વરસાદ પૂરો થવા અને ઠંડી શરૂ થવાની વચ્ચે ની ઋતુમાં મચ્છરોની ઉત્પત્તિ પણ ખૂબ જ ઝડપ થી થઈ જાય છે અને ઘરોમાં પણ તેમના હુમલા ઝડપી બની જાય છે. આ સમયે મચ્છર આપણને અનેક પ્રકારની બીમારીઓમાં મૂકે છે. તમે કહેવત તો સાંભળી જ હશે કે “લોહા લોહે કો કાટતા હૈ”. તેના આધારે ચીનની એક ફેક્ટરી દર અઠવાડિયે બે કરોડ મચ્છર પેદા કરે છે જે મચ્છરોનો જ નાશ કરીને લોકોને ચેન ભરી જિંદગી આપે છે.
મચ્છરોના કારણે કોણ જાણે કેટલીએ જીવલણ બીમારીઓ દુનિયાભરમાં દર વર્ષે થાય છે. તેનાથી કરોડો લોકોનો જીવ જાય છે. હાલના દિવસોમાં મચ્છરો દ્વારા જ ડેન્ગ્યુની બીમારી દેશભરમાં લોકોનો જીવ લઈ રહી છે. જો તમે અહેસાસ કરી રહ્યા હોવ તો મચ્છર આ દિવસોમાં ખૂબ જ વધી ગયા છે. તેના કરડવાથી બચવું મુશ્કેલ છે. ચીને મચ્છરોનો નાશ કરવા માટે એક અદભુત કામ કર્યું છે. તેને એવા સારા મચ્છરોનું ઉત્પાદન પોતાની ફેક્ટરીમાં શરૂ કર્યું છે જે બીમારી ફેલાવતા મચ્છરોનું કામ તમામ કરી દે છે.
તમને પણ આશ્ચર્ય થશે કે આ સારા મચ્છર શું હોય છે? વળી સારા મચ્છર તેમને એટલા માટે કહેવામાં આવે છે કે બીમારી ફેલાવતા મચ્છરોના વિકાસને પોતાની રીતે રોકી દે છે. આ કામ ચીનના એક સંશોધન પછી શરૂ થયું છે. ચીનના દક્ષિણી પ્રદેશ ગુઆંગઝુમાં એક ફેક્ટરી છે, જે આ સારા મચ્છરોનું ઉત્પાદન કરે છે. દર અઠવાડિયે લગભગ બે કરોડ મચ્છરોનું ઉત્પાદન થાય છે. આ મચ્છર વાસ્તવમાં બોલબેચિયા બેક્ટેરિયાથી સંક્રમિત હોય છે તેનો પણ એક ફાયદો છે.
ચીનમાં પહેલા સુન યેત સેત યુનિવર્સિટી અને મિશીગન યુનિવર્સિટીમાં એક સંશોધન દ્વારા જાણવા મળ્યું કે જો બોલબેચિયા બેક્ટેરિયાના સંક્રમિત મચ્છર તૈયાર કરવામાં આવે તો તે બીમારી ફેલાવવા માટે મોટા સ્તર પર મચ્છર પેદા કરવા વાળા માદા મચ્છરોને બિનફળદ્રુપ બનાવી શકે છે. બસ આજ કારણે આ મચ્છરોનું ઉત્પાદન શરૂ થયું. આ સારા મચ્છરોને બોલબેચિયા મોસ્કીટો પણ કહેવાય છે.
પહેલા તેને ગુઆંગઝુની ફેક્ટરીમાં ઉછેરવામાં આવે છે. પછી તેને જંગલમાં અને એવી જગ્યાએ છોડવામાં આવે છે જ્યાં મચ્છરો પુષ્કળ હોય છે. ફેક્ટરીથી બનતા મચ્છર માદા મચ્છરો સાથે મળીને તેમની પ્રજનન ક્ષમતાનો નાશ કરે છે. પછી તે વિસ્તારમાં મચ્છરો ઓછા થવા લાગે છે અને આનાથી બીમારીઓ પર રોક લગાવી શકાય છે. મચ્છરો પેદા કરતી ચીનની આ ફેક્ટરી દુનિયામાં સૌથી મોટી તેના પ્રકારની ફેક્ટરી છે. આ 3,500 વર્ગ મીટર માં ફેલાયેલી છે. તેમાં ચાર મોટા વર્ક શોપ છે. દરેક વર્કશોપ દરેક અઠવાડિયે લગભગ 50 લાખ મચ્છરોનું ઉત્પાદન કરે છે.
ચીન આજથી જ નહીં પરંતુ વર્ષ 2015 થી જ આ કામ કરી રહી છે. પહેલા તો આ મચ્છર માત્ર ગુઆંગઝુ માટે તૈયાર કરવામાં આવતા હતા. કારણ કે અહીંયા દર વર્ષે ડેન્ગ્યુની બીમારી ફેલાતી હતી. હવે અહીંયા મચ્છરો ઘણા જ નિયંત્રિત થઈ ચૂક્યા છે. તેથી બીમારીઓ પણ નિયંત્રિત થઈ ચૂકી છે. હવે આ ફેક્ટરીમાં મચ્છરોનું ઉત્પાદન કરીને તેમને ચીનના બીજા ભાગોમાં પણ મોકલવામાં આવે છે.ફેક્ટરીમાં ઉત્પન્ન કરવામાં આવતા આ મચ્છરનો અવાજ તો ખૂબ જ આવે છે પરંતુ એક નિશ્ચિત સમય પછી તેનો નાશ થઈ જાય છે. આનાથી કોઈપણ પ્રકારની બીમારી ફેલાવવાનું જોખમ પણ નથી રહેતું. ફેક્ટરીમાં ઉત્પન્ન કરવામાં આવતા દરેક મચ્છર નર હોય છે. લેબમાં આ મચ્છરોના જનીનમાં બદલાવ કરી દેવામાં આવે છે. ચીનનો આ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો છે કે બ્રાઝિલમાં પણ ચીન આવી ફેક્ટરી ખોલવા જઈ રહ્યું છે.
ચીનની આ રીતે પોતાના પહેલા જ ટ્રાયલમાં એટલી જબરજસ્ત પ્રસિધ્ધિ મેળવી છે. જે વિસ્તારમાં આ મચ્છરોને છોડવામાં આવ્યા ત્યાં થોડા જ સમયમાં 96 ટકા મચ્છર ઓછા થઇ ગયા. ત્યારબાદ ચીને આનો ઉપયોગ મોટા સ્તર પર કરવાનો શરૂ કરી દીધો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી