મિત્રો લગભગ બધા જ લોકોને ફળનું સેવન કરવું પસંદ હોય છે. કેમ કે ફળમાં એટલા વિટામીનો, પોષકતત્વો, તેમજ શરીરને તંદુરસ્ત રાખતા તત્વો રહેલા હોય છે. આથી ફળનું બધાને પસંદ હોય અને ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. પણ તમે જ્યારે ફળ ખાવ છો ત્યારે ઘણીવાર તમે જોયું હશે કે ફળ પર નાનું એવું એક સ્ટીકર ચોટાડેલું હોય છે. પરંતુ મિત્રો તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ફળો પર આવું સ્ટીકર શા માટે લગાવવામાં આવે છે ? તેનું શું કારણ છે ? જો તમે નથી જાણતા તો અમે તમને આજે અમે તમને તેના વિશે જણાવશું. આ માહિતી ખુબ જ મહત્વની છે માટે આ લેખને અંત સુધી વાંચો.
મિત્રો ફળ પર તમે સ્ટીકર જોતાં હશો, પરંતુ ખાસ કરીને સફરજન પર આવા સ્ટીકર વધુ જોવા મળે છે. પરંતુ શા માટે આ સ્ટીકર લગાવેલું છે તે લગભગ કોઇપણ ને ખબર નથી હોતી. પરંતુ ફળો પર સ્ટીકરો લાગેલા હોય છે તે ફળનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જો કોઈ ફળો અથવા તો શાકભાજી પર સ્ટીકરમાં 5 અંકનો કોડ હોય અને તે 9 નંબરથી શરૂ થતો હોય તો તેનો અર્થ એ છે કે તે સજીવથી ઉગાડવામાં આવે છે. પરંતુ તેમાં આનુવંશિક રૂપે ફેરફાર કરી શકાતા નથી.
જો કોઈ ફળ અથવા શાકભાજી પર 5 અંકનો કોડ હોય અને તે 8 નંબરથી શરૂ થતો હોય, તો તેનો અર્થ એ કે તે સજીવ ઉગાડવામાં આવ્યા છે. પણ તેનું આનુવંશિક રીતે સંશોધન થયેલ છે.
આ સ્ટીકરો પર એક ખાસ પ્રકારનો કોડ આપવામાં આવે છે. જેને PLU (પ્રાઇસ લુકઅપ) કહે છે. જે વિવિધ પ્રકારનાં હોય છે, જેનાં અર્થ પણ જુદા-જુદા હોય છે. જો તમે આ સ્ટીકરો વિશે માહિતી મેળવી લો તો તેના કોડ પરથી તમે ફળો વિશે ઘણા પ્રકારની જાણકારી મેળવી શકો છો. આના પરથી તમે એ જાણી શકો છો કે આપણે ક્યાં ફળ લેવા જોઈએ અને ક્યાં નહીં.
આ સિવાય જો ફળો અથવા શાકભાજી પર લગાવેલા સ્ટિકરનો કોડ 4 અંકનો હોય તો તે સૂચવે છે કે, આ ફળો ઉગાડતી વખતે તેમાં પરંપરાગત જંતુનાશકો અથવા તો રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 4 અંકવાળા કોડનો અર્થ એ છે કે, આ ફળો ઉગાડવા માટે મોટી સંખ્યામાં કિટનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતલબ કે હવે 4 અંકવાળા ફળો ખરીદવા ન જોઈએ.આમ આ પરથી એટલું જાણવા મળ્યું કે એવા ફળો કે જેના સ્ટીકર પણ કોડની સંખ્યા 5 અંકની હોય અને પહેલો અંક 8 હોય (દા.ત. 80412) તો તેનો અર્થ છે કે, તે જૈવિક રીતે ઉગાડવામાં આવી છે. પરંતુ તેમાં આનુવંશિક ફેરફાર થયા છે. જે 4 અંકવાળા ફળથી ઘણા સારા છે અને ફાયદાકારક પણ છે.
એવી જ રીતે જે ફળોના કોડની સંખ્યા 5 અંકની છે અને તે કોડનો પહેલો અંક 9 થી શરૂ થાય છે. (દા.ત. 94285), તો તેનો અર્થ છે કે તે જૈવિક રીતે ઉગાડવામાં આવ્યું છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો મિત્રો અંતમાં એટલું જણાવજો કે આ જાણકારી તમને કેવી લાગી ?
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google