અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
મળે છે રૂપિયા 5 લાખ સુધીની મેડીકલ સુવિધા બિલકુલ મફતમાં….. જાણો આ યોજનાનો લાભ લેવા માટે મહત્વની જાણકારી અને સરકારના SECC ડેટામાં તમારું નામ છે કે નહીં…
મિત્રો માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 નવેમ્બર 2018 થી આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં લગભગ 10 કરોડ પરિવાર ને રૂપિયા 5 લાખનો ઈલાજ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનામાં સમાવેશ થનાર પરિવારનું આખું લીસ્ટ સરકારે બનાવેલું છે અને તે લીસ્ટમાં જેનું નામ હોય તેમને આ લાભ મળવા પાત્ર છે.
હવે મિત્રો તમને એમ થાય કે સરકારે આ લીસ્ટ ક્યાં આધારે નક્કી કર્યું. તો આ લીસ્ટ ગરીબી રેખાના આધારે નક્કી કરવામાં આવ્યું હોય છે. વધુ પડતા ગ્રામ્ય વિસ્તારના લોકોને આ લાભ મળવા પાત્ર છે. ઘણા લોકો આ યોજનાથી અજાણ હોય છે અને દવાખાનામાં લાખો રૂપિયા ખર્ચીને ઓપરેશન કરાવતા હોય છે. અને જો કદાચ આ યોજના વિશે સાંભળ્યું પણ હોય પણ તો લોકો એ વાત નથી જાણતા કે તેમનું નામ આ યોજનામાં છે કે નહિ ? તેનું કાર્ડ ક્યાંથી મેળવવું વગેરે માહિતીની કોઈને ખબર હોતી નથી.
પરંતુ આજે અમે તમને તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે આ યોજનામાં તમારું નામ છે કે નહિ ? તેમજ નામ હોય તો આ યોજનાનો લાભ કંઈ રીતે લેવો વગેરે. તો ચાલો જાણીએ ખુબ જ અગત્યની માહિતી.
મિત્રો આ આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ છે કે નહિ તે તમે ઘરેબેઠા ઓનલાઈન પણ જાણી શકો છો.
તેના માટે આ વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login
ખોલો. તેમાં તમારા મોબાઈલ નંબરનું બોક્સ આપ્યું હશે ત્યાં તમારો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યાર બાદ તેની નીચે એક કેપ્ચર કોડ આપ્યો હશે તે કેપ્ચર કોડ તે જ રીતે લખી નાખવો. ત્યાર બાદ નીચે Generate OTP નો ઓપ્શન આપ્યો હશે તેના પર ક્લિક કરવાનું છે.
ત્યાર બાદ otp નું બોક્સ ખુલશે. તેમાં તમારા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા એક otp મોકલવામાં આવ્યો હશે તે otp અહીં લખવો. ત્યાર બાદ terms નું બોક્સ આપ્યું હશે ત્યાં ક્લિક કરશો એટલે રાઈટનું નિશાન થઇ જશે. ત્યાર બાદ Submit કરી દેવાનું છે.
તમે સબમિટ કરશો ત્યાર બાદ State એટલે કે રાજ્ય વિશે પૂછ્યું હશે તેમાં તમારે તમારું જે તે રાજ્ય હોય તે પસંદ કરવાનું છે. ત્યાર બાદ નીચેના બોક્સમાં ક્લિક કરશો એટલે અલગ અલગ કેટેગરી આપી હશે તેમાંથી તમે કોઈ પણ કેટેગરી અનુસાર તમારી માહિતી ભરીને તમારો તે યોજનામાં સમાવેશ થાય છે કે નહિ તે જાણી શકો છો.
ત્યાં નીચે કેટેગરીમાં search by name, તેમજ search by ration card number, તેમજ search by mobile number અને search by RSBY URN
આ ચારમાંથી કોઈ પણ એક કેટેગરી સિલેક્ટ કરશો એટલે તેમાં જરૂરી માહિતી માંગશે જેમ કે તમે search by name પસંદ કરશો તો તેમાં તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, પત્નીનું નામ, ઉંમર, જીલ્લો, પીનકોડ નંબર વેગેરે માહિતી પૂછશે. તે માહિતી ભર્યા બાદ સર્ચ પર ક્લિક કરવાનું છે. ત્યાર બાદ જો તેમાં કોઈ સમસ્યા આવતી હોય અથવા સર્ચ ન થાય તો search by ration card number પણ સિલેક્ટ કરી શકો છો. તેમાં તમારે રેશનકાર્ડ નંબર અને મોબાઈલ નંબર ફિલ કરવાના રહેશે.
જો તમારું નામ સર્ચ રીઝલ્ટમાં આવે તો તેનું કાર્ડ કંઈ રીતે બનાવવું તે સૌથી મોટી સમસ્યા છે. મિત્રો આ કાર્ડ તમે બીમાર પડો તો સીધું હોસ્પીટલમાંથી બનાવી આપે છે અને જો તમે બીમાર નથી અને તમારે પહેલેથી જ આ કાર્ડ જોઈએ છે તો તે તમારે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર કે જ્યાં તમે આધાર કાર્ડ પણ મેળવી શકો છો અથવા કોઈ પણ સરકારી કાગળ બનાવતા હોય ત્યાં CSC સેન્ટરમાં જઈને તમે આ કાર્ડ માત્ર 30 રૂપિયામાં બનાવી શકો છો.
આ ઉપરાંત ઘણા વિસ્તારમાં પ્રધાન મંત્રીના આદેશથી સરકાર દ્વારા આ યોજનાનો લાભ મળવા પાત્ર લોકોના ઘરે એક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં QR કોડ આપેલા છે તો તમે કોઈ હોસ્પીટલમાં ઈલાજ માટે જાવ તો તે કોડના આધારે તે લોકો પણ કાર્ડ બનાવી આપે છે.
મિત્રો આ જાણકારીથી ઘણા લોકો અજાણ છે એટલા માટે તેમના આયુષ્યમાન ભારત યોજના વિશે જાણ કરો જેના કારણે તેમને યોગ્ય લાભ મળે. આ યોજના. તો મિત્રો આ લેખને બને એટલો શેર કરો માહિતી બધા સુધી પહોંચાડો…તમને આ યોજના કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવજો.. જય હિન્દ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી