કાર ઇન્સ્યોરન્સ રીંન્યું કરાવતા પહેલા પહેલા જાણી લેજો આ વાત, નહિ તો ભરવા પડશે વધુ પૈસા… જાણો કાર ઇન્શ્યોરન્સ ભરવા સમયે શું શું ધ્યાન રાખવું જોઈએ…

ઇન્સ્યોરન્સ કોઈપણ વાહન ને નથી ચલાવી શકતા. આ લોકોની સુરક્ષા ની સાથે જ ગાડીઓ માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. ગાડી ખરીદતા સમયે ઇન્સ્યોરન્સ પોલિસી લીધા બાદ ખૂબ જ ઓછા લોકો તેની પર ધ્યાન આપે છે. બીજી વાર તેને રીન્યુ કરાવતા સમયે મોટાભાગના લોકો ચલણથી બચવા માટે થર્ડ પાર્ટી કે પછી કોઈ લોકલ કંપનીથી ઇન્સ્યોરન્સ કરાવી લે છે.

આમ કરવાથી તેમને દુર્ઘટના થવાની સ્થિતિમાં ઘણું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં કેટલીક વાર તો યોગ્ય સમય પર ઈલાજ ન મળવાથી લોકોનો જીવ પણ જતો રહે છે. ઇન્સ્યોરન્સ ક્લેમ કરતા સમયે આ સમસ્યાઓથી બચવા માટે તેને રીન્યુ કરાવતા સમયે મુખ્ય રીતે પાંચ વસ્તુઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જેનાથી તમને સાચી પોલીસી પસંદ કરવામાં મદદ મળશે.1) એક્સ્ટ્રા ચાર્જથી આવી રીતે કરો બચાવ:- ઇન્સ્યોરન્સ પોલીસી એક્સપાયર્ડ થયા બાદ જ મોટાભાગના લોકો રીન્યુ કરાવે છે. તેવી સ્થિતિમાં તેમને એક્સ્ટ્રા ચાર્જના રૂપમાં 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. મોટાભાગના લોકો પેટ્રોલ પંપ કે પછી સાયબર કેફે જઈને ઓનલાઇન ઇન્સ્યોરન્સ પોલિસી લે છે. એવામાં તેમને કંપની વિશે અને પ્લાન વિશે સારી જાણકારી નથી હોતી. જો તમે પણ રીન્યુ કરાવવા જઈ રહ્યા હોવ તો તેને જાતે જ સ્માર્ટ ફોનની મદદ થી ઘરે બેઠા કરી શકો છો. માત્ર એટલું જ નહીં તેનાથી તમે એક્સ્ટ્રા ચાર્જથી પણ બચી જશો.

2) ગાડીની કન્ડિશન જોઈને અપગ્રેડ કરો પ્લાન:- દર વર્ષે ગાડી ની કિંમત ઘટતી જાય છે માત્ર એટલું જ નહીં સમય પ્રમાણે ધીમે ધીમે તેમાં ખરાબી પણ આવવા લાગે છે. તેને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વળી ઇન્સ્યોરન્સ પ્લાન લેતી વખતે આ વાતોનું ધ્યાન રાખીને ગાડી પર એક્સ્ટ્રા થતા ખર્ચ ને બચાવી શકાય છે. તેનાથી ગાડી ની કિંમત પણ વધી જાય છે. સમય પ્રમાણે ઇન્સ્યોરન્સ પ્લાન પણ અપગ્રેડ કરતા રહેવું. જો કે તમને તેના માટે પ્રીમિયમના રૂપમાં વધારે પૈસા આપવા પડી શકે છે.3) વીમાકૃત ઘોષિત મૂલ્ય (IDV):- ઈન્સ્યોરન્સ પોલીસી થી જ ગાડી ની કિંમત વિશે જાણકારી મળે છે. કેટલીક એવી પણ કંપનીઓ છે જે ગાડી ની કિંમત ખૂબ જ ઓછી લગાવે છે. માત્ર એટલું જ નહીં કુદરતી હોનારત અને ગાડીની ચોરી થવાની સ્થિતિમાં પણ તેઓ ક્લેમ આપવાની ના પાડી દે છે. તેથી એ જરૂરી છે કે ઇન્સ્યોરન્સ રીન્યુ કરાવતી સમયે IDV એટલે કે ઇન્સ્યર્ડ ડિકલીયર્ડ વેલ્યુ પર જરૂરથી ધ્યાન આપવું. ઇન્સ્યોરન્સ માટે તમારે કેટલા પૈસા આપવાના છે તે સંપૂર્ણ રીતે ઇન્સ્યર્ડ ડિકલીયર્ડ વેલ્યુ પર નિર્ભર કરે છે.

4) 20– 50% સુધી ની છૂટ:- NCB એટલે નો ક્લેમ બોનસ એટલે કે વીમો કરાવતી વખતે કંપની દ્વારા કોઈ ક્લેમ બોનસ આપવામાં આવતું નથી. જૂની પોલિસી અનુસાર, જો તમે કોઈપણ પ્રકારનો ક્લેમ લીધો નથી, તો તમને રિન્યૂ કરતી વખતે 20 થી 50% સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેની પર ઘણા ઓછા લોકો ધ્યાન આપે છે. જો તમે જાતે નહીં પરંતુ બીજા કોઈ દ્વારા ઇન્સ્યોરન્સ કરાવી રહ્યા હોવ તો NCB વિશે તેમની પાસેથી જરૂર જાણો. એવામાં તમે ખૂબ જ સરળતાથી હજારો રૂપિયા બચાવી શકશો.5) વીમા કંપની વિશે ખબર નથી:- ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપની એવી પણ હોય છે જે ક્લેમ આપતા સમયે લોકોને પરેશાન કરે છે. કેટલીક વાર તો આ કંપનીઓ સીધી જ રીતે ક્લેમ આપવાની ના પાડી દે છે. એવામાં તમે ઇન્સ્યોરન્સ કરાવતા સમયે  કંપની વિશે સાચી જાણકારી મેળવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તેના સિવાય ગેરેજ નેટવર્ક કેશલેસ ની તપાસ જરૂર કરો. કેશલેસ સુવિધા દ્વારા દુર્ઘટના થયા બાદ ગાડીને ગમે ત્યાં રીપેર કરાવી શકો છો. પછીથી વીમા કંપની તમને બધા પૈસા પાછા આપી દે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment