મિત્રો હાલમાં જ ઇસરોએ ચંદ્રયાન મોકલ્યું અને ભારતનું ચંદ્ર સુધી જવાનું શક્ય બન્યું. મિત્રો આ મિશનમાં ઘણા વૈજ્ઞાનિકોનું યોગદાન રહેલું છે. જેમની મહેનતના કારણે આ શક્ય બન્યું છે. તો આજે અમે ચંદ્રયાન મિશનમાં પોતાનું યોગદાન આપેલ ત્રણ વૈજ્ઞાનિકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે વૈજ્ઞાનિક બનવા માટે અને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ સંઘર્ષનો સામનો કર્યો છે.
આ વૈજ્ઞાનિકોમાં સૌથી પહેલું નામ છે કે.સિવન. મિત્રો સિવન ઈસરોના વડા તરીકેની ફરજ બજાવે છે. સિવન તામીલનાડુના કન્યાકુમારીના નાગરકોઇલમાં જન્મ્યા હતા. તેમણે તમિલ મીડીયમ શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે તેઓને જ્યારે શાળામાં રાજા હોય ત્યારે તેઓ ખેતરમાં કામ કરવા જતા અને તેમની પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેઓ પગમાં ચપ્પલ પહેર્યા વગર તો શાળાએ જતા. પરંતુ તેઓ અભ્યાસમાં ખુબ જ હોંશિયાર હતા. 12 માં ધોરણમાં ગણિતમાં તેમનું પરિણામ 100% રહ્યું હતું.ત્યાર બાદ તેઓ બી. ટેક કરવા માંગતા હતા. પરંતુ તેમના પિતાએ તેમને બીએસસી કરવાનો કહ્યું. ત્યારે સિવન પોતાને ગમતી કોલેજમાં એડમીશન લેવા માટે 7 દિવસ અનશન પર રહ્યા હતા. તેમ છતાં પણ તેમના પિતા એકના બે ન થયા અને સિવને બીએસસી કરવા માટે એડમીશન લીધું. પરંતુ ત્યારે સિવનની મહેનત, લગન અને કૌશલ્ય જોઈને તેમના પિતાએ પોતાનું ખેતર વહેંચીને તેમને ચેન્નઈ ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યા. ત્યાર બાદ તેમણે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં બી.ઈ. કર્યું અને તેમની જિંદગીમાં પહેલી વાર તેમણે ત્યારે સેન્ડલ અને પેન્ટ પહેર્યું હતું. ત્યાર બાદ વર્ષ 1982 માં તેઓ ઈસરોમાં કામ કરવા લાગ્યા.
ત્યાર બાદ છે ચંદ્રયાન-2 મિશનના ડાયરેક્ટર ઋતુ કારીધાલ. તમને જણાવી દઈએ કે ઋતુ કારીધાલ એક નીચલા મધ્યમવર્ગીય પરિવારથી આવે છે. તેઓ પોતાની શાળાના એક ફીઝીક્સના શિક્ષકથી એટલા પ્રેરિત થયા કે તેમણે લખનઉ યુનીવર્સીટીમાં ફીઝીક્સ કર્યું અને ત્યાર બાદ તેમણે એરો સ્પેસ એન્જીનીયરીંગની ડીગ્રી પણ મેળવી. ઋતુ મંગળ મિશનના ડેપ્યુટી ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે અને ઓટોનોમી સોફ્ટવેર પણ તેમણે બનાવ્યું છે.ઋતુની મુખ્ય જવાબદારી ઈસરોના મિશન ડીઝાઈન કરવાની છે. તેથી ઋતુ દ્વારા જ એવું નક્કી કરાયું હતું કે ચંદ્રયાન-2 મિશનનું લક્ષ્ય શું રહેશે અને તેને કંઈ રીતે સફળ બનાવવું વગેરે. વર્ષ 2012 માં તેમનો દીકરો 9 અને દીકરી માત્ર 4 વર્ષની હતી ત્યારે તેમનું ઘરે હોવું જરૂરી હતું ત્યારે તેઓ ઘરે પણ પુરતો સમય આપતા અને રાત્રે જાગીને પોતાના મિશનને અંજામ આપતા. આ રીતે એક બાજુ ઘરની સંભાળ લેતા લેતા જ તેમણે ઈસરોના મંગળ અને ચંદ્રયાન મિશનને અંજામ આપ્યો હતો અને તે સમયે દરમિયાન ક્યારેક તેમની પાસે બીમાર બાળકોને હોસ્પીટલે લઇ જવાનો પણ સમય ન રહેતો.
ત્યાર બાદ છે ચંદ્રકાંત, કે જે પ્રોજેક્ટના ડાયરેક્ટર-રેડિયો ફ્રિકવન્સી છે. ચંદ્રકાંતનો જન્મ બંગાળના હુબલીના શિવપુર ગામમાં થયો હતો. તેઓ પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. સૌથી પહેલા માતા પિતા દ્વારા તેમનું નામ સૂર્યકાંત રાખવામાં આવ્યું હતું. પરંતુ શાળામાં શિક્ષકે કહ્યું કે તેનું નામ ચંદ્રકાંત સારું રહેશે અને મિત્રો શિક્ષક દ્વારા અપાયેલા નામની યથાર્થતા પણ હકીકતમાં પુરવાર થઇ જ્યારે તેઓ ચંદ્રયાન મિશનના મહત્વનો ભાગ બન્યા.તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રકાંત એક ઝુપડીમાં મોટા થયા છે અને તેઓ રોજ 10 કિમી સાઈકલ ચલાવીને શાળાએ જતા. તેમણે પોતાના બાળપણમાં અત્યંત ગરીબી જોયેલી છે. તે સમય દરમિયાન તેઓ મિત્રો સાથે પણ ખુબ ઓછી વાત કરતા અને ઇન્ટ્રોવર્ટ રહ્યા હતા. પરંતુ તેઓ આજે માહિતીની આપલે સંબંધિત કાર્યમાં એક મહત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે. તેઓ ઈસરોના સેટેલાઈટ કોમ્યુનીકેશન વિભાગમાં કાર્ય કરી રહ્યા છે અને ચંદ્રયાન-2 અને તેના સાથે સંપર્ક જોડવા માટેની ગ્રાઉન્ડ સ્ટેશનની એન્ટીના સિસ્ટમ ચંદ્રકાંતે જ બનાવી હતી અને આ જ સિસ્ટમ તેમણે ચંદ્રયાન-1 માટે પણ બનાવી હતી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google