મિત્રો તમે જોયું હશે કે, કેટલાક લોકો ગળ્યું ખાવાના શોખીન હોય છે. તેમાં પણ તેઓ ખાસ કરીને વિવિધ મીઠાઈ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પણ આવું ક્યારેક થાય તો ઠીક છે પણ જો તમને વારંવાર ગળ્યું ખાવાનું મન થઈ રહ્યું છે તો તે કોઈ બીમારી વિશે સૂચવે છે. આથી તમારે સાવધાન થઈ જવું ખુબ જરૂરી છે.
કેટલાક લોકો એવા હોય છે જેમને શુગર ક્રેવિંગ્સ થાય છે. શુગર ક્રેવિંગ્સ એટલે દર સમયે મીઠી વસ્તુ ખાવાનું મન થાય છે. જો તમને પણ દર સમયે મીઠી વસ્તુ ખાવાની કે ચિપ્સ ખાવાનું મન થાય છે તો સમજી જાવ કે તમારા માટે આ ખતરાની ઘંટી છે. શુગર ક્રેવિંગ્સ તમારી બોડીની ખાસ પ્રકારની ઉણપ બાજુ ઈશારો કરે છે. મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ્સ તમારા શરીરમાં કેટલીક વસ્તુની કમી તરફ સંકેત કરે છે.ઓસ્ટ્રેલિયાના ન્યુટ્રિસ્ટ એલિશા અને ડૈનીએ પોતાની સ્ટડીમાં જોયું કે, અલગ-અલગ વસ્તુના ક્રેવિંગ્સ હકીકતમાં તમારી શરીરમાં અલગ-અલગ વસ્તુની ઉણપ દેખાડે છે. આમાં ચોકલેટથી લઈને ચિપ્સ સુધીની ક્રેવિંગ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રિસર્ચમાં જોવા મળ્યું છે કે, જો તમને દર સમયે ચોકલેટ ખાવાની ઈચ્છા થાય છે તો તમારા શરીરમાં મેગ્નેશિયમની કમી છે. જો શરીરમાં મેગ્નેશિયમની કમી હોય છે તો તમને ચોકલેટ ખાવાનું મન થાય છે. શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય છે તો બ્લડ પ્રેશરની સાથે શુગર મેન્ટેન કરવું. જો તમને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી છે, તો તમારે ચોકલેટના બદલે ફળ અને સુકોમેવો ખાવા જોઈએ.જો તમારું મન કરે છે મીઠાઈ ખાવાનું અથવા પછી કોલ્ડડ્રિંક પીવાનું મન થાય છે તો તમારા શરીરમાં ક્રોમિયમ, ટ્રિપ્ટોફેન અને ફોસ્ફરસની કમી દર્શાવે છે. આ ત્રણ તમારા શરીરમાં એનર્જી મેન્ટેન કરવા અને સેલ્સ બનાવવાની સાથે મેટાબોલિઝ્મ મેન્ટેન કરે છે. પરંતુ તેની માટે તમારે દ્રાક્ષ, શક્કરીયાં અને ચીજ ખાવું જોઈએ. આ સિવાય નટ્સ, લીલા શાકભાજી અને અંકુરિત કઠોળ ખાવા જોઈએ.
જો સાંજે તમને ચિપ્સ ખાવાનું મન થાય તો તમારા શરીરમાં ક્લોરાઈડ અને સિલિકોનની કમી છે. ખાસ કરીને તેના માટે કાજુનું સેવન ફાયદાકારક છે. ક્લોરાઈડ અને સિલિકોનની કમી માછલીમાં હો છે અને બકરીના દૂધમાં પણ પૂરી કરી શકાય છે.જો તમારું મન બ્રેડ અને પાસ્તા ખાવાનું કરે છે તો તમારા શરીરમાં પ્રોટીન અને નાઇટ્રોજનની ખામી છે. વધારે પ્રમાણમા તળેલું ખાવાની ઈચ્છા ત્યારે જ કરે છે કે જ્યારે તમારા શરીરમાં કેલ્શિયમની કમી હોય. એના માટે તમે પાસ્તાની જ્ગ્યાએ એક પ્લેટ ફળ ખાઈ શકો છો. આ સિવાય શાકભાજી, દૂધ અને પનીર તમારા માટે બેસ્ટ છે.
જો તમને મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા છે તો તમે ચોકલેટ ખાવો છો તે તમારા માટે નુકશાન કારક છે એ માટે તમારે એવી વસ્તુ ખાવી જોઈએ કે, જે તમને નુકશાન ન કરે. અને એમાં ગળ્યાની કમી દૂર થાય. જેમ કે ફળ, શક્કરીયાં કે જે મીઠા હોય ફળમાં દ્રાક્ષ જેવા ફળ ખાઈ શકો છો. જેનાથી તમને નુકશાન નહીં થાય. આમ તમે પોતાના શરીરમાં ગળી વસ્તુની કમી અનુભવો છો તો તમારે કુદરતી ફળો, નટ્સ, તેમજ શાકભાજીનું સેવન કરવું જોઈએ.
આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી