સ્નાન કરતા સમયે કરો આ દિવ્ય પ્રયોગ અને જુવો ચમત્કાર…. તમારી દરેક ઈચ્છા થશે પૂર્ણ …

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

સ્નાન કરતા સમયે કરો આ દિવ્ય પ્રયોગ અને જુવો ચમત્કાર…. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે….

મિત્રો સામાન્ય રીતે આપણે સ્નાનને એક રોજીંદી ખુબ સામાન્ય ક્રિયા સમજતા હોઈએ છીએ. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે સ્નાન માત્ર આપણા શરીરની ગંદકીને દુર કરે છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સ્નાન કોઈ સામન્ય ક્રિયા નથી તે એક ખાસ ક્રિયા છે. જાણકારી માટે જણાવી દઈએ કે સ્નાન કરતા સમયે આપણા શરીરમાંથી પસાર થઈને જળ ભૂમિમાં જાય છે ત્યારે આપણા શરીરમાંથી ખાસ તરંગો નીકળે છે જે પૃથ્વી સાથે કનેક્શન  બનાવે છે.

img source

તમને જણાવી દઈએ કે જળ ઉષ્માનો સુચાલક હોય છે. માટે સ્નાન કરતા સમયે મંગળનો પ્રભાવ પ્રબળ કરી શકાય છે. આપણા જન્માંકનો મંગળ પણ જાગૃત કરી શકાય છે. એટલું જ નહિ મિત્રો તે સમયમાં પ્રકૃતિમાં એટલી શક્તિઓ રહેલી હોય છે કે તમને તમારી દરેક ઈચ્છા પૂરી કરવાની સક્ષમતા પ્રદાન કરે છે. જેના કારણે તમે તમારા જીવનની કોઈ પણ ઈચ્છાને પૂર્ણ કરી શકો છો.

img source

હવે મિત્રો ઈચ્છા પૂર્ણ કરવા માટે સ્નાન કરતા સમયે એક ખાસ વિધિને અનુસરવી પડશે. જો તે વિધિ અનુસાર તમે સ્નાન કરો તો તમે તમારા મનમાં રહેલી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકો છો અને કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. તો આજે અમે તમને જણાવશું કે સ્નાન કંઈ વિધિ અનુસાર કરવું જોઈએ અને સ્નાન કરતી વખતે કેવો ભાવ રાખવો જોઈએ. જેનાથી અમુક ખાસ ગ્રહોના શુભ પ્રભાવ આપણા જીવન પર પડે અને તે આપણને સફળતા પ્રાપ્ત કરવા માટે મદદ કરે.

img source

સૌથી પહેલા આપણે સ્નાન કરવાની યોગ્ય વિધિ જાણી લઈએ. મિત્રો સ્નાન કરતા સમયે તમારે તમારું મુખ પૂર્વ દિશા તરફ રાખવાનું છે અને હંમેશા બેસીને જ સ્નાન કરવું જોઈએ. ક્યારેય શાવર નીચે ઉભા રહીને સ્નાન ન કરવું કારણ કે તે રાક્ષસી સ્નાન ગણાય છે માટે હંમેશા બેસીને સ્નાન કરવું અને તેમાં પણ જો પીપળાના વૃક્ષના લાકડામાંથી બનેલો પાટલો હોય તો તે અત્યંત શુભ ગણાય છે.

img source

સ્નાન કરતા પહેલા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસી ગયા બાદ સૌથી પહેલા પૃથ્વી મુદ્રામાં બેસી જવું. ત્યાર બાદ જમણા હાથમાં થોડું પાણી લેવું અને સૌથી પહેલા તમારા જીવનમાં જે પણ સમસ્યા છે અથવા તમારી કોઈ ઈચ્છા છે અને તેને પૂર્ણ કરવામાં કોઈ સમસ્યાઓ આવી રહી છે તેનો વિચાર કરવો.

ત્યાર બાદ પિતા અને પિતૃનું ધ્યાન કરવું અને ત્યાર બાદ પ્રાર્થના કરવી કે “હે પ્રકૃતિની શક્તિઓ તમે મારી સમસ્યાઓનું નિવારણ લાવો” આ રીતે પ્રાર્થના કર્યા બાદ હાથમાં રહેલ જળને માથા પર ચડાવી દો અને ત્યાર બાદ ડોલમાં રહેલ પાણીને પ્રણામ કરીને સ્નાન કરવાનું ચાલુ કરો.

જો આ રીતે તમે સ્નાન કરશો તો સ્નાન દ્વારા તમે તમારી સમસ્યા દુર કરીને તમારી ઈચ્છા પૂર્ણ કરી શકો છો. સ્નાન કરતી વખતે પ્રકૃતિ તરફથી શક્તિનો ભાવ રાખવાનો છે. મિત્રો એક ખાસ વાત યાદ રાખવાની છે કે સ્નાન કરતા સમયે તમારા મનમાં ક્યારેય કુવિચારો રાખવાના નથી. કારણ કે જો સ્નાન કરતી વખતે મનમાં કુવિચારો આવે તો જીવન કંગાળ થઇ શકે છે. માટે સ્નાન કરતી વખતે હંમેશા મનમાં સદવિચારો રાખવાના છે. કારણ કે સદવિચારોનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “સ્નાન કરતા સમયે કરો આ દિવ્ય પ્રયોગ અને જુવો ચમત્કાર…. તમારી દરેક ઈચ્છા થશે પૂર્ણ …”

Leave a Comment