ભારતના સૌથી ખતરનાક જાસુસ…. પાકિસ્તાનમાં જઈને આર્મી જોઈન કરીને બની ગયો હતો મેજર… જાણો છેલ્લે તેની હાલત કેવી થઇ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભારતના સૌથી ખતરનાક જાસુસ…. પાકિસ્તાનમાં જઈને આર્મી જોઈન કરીને બની ગયો હતો મેજર… જાણો છેલ્લે તેની હાલત કેવી થઇ.

મિત્રો આજે અમે તમને એક એવા ભારતીય જાસૂસની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેની કહાની કોઈ એક્શન ફિલ્મના હીરોથી કમ નથી. તેમના કારનામાંઓ ફિલ્મો કરતા પણ વધારે રોમાંચક હતા. આજે અમે વાત કરી રહ્યા છીએ બ્લેક ટાઈગરના નામે ઓળખાતા ભારતીય જાસૂસ રવિન્દર કૌશિકની. જે એક ભારતીય જાસૂસ તો હતા અને પાકિસ્તાન જાસૂસી કરવા માટે જ ગયા હતા. એટલું જ નહિ પરંતુ પાકિસ્તાની આર્મીમાં મેજર સુધીનું પદ પણ તેમણે મેળવી લીધું હતું.

આજે અમે ભારતના સૌથી મોટા જાસુસ રવિન્દર કૌશિકની સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. જેણે ભારત દેશ માટે ઘણું બધું કર્યું છે. મિત્રો આ લેખ પુરેપુરો વાંચજો કારણ કે રવિન્દર કૌશિક સાથે છેલ્લે જે થયું તે જાણીને તમે રડી પડશો.

રવિન્દર કૌશિકની કહાની લખનઉના એક ઓડીટોરીયમથી શરૂ થઇ હતી. એક દિવસ તેમણે ત્યાં આયોજિત પ્રતીયોગીતામાં ભાગ લીધો હતો. તે પ્રતિયોગીતા જોવા માટે દુર દુરથી લોકો આવ્યા હતા. ત્યારે ત્યાં RAW (“રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ” જે એક સરકારી એજન્સી છે.) ની ટીમ પણ એક મિશન માટે આવી હતી. એક પછી એક પ્રાતીયોગી પોતાનું હુનર દેખાડતા ગયા. પરંતુ રવિન્દરે પોતાના અભિનયથી લોકોને ચકિત કરી દીધા. બધા લોકો તેના અભિનય કૌશલને જોઇને ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.

રવિન્દરની અદાકારી RAW ના લોકોનું દિલ જીતી લે છે. તેમણે નક્કી કરી લીધું કે તેઓ રવિન્દરને પોતાના ખાસ મિશનનો હિસ્સો બનાવવાની વાત કરશે. તે લોકો અનુસાર રવિન્દરમાં એ બધી ખૂબીઓ હતી જે RAW સાથે જોડાવવા માટે જરૂરી છે. ત્યાર બાદ તે લોકોએ રવિન્દર સાથે મુલાકાત કરી અને તેને RAW નો હિસ્સો બનવાનો પ્રસ્તાવ આપ્યો. તે મિશન દેશ સાથે જોડાયેલું હતું તેથી રવિન્દરે પ્રસ્તાવને હસતા હસતા સ્વીકાર કરી લીધો.

ત્યાર બાદ તેઓ RAW માં જોડાયા અને મિશન માટે જરૂરી ટ્રેઈનીંગ માટે દેલ્હી ગયા. તે સમયે 1971 નું યુદ્ધ થયાનો થોડો સમય વીત્યો હતો એટલે ભારતને એવી આશંકા હતી કે પાકિસ્તાન ફરી પાછું દુ:સાહસ કરશે. તો તેના માટે તેણે રવિન્દરને તૈયાર કર્યો કે તે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનની ગોપનીય જાણકારી ભારતને પહોંચાડતા રહે.

તેમણે બે વર્ષ આકરી ટ્રેઈનીંગ લીધી અને તેમને એવી ટેકનીક્સ વગેરે શીખવ્યું જે તેમને દુશ્મન દેશમાં કામ આવે. પરંતુ રવિન્દર માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે તેમને મુસ્લિમ બનવાનું હતું. પરંતુ રવિન્દર એક સારા અદાકારા હતા તેથી તેમણે તે પણ સરળતાથી શીખી લીધું અને ટ્રેઈનીંગ દરમિયાન તેઓએ ઉર્દુ ભાષા પણ શીખી અને કોઈને તેમના પર શક ન થાય તે માટે તેમણે ખતના(ઇસ્લામ ધર્મમાં એક રીવાજ છે જેમાં સામાન્ય રીતે નવજાત બાળકને શલ્યક્રિયા દ્વારા લીંગની ઉપરની ચામડી અલગ કરવામાં આવે છે.) પણ કરાવવું પડ્યું અને થોડા સમય બાદ તેઓ સંપૂર્ણ રીતે મુસ્લિમ રંગમાં રંગાઈ ગયા.

હવે તે પોતાના મિશન માટે બિલકુલ તૈયાર હતા. જો કે તેમની અંદર એક ડર હતો કે તેઓ પોતાના મિશનને પૂરું કરી શકશે કે નહિ. આ મિશનમાં તેમનો જીવ જોખમમાં આવે તેવી પુરેપુરી આશંકા હતી. તેમ છતાં પણ તેમણે દેશના હીત માટે પોતાના તે ડર પર પણ તેમણે જીત મેળવી લીધી.

ત્યાર બાદ હવે મિશનની શરૂઆત થઇ. ખુફિયા રીતે રવિન્દર પાકિસ્તાન પહોંચ્યા. હવે તે રવિન્દર માંથી “નબી અહેમદ શાકીર” બની ગયા હતા. પાકિસ્તાનમાં જતા જ તેમણે પોતાના મિશન તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલા તેમણે કરાંચીની એક યુનીવર્સીટીમાં વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે તેમનો અભ્યાસ પૂર્ણ થયો ત્યાર બાદ તેમણે પાકિસ્તાની આર્મી માટે અરજી આપી. રવિન્દરની કાબિલિયતને પાકિસ્તાની સેના નજર અંદાજ ન કરી શકી અને તેને સેના માટે પસંદ કરવામાં આવ્યા.

રવિન્દર પાકિસ્તાની આર્મીમાં જોડાયા કામ પણ કરવા લાગ્યા. તે દરમિયાન તેમણે ઘણી બધી ગુપ્ત જાણકારીઓ ભારતને મોકલી અને મિત્રો હેરાન કરી દે તેવી વાત તો એ છે કે પાકિસ્તાની સેનાને ક્યારેય એવો અહેસાસ જ ન થયો કે તેમની વચ્ચે એક ભારતીય જાસૂસ કામ કરી રહ્યો છે. કારણ કે રવિન્દર પોતાના દરેક પગલા સમજી વિચારી અને સુજબુજથી ભરતા હતા. એટલું જ નહિ પરંતુ રવિન્દર પાકિસ્તાની આર્મીમાં મેજર પણ બની ગયા.

રવિન્દરને ખતરાની શંકા હતી પરંતુ ભારત દેશ માટે કંઈક કરી જવાની ચાહના તેમને સતત પ્રેરિત કરતી રહી. રવિન્દર દ્વારા અપાયેલી એક એક જાણકારી ભારત માટે ઉપયોગી સાબિત થઇ અને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ અસફળ રહ્યા. તેમના મિશન દરમિયાન રવિન્દરને એક પાકિસ્તાની છોકરી અમાનત સાથે પ્રેમ પણ થઇ ગયો અને તેમણે અમાનત સાથે લગ્ન પણ કરી લીધા. તેમની જિંદગી હવે સામાન્ય બની ગઈ હતી.

રવિન્દર ખુબ ખુશ હતા કારણ કે એક બાજુ તેઓ પોતાના મિશનમાં સફળતાઓ પ્રાપ્ત કરી રહ્યા હતા તો બીજી બાજુ તેમની સુંદર પત્નીએ એક બાળકને જન્મ પણ આપ્યો. રવિન્દર આ રીતે પોતાની બંને ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ભારતથી તેમને એક સંદેશ મળે છે કે તેઓ રવિન્દરની મદદ કરવા માટે હજુ એક સાથી મોકલવા માંગે છે ત્યારે રવિન્દરે સહેમતી આપી.

ત્યારે બીજો જાસુસ ભારતથી પાકિસ્તાન આવ્યો. તે પાકિસ્તાન પહોંચવામાં તો સફળ રહ્યો પરંતુ કમનસીબે તે પકડાઈ ગયો. જ્યારે તેની ઉપર ખુબ યાતનાઓ કરવામાં આવી ત્યારે તે સહન ન કરી શક્યો અને તેણે મિશન જણાવી દીધું અને તેની સાથે તેણે રવિન્દર કૌશિકની ઓળખને પણ ઉજાગર કરી દીધી.

1983 ની એ કાળી રાત્રે રવિન્દર એક ભારતીય જાસૂસ છે તે ખબર ઝડપથી ચારેય બાજુ ફેલાવા લાગી. જેમ કે ત્યારે રવિન્દર ત્યાંથી ભાગવામાં સફળ પણ રહ્યા અને તેણે ભારત પાસે મદદ પણ માંગી હતી. પરંતુ તે વખતની ભારત સરકારે તેમને મદદ કરવાની બિલકુલ ના પાડી દીધી અને અંતે પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ તેમને પકડી લીધા અને શિયાલકોર્ટની જેલમાં નાખી દીધા. ત્યાં તેમનું શોષણ કરવામાં આવ્યું તેમના પર ઘણી બધી યાતનાઓ આપવામાં આવી. તેમનું સુડોળ શરીર જર્જરિત થઇ ગયું પરંતુ પોતાના દેશ ભારત માટે તેમનો પ્રેમ ઓછો ન થયો.

અનેક યાતનાઓ અને અથાક પ્રયાસો બાદ પણ પાકિસ્તાની  રવિન્દર પાસેથી એક પણ જાણકારી ન મેળવી શક્યા. તેમની પર ઘણા આરોપો લાગ્યા અને મુકદમા પણ ચાલ્યા અને અંતે વર્ષ 1985 માં પાકિસ્તાન સરકારે હાર માનીને તેમને ફાંસીની સજા સંભળાવી. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના આદેશથી ફાંસીની સજા ઉમરકેદમાં બદલાઈ ગઈ અને 16 વર્ષ સુધી રવિન્દર પાકિસ્તાનની કાલ કોઠરીમાં જ કેદ રહ્યા. અને ત્યાં જેલમાં જ એક દિવસ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો અને સંસારને અલવિદા કરી ગયા.

મિત્રો તેમના મૃત્યુ બાદ ભારત સરકારે તેનો મૃત દેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. ત્યારની ઇન્દિરા ગાંધીની સરકારે રવિન્દર સાથે જોડાયેલા બધા જ રેકોર્ડ નષ્ટ કરી દીધા અને RAW ને પણ ચેતવણી આપી દીધી કે તે આ બાબતમાં ચુપ રહે. મિત્રો તમને જણાવી દઈએ કે રવિન્દરના પિતા ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતા અને રીટાયર થયા બાદ તેઓ ટેક્સ ટાઈલ મિલમાં કામ કરતા હતા.

રવિન્દર જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે પોતાના પરિવારને ઘણા પત્રો લખ્યા હતા. તે પત્રોમાં તેઓ તેમના પર થતી યાતનાઓ વિશે પણ લખતા. તેમણે પત્રમાં એક વાર તેમના પિતાને પૂછ્યું હતું કે શું ભારત જેવા મોટા દેશ માટે કુરબાની આપનાર વ્યક્તિને આવો પ્રતિભાવ મળે છે !

મિત્રો રવિન્દર કૌશિકના જજબાને સલામ છે કે જેણે ભારત દેશ માટે પોતાની હસતી ખેલતી જિંદગીને બર્બાદ કરી દીધી અને શહીદ થઇ ગયા. મિત્રો તમે  પણ રવિન્દર કૌશિકના અદમ્ય સાહસ અને કારનામાંથી પ્રભાવિત થયા હોય તો કોમેન્ટમાં રવિન્દર કૌશિકના જજબા માટે સલામમાં Jay Hind લખવાનું ભૂલશો નહિ. તેમજ તે સમયે ભારત સરકારે રવિન્દરને મદદ ન કરી તેના પર તમારા મંતવ્યો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

6 thoughts on “ભારતના સૌથી ખતરનાક જાસુસ…. પાકિસ્તાનમાં જઈને આર્મી જોઈન કરીને બની ગયો હતો મેજર… જાણો છેલ્લે તેની હાલત કેવી થઇ.”

  1. unhone apni jingdgi desh ke liye barbad kardi lekin indira gandhi ki sarkar ne unko madad nahi ki balki unka sab bhi unke ghrwalo ko dila saki saki thu hai aisi sarkar par.

    Reply

Leave a Comment