, જે વ્યવસાયે આંતરિક ડીઝાઈનર છે. તેમને એક પુત્ર મોહન છે.

5 ) દિલીપ જોશી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નો જેઠાલાલ પરંતુ રિયલ લાઇફમાં દિલીપ જોશી સ્વામીનારાયણના પ્રમુખસ્વામી મહારાજના મોટા સત્સંગી છે. દિલીપે 12 વર્ષની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી લીધી હતી. જેઠાલાલની રીયલ લાઈફ પત્ની પણ સુંદર છે. તેની પત્નીનું નામ જયમાલા જોશી છે. દિલીપ જોશીએ બાળપણમાં એક્ટિંગને કારણે અભ્યાસ છોડી દીધો હતો. તેના પરિવારમાં એક દીકરી નિયતિ અને દીકરો ઋત્વિક છે.6 ) ટીવી અભિનેતા બરુન સોબતીએ વર્ષ 2010 માં પશ્મીન મનચંડા સાથે લગ્ન કર્યા હતા. બંને સ્કુલમાં મળ્યા ત્યાર બાદ તેઓ લાંબા સમય સુધી ડેટ કરતા રહ્યા. વર્ષ 2019 માં પ્રથમ પુત્રનો જન્મ થયો જેનું નામ સિફત છે.

7 ) ‘દિલ મિલ ગયે’ ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી લાખો ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તેને વર્ષ 2015 માં બોયફ્રેન્ડ નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. નીરજ વ્યવસાયે ઉદ્યોગપતિ છે, જે અગાઉ વિદેશમાં રહેતો હતો. જો કે લગ્ન બાદ બંનેએ મુંબઈ રહેવાનું શરૂ કરી દીધું છે.

8 ) છોટી સરદારની સ્ટાર અવનીશે ગર્લફેન્ડ રાયસા સાથે લગ્ન કર્યા છે. બંને કોઈના લગ્નમાં એકબીજાને મળ્યા અને પછી ત્યાંથી નજીક આવી ગયા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ વર્ષ 2010 માં લગ્ન કર્યા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.9 ) ‘સસુરાલ ગેંદા ફૂલ’ ના અભિનેતા જય સોનીએ પૂજા શાહ સાથે વર્ષ 2014 લગ્ન કર્યા હતા. પૂજા ફેશન અને ડિઝાઈનિંગ ઉધોગપતિ છે. તે ભાગ્યે જ જાહેર સ્થાને જોવા મળે છે અને તેઓ લાઈમ લાઈટથી દુર રહે છે.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment