આજના સમયમાં એવી અનેક કંપનીઓ છે જે ફ્રેન્ચાઇઝી આપી રહી છે. તમે આ કંપનીઓની ફ્રેન્ચાઇઝી ખોલીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. સાથે જ તેમાં નુકસાન પણ ના બરાબર છે. તમે પૈસા લગાવ્યા વગર જ પોતાનો કારોબાર શરૂ કરી શકો છો અને દર મહિને મોટી કમાણી કરી શકો છો. તમને જણાવીએ કે તમે કઈ કંપની અને કેવી રીતે ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. તો આવો જાણીએ વિસ્તારપૂર્વક.
તો સૌથી પહેલા વાત કરીએ છે અમે એક એવા પ્રોડક્ટની જેની માંગમાં ક્યારેય પણ ઘટાડો નથી થતો. મતલબ સાફ છે કે જો આ પ્રોડક્ટનો વ્યવસાય શરૂ કરીએ તો પ્રોફિટ જ પ્રોફિટ થઈ શકે છે. અમે વાત કરી રહ્યા છે ડેરી પ્રોડક્ટની જેના વ્યવસાયમાં ખૂબ સારું પ્રોફિટ કમાવી શકાય છે.1) Aadhar card Franchise:- તેના સિવાય તમે આધાર કાર્ડ ની ફ્રેન્ચાઇઝી પણ લઈ શકો છો. જો તમે આધાર કાર્ડ ની ફ્રેન્ચાઇઝી લેવા ઇચ્છતા હોવ તો તેના માટે સૌથી પહેલા તમારે UIDAI દ્વારા આયોજિત એક પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ સર્વિસ સેન્ટર ખોલવા માટે લાયસન્સ આપવામાં આવે છે. જ્યારે તમે પરીક્ષા પાસ કરી લેશો તો આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે. આ પછી કોમન સર્વિસ સેન્ટર પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કેવી રીતે કરવી અરજી?:- આધાર ફ્રેન્ચાઇઝી લાયસન્સ લેવા માટે તમારે NSET ની અધિકારિક વેબસાઈટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action પર વિઝીટ કરવી પડશે.
2) SBI ATM Franchise:- વ્યવસાય શરૂ કરવા માટે તમે SBI ની એટીએમ ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. જોકે એટીએમ ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે જગ્યા અને કેટલીક શરતો પૂરી કરવાની જરૂરી હોય છે. ક્યારેય પણ કોઈ બેંક પોતાના એટીએમ પોતે નથી લગાવતી. તેના માટે બેંક તરફથી કેટલીક કંપનીઓને એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે. આ એટીએમ લગાવવા વાળી કંપનીઓ અલગ હોય છે, જે દરેક જગ્યાએ એટીએમ લગાવવાનું કામ કરે છે. જો તમે પણ તમારા ઘર કે મકાનમાં એટીએમ લગાવવા ઈચ્છતા હોવ તો અહીંયા તમને જણાવીએ છે કે કેવી રીતે તેની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો.3) Post office Franchise:- પોસ્ટ ઓફિસની તરફથી ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે એટલે કે તમે પોસ્ટ ઓફિસ ખોલીને પૈસા કમાવી શકો છો. જણાવીએ કે પોસ્ટ ઓફિસની તરફથી બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. તેમાં પહેલી ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે અને બીજી પોસ્ટલ એજન્ટની ફ્રેન્ચાઇઝી છે. ફ્રેન્ચાઇઝીને લેવા માટે તમારે માત્ર 5000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ફ્રેન્ચાઇઝી મળવા બાદ તમે કમિશન દ્વારા કમાઈ શકો છો.
કેવી રીતે કરવી અરજી:- ? ફ્રેન્ચાઇઝી માટે તમે પોસ્ટ ઓફિસની ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લો અને ઓફિસિયલ સાઈડથી જ અરજી કરો. અરજી કરવા માટે તમે (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf) આ ઓફિશિયલ લિંક પર ક્લિક કરી શકો છો.
4) Amul Franchise:- અમુલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝની ઓફર કરી રહ્યું છે. પહેલી અમૂલ આઉટલેટ, અમુલ રેલવે પાર્લર કે અમુલ કિઓસ્કની ફ્રેન્ચાઈઝી અને બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લર ની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો બે લાખ રૂપિયાનુ રોકાણ કરવું પડશે. તેવી જ રીતે જો તમે બીજી ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા હોત તો પાંચ લાખનું રોકાણ કરવું પડશે.આમાં 25 થી 50 હજાર રૂપિયા નોન-રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે આપવા પડશે.કેવી રીતે કરવી અરજી?:- જો તમે ફ્રેન્ચાઇઝી માટે અરજી કરવા ઈચ્છતા હોવ તો તમારે retail@amul.coop પર મેલ કરવો પડશે. તેના સિવાય આ લીંક http://amul.com/m/amul scooping parlours પર જઈને પણ જાણકારી લઈ શકો છો.
5) IRCTC Ticket Agent:- IRCTC ની મદદથી તમે દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તેના માટે તમારે કરવાનું એટલું રહેશે કે ટિકિટ એજન્ટ બનવાનું છે. જેવી રીતે રેલવે કાઉન્ટર પર ક્લાર્ક ટિકિટ કાપે છે તેવી જ રીતે તમારે પણ યાત્રીઓને ટિકિટ કાપીને આપવાની છે.
કેવી રીતે કરવી અરજી?:- સૌથી પહેલા ઓનલાઇન ટિકિટ કાપવા માટે તમારે IRCTC ની વેબસાઈટ પર જઈને એજન્ટ બનવા માટે એપ્લાય કરવી પડશે. ત્યારબાદ તમે એક ઓથોરાઈઝ ટિકિટ બુકિંગ એજન્ટ બની જશો. ત્યારબાદ તમે ટિકિટ બુક કરી શકશો. ટિકિટ બુક કરવા પર IRCTC ની તરફથી એજન્ટને સારું એવું કમિશન મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી