મિત્રો આપણે જાણીએ છીએ કે, આજકાલ મોટાભાગના લોકોને ઢીંચણનો દુઃખાવો બહુ રહે છે. જેને કારણે કોઈપણ વ્યક્તિને ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. એટલું જ નહિ, પણ હવે તો ખુબ નાની વયે આ તકલીફ જોવા મળી રહી છે. જેનું કારણ કદાચ આપણો ખોરાક હોય શકે છે. અથવા આપણું બેઠાડું જીવન પણ હોય શકે છે. જો તમે પણ આ ઢીંચણના દુઃખાવાથી પરેશાન છો તો તેના કેટલાક ઘરેલું ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આ લેખ એક વખત જરૂર વાંચી જુઓ.
મેથી દાણા : દુઃખાવામાં રાહત મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો. આ માટે અડધી ચમચી મેથીનો પાવડર જમ્યા પછી સવારે અને સાંજે ગરમ પાણીમાં ખાવ. જો તમે ઈચ્છો તો રાત્રે અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી મેથીના દાણાને પલાળી દેવા. સવારે ખાલી પેટ તેને ચાવીને ખાવા અને પાણી પણ પીવું જોઈએ, તેનાથી ઢીંચણના દુઃખાવામાં રાહત મળશે.હળદર વાળું દૂધ : ઢીંચણ અથવા અન્ય સાંધાના દુઃખાવામાં હળદર વાળા દૂધનું સેવન કરવાથી ખુબ આરામ મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરો, રાત્રે સૂતા પહેલા પીવાથી દુઃખાવામાં રાહત મળે છે. હળદરના પાવડરની જગ્યાએ જો તમે કાચી હળદર વાટીને દૂધમાં મિક્સ કરીને પીવો છો, તો તેનાથી પણ જલ્દી આરામ મળે છે.
આદુ : આદુનો પ્રયોગ પણ ઢીંચણના દુઃખાવામાં રાહત આપે છે. તેનો ઉપયોગ ઠંડીના સમયે જરૂર કરવો જોઈએ. ચા, શાકભાજી, ચટણી અને અથાણાં દ્વારા આદુનું સેવન જરૂર કરવું જોઈએ. આ ખાલી ઢીંચણના દુઃખાવામાં ફાયદાકારક નથી , પરંતુ અન્ય સાંધાના દુઃખાવામાં અને સોજાની સાથે શરદી-ઉધરસ અને શ્વાસના રોગોમાં પણ રાહત આપે છે.એલોવેરા : ઢીંચણના દુઃખાવામાં અને અન્ય સાંધાના દુઃખાવામાં એલોવેરા ફાયદાકારક છે. દુઃખાવો થતાં એલોવેરાનો ગર્ભ કાઢીને એમાં હળદર પાવડર મિક્સ કરીને, ગરમ કરો, દુઃખાવા વાળી જ્ગ્યા પર બાંધો. તેનાથી દુઃખાવો અને સોજામાં જલ્દી આરામ મળશે.
તુલસીનો રસ : દુઃખાવો ઢીંચણમાં હોય કે પછી અન્ય શરીરના સાંધામાં, તુલસીનો રસ ખુબ ફાયદાકારક છે. તેના માટે એક ચમચી તુલસીના પાનનો રસ કાઢવો અને તેને એક ગ્લાસ નોર્મલ પાણીમાં મિક્સ કરીને પીવો. આવું દરરોજ કરવાથી દુઃખાવામાં રાહત મળે છે.મધ અને ઘી સાથે ત્રિફળા : મધની સાથે ત્રિફળાના પાવડરનું સેવન કરવાથી ઢીંચણના દુઃખાવામાં રાહત મળે છે. અડધી ચમચી ત્રિફલા ચૂર્ણને એક ચમચી મધમાં મિક્સ કરો. સાથે તેમાં અડધી ચમચી દેશી ઘી મિક્સ કરો. રોજ સવારે તેનું સેવન કરવાથી દુઃખાવામાં રાહત મળે છે.
ઢીંચણ નો દુઃખાવો આજના સમયમાં ખુબ સામાન્ય થઈ ગયો છે. એવામાં જો આ દુઃખાવો ઓછો કરવો હોય તો જરૂર ઘરેલું ઉપાયનો સહારો લેવો જોઈએ, જેનાથી આ દુઃખાવામાં જલ્દી રાહત મળે. પરંતુ જો આ દુઃખાવો વધી ગયો તો તેને સારું કરવા માટે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. અને દુઃખાવો અત્યારે ઓછો હોય તો આ ઘરેલું ઉપાય કરવા જોઈએ. ઢીંચણનો દુઃખાવો થાય ત્યારે તેલની માલિશ કરવી જોઈએ. એનાથી દુઃખાવામાં રાહત મળે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી