મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ માટે પ્રેમ એક અનોખો અહેસાસ હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન પ્રેમ વગર નર્ક સમાન હોય છે. પરંતુ મિત્રો અમુક મામલામાં પ્રેમમાં પડવું પણઆપણા જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. આપણી જિંદગીને બરબાદ પણ કરી શકે છે. તો તેના કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ કરતા પહેલા આપણને અમુક બાબતની જાણ હોવી ખુબ જ આવશ્યક બની જાય છે. કેમ કે આપણે ઘણી વાર પ્રેમમાં પડતા પહેલા સામેની વ્યક્તિ વિશે તેની વચ્ચેના અંતર અને સ્થિતિને જોવી પણ ખુબ જ આવશ્યક છે. તો આજે અમે તમને જણાવશું કે શા માટે એક પરણિત સ્ત્રી અથવા પુરુષન પ્રેમમાં ન પડવું જોઈએ.
મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે કોઈ કુંવારા છોકરા કે છોકરી પ્રેમમાં પડે તો એ સહજ બાબત છે. પરંતુ આજકાલ પરણેલા સ્ત્રી અને પુરુષ પણ પ્રેમ પડવા લાગ્યા છે. જે ખરેખર ખુબ જ ખોટું કહેવાય. પરંતુ અમુક લોકો તો એ પણ જાણતા હોય છે કે આ પ્રેમ સંબંધ તેના જીવનમાં નુકશાન કરાવશે તેમ છતાં પણ તે પ્રેમમાં પડતા હોય છે. આવા પ્રેમ સંબંધમાં માત્ર એક પળની જ ખુશી મળે છે તેમ છતાં આવી ભૂલો લોકો કરી બેસતા હોય છે. તો આજે અમે તમને પ્રેમ સાથે જોડાયેલી અમુક બરબાદીની વાતો જણાવશું. જેને જાણ્યા બાદ લગભગ તમે આગળ જતા બચી શકો છો. પરંતુ તેના પહેલા આપણે જાણીએ કે પ્રેમ કેવા પ્રકારનો હોય છે. એક પ્રેમ એવો હોપ્ય છે જેમાં માતા-પિતા તેના બાળકને કરે છે, એક પ્રેમ ભાઈ અને બહેન વચ્ચેનો હોય છે, એક પ્રેમ પટ્ટી અને પત્ની વચ્ચેનો હોય છે, એક પ્રેમ મિત્રો વચ્ચેનો પણ હોય છે. જીવનમાં ઘણા બધા પ્રેમ એવા છે આપણા જીવનને ખુશીઓતથી ભરી નાખે છે. પરંતુ અમુક પ્રેમ આપણા જીવનને બરબાદ પણ કરી નાખે છે.
આજના સમયમાં ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે લગ્ન કરેલા પુરુષ અને સ્ત્રી કોઈ બીજા પુરુષ અથવા સ્ત્રીના પ્રેમમાં પડી જતા હોય છે. જેની ખરાબ અસર ખુદના ઘર અને આખા પરિવાર પર પડે છે. પરંતુ જો તેવામાં આવા પ્રેમનું પ્રકરણ દુનિયા સામે આવી જાય તો આપનું જીવન નર્ક સમાન બની જાય છે. તેવા સમયે આપણને આપણા ખુદના ચહેરા પર જ ગુસ્સો આવે છે અને આપણને અંદર આપણા પ્રત્યે જ તુચ્છ ભાવ અનુભવીએ છીએ.
પરંતુ તમને જણાવી દઈએ કે પરણિત લોકો બીજા કોઈ પાત્રને પ્રેમ કરી બેસે ત્યારે ઘણા લોકોને એવી ખબર હોય છે કે તે પોતાનો પરિવાર છોડી નહિ શકે પરંતુ તેમ છતાં પણ તે પ્પ્રેમમાં પડી જાય છે. એવા સમયે તેનું જીવન નર્ક સમાન બને છે. જ્યારે લગ્ન કરેલા લોકોનું પ્રેમ પ્રકરણ બીજા પાત્ર સાથે બહાર આવે ત્યારે તે વ્યક્તિ ઘરનો પણ ન રહે અને ઘટનો પણ ન રહે. એવા સમયે તેણે બનાવેલી પોતાની દુનિયામાં ખુદ જ નાશ પામે છે. જીવનમાં ખુબ જ દુઃખોનો સામનો કરવો પડે છે.
પરંતુ આવા પ્રેમમાં પડતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી, તેના પતી અથવા તો પત્નીના નથી થઇ શક્યા, એ ભવિષ્યમાં તમારા એકવી રીતે વિશ્વાસુ બની શકે. એ વાતની શું ગેરેંટી હોય કે જે તમારા માટે પોતાની પત્ની અને પતિ છોડીને આવી જાય તે ભવિષ્યમાં કોઈ બીજા માટે વ્યક્તિ માટે તમારો સાથે નહિ છોડે ? જે લોકો એક વાર કોઈ વ્યક્તિનો સાથ છોડીને આવી જાય તે ભવિષ્યમાં તમને પણ છોડી શકે છે. તે તમારી સાથે ક્યારેય આજીવન સુખી બનીને ન રહે.
તો આ આખી બાબત એક આપણા સુખી જીવનની વિરુદ્ધ માનવામાં આવે છે. કેમ કે આપણને આ રસ્તામાં માત્ર દુઃખ જ મળે છે. તેમાં મળનારું સુખ માત્રને માત્ર ક્ષણિક હોય છે. એટલા માટે હંમેશા લગ્ન કરેલી સ્ત્રીથી બને એટલી દુરી બનાવી રાખવી જોઈએ. અને જે વ્યક્તિ સાથે તમારો સંબંધ જોડાયેલો હોય તેની સાથે વફાદારીથી સંબંધ નિભાવવો જોઈએ. તેને ક્યારેય પણ દગો ન આપવો જોઈએ. માટે ક્યારેય પણ પરણિત સ્ત્રી હોય કે પુરુષ તેના પ્રેમમાં ન પડવું જોઈએ. તેનાથી જીવનમાં એક દુખના ભાગથી તમે દુર રહેશો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી