મોદી સરકારની તરફથી એક નવી ટેકનોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં Jio, Airtel અને Viના નેટવર્કને બાયપાસ કરીને સીધું તમારા મોબાઇલ પર Netflix, Prime Videoની સ્ટ્રીમિંગ કરવામાં આવશે. દૂરસંચાર વિભાગ એક નવી ડાયરેક્ટ ટુ મોબાઈલ ટેકનોલોજી પર કામ કરી રહ્યુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેકનોલોજીની મદદથી ઇન્ટરનેટ વગર પણ વિડિયો ને ઓનલાઈન જોઈ શકાશે.
મતલબ મોબાઇલ ફોનને FMની તરફ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જેવા કે Netflix, Amazon Prime જેવા ઓટીટી પ્લેટફોર્મ થી વગર ઇન્ટરનેટે સીધું કનેક્ટ કરી શકાશે. તેના માટે ઇન્ટરનેટ ની જરૂર નહીં પડે. વધુ જાણકારી માટે સંપૂર્ણ લેખને આગળ વાંચતા રહો.1) કેવી રીતે કામ કરશે D2M ટેકનોલોજી:- વળી DOT ની તરફથી એક ફિક્સ સ્પેક્ટ્રમ બેન્ડ પર વીડિયો અને અન્ય ઈન્ટરનેટ સેવાઓ ઉમેરવામાં આવશે. પ્રસાર ભારતીએ પાછલા વર્ષે ડાયરેક્ટ ટુ મોબાઈલ ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે IIT કાનપુર સાથે ભાગીદારી કરી હતી. આમાં 526-582 MHz બેન્ડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. DOT એ તેના માટે એક સમિતિની રચના કરી છે.
2) શું Jio, Airtel અને Vi ની થઈ જશે છૂટ્ટી?:- એવામાં પ્રશ્ન થાય છે કે શું D2M ટેકનોલોજીના આવ્યા બાદ ટેલિકોમ કંપની જેમ કે Reliance Jio, Bharti Airtel અને Vi ની છુટ્ટી થઈ જશે? તો તેનો જવાબ છે સંપૂર્ણ રીતે Jio, Airtel અને Vi જેવી ટેલિકોમ કંપનીઓની છુટ્ટી નહીં થાય. જોકે ઓનલાઈન વિડીયો જોવા માટે jio, Airtel અને Vi પર નિર્ભરતા અમુક અંશે ઘટશે.3) વિડીયો જોવામાં ભારત પ્રથમ સ્થાને:- જણાવીએ કે હાલના સમય માં 82% ઇન્ટરનેટ ટ્રાફિક વિડીયો રિલેટેડ છે. દર એક મિનિટે ભારત લગભગ 1.1 મિલિયન મિનિટના વિડીયો સ્ટ્રીમિંગ કરવામાં આવે છે કે પછી ડાઉનલોડિંગ કરવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે 240 ટેક્સાબાઈટ ડેટા આપણે એક માસમાં વપરાશ કરી દઈએ છીએ .
4) શું થશે ફાયદો?:- કન્વર્જ્ડ ડાયરેક્ટ-ટુ-મોબાઇલ (D2M) નેટવર્કની મદદથી વગર બફરીંગે અનલિમિટેડ વીડિયો જોઈ શકશો. તેનાથી ઓનલાઇન એજ્યુકેશનની દશા અને દિશા બદલાઈ જશે. D2M નેટવર્કમાં બ્રોડકાસ્ટર એવા ડેટા પાઇપ નો ઉપયોગ કરી શકે છે અને પારંપારિક ટીવીના સિવાય અનેક પ્રકારના એપ્લિકેશન ડિલિવર કરી શકે છે. ડાયરેક્ટ ટુ મોબાઈલ અને 5G બ્રોડબેન્ડ વચ્ચે તાલમેલથી ભારતમાં બ્રોડબેન્ડના વપરાશ અને સ્પેક્ટ્રમ ના ઉપયોગમાં સુધારો થશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી