મિત્રો આજકાલ તમે જે મોંઘવાર જોઈ રહ્યા છો જે એક સામાન્ય માણસ અથવા તો મધ્યમવર્ગીય માણસ માટે ખુબ જ કઠિનાઈ પેદા કરે છે. તેમાં પણ ખાસ કરીને ગેસ સીલીન્ડરના ભાવ વધવાને કારણે આજે અનેક ખાણીપીણીની વસ્તુઓના ભાવ પણ વધ્યા છે. પણ જો તમે ગેસ સીલીન્ડરના ભાવ વધારાથી પરેશાન છો તો તમે સોલાર સ્ટવનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરવાની જરૂર નહિ પડે. ચાલો તો આ સોલાર સ્ટવ વિશે વિસ્તારથી જાણી લઈ.
સામાન્ય લોકો પર મોંઘવારીનો માર સતત વધતો જાય છે. ખાણી-પીણીની વસ્તુઓ સહિત જરૂરી સામાનના ભાવ પહેલાથી જ વધેલા છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલેંડરના ભાવ ફરીથી 50 રૂપિયા વધારવામાં આવ્યા છે. જો તમે પણ મોંઘવારી અને રસોઈ ગેસના વધતાં ભાવથી પરેશાન છો, તો સરકારી કંપની ઇંડિયન ઓઇલે તમારા માટે અનોખુ સોલ્યુશન આપ્યું છે. કંપનીએ હાલમાં જ બજારમાં પોતાનો સોલાર સ્ટવ લોન્ચ કર્યો છે જેને ઘરે લાવીને તમે પણ ગેસની વધતી કિંમતોના ટેન્શનથી છુટકારો મેળવી શકો છો.પીએમ મોદીની ચૂનોતીથી મળી પ્રેરણા:- ઇંડિયન ઓઈલે આ સોલાર પાવર્ડ સ્ટવને ‘સૂર્ય નુતન’ નામ આપ્યું છે. ઇંડિયન ઓઇલનું કહેવુ છે કે, તેમણે પ્રધાનમંત્રીથી મળેલી ચૂનોતીથી પ્રેરિત થઈને સૂર્ય નુતનને ડેવલોપ કર્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2017ના રોજ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના અધિકારીઓને પોતાના સંબોધનમા રસોઈ માટે એવો વિકલ્પ ડેવલોપ કરવાની ચૂનોતી આપી હતી, જે યુઝ કરવામાં સરળ હોય અને પારંપારિક ચૂલાની જગ્યા લઈ શકે. પ્રધાનમંત્રીની આ વાતથી પ્રેરિત થઈને સોલાર કૂક ટોપ ‘સૂર્ય નુતન’ ને વિકસિત કરવામાં આવ્યું છે.
રાત્રે પણ કરી શકાય છે ઉપયોગ:- સૂર્ય નુતન સોલાર કૂક ટોપમાં ઘણી વિશેષતાઓ છે. તેને એક જ જગ્યાએ સ્થાયી રીતે લગાડી શકાય છે. તે એક રિચાર્જેબલ અને ઇનડોર સોલાર કૂકિંગ પ્રણાલી છે. તેને ઇંડિયન ઓઇલના અનુસંધાન તેમજ વિકાસ કેન્દ્ર, ફરિદાબાદે ડિઝાઇન તેમજ ડેવલોપ કર્યું છે. ઇંડિયન ઓઈલે તેનું પેટન્ટ પણ કરાવ્યુ છે. તેનું એક યુનિટ તડકામાં રહે છે અને તે ચાર્જ કરતી સમયે ઓનલાઈન કૂકિંગ મોડ પ્રદાન કરે છે. તે સિવાય ચાર્જ થવા પછી પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રકારે સૂર્ય નુતન સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ સુનિશ્ચિત કરે છે.એક વાર ચાર્જ થાય એટલે ત્રણ ટાઈમનું ભોજન:- આ સ્ટવ હાઇબ્રીડ મોડ પર પણ કામ કરે છે. તેનો મતલબ થયો કે, આ ચૂલામાં સૌર ઉર્જા સિવાય વીજળીના અન્ય સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકાય છે. સૂર્ય નુતનનું ઇન્સુલેશન ડિઝાઇન એવું છે કે, જે વિકિરણ અને તડકાની ગરમીના નુકસાનને ઘટાડે છે. સૂર્ય નુતન ત્રણ અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે. સૂર્ય નુતનનું પ્રીમિયમ મોડલ ચાર લોકોના પરિવાર માટે ત્રણ ટાઈમનું બધુ ભોજન બનાવી શકે છે.
અત્યારે આટલી છે સોલાર સ્ટવની કિંમત:- આ સ્ટવના બેસ મોડેલની કિંમત લગભગ 12,000 રૂપિયા અને ટોપ મોડેલની કિંમત 23,000 રૂપિયા છે. જોકે, ઇંડિયન ઓઇલનું કહેવું છે કે, આવનારા સમયમાં તેની કિંમતમાં ખૂબ ઘટાડો આવવાની સંભાવના છે. સૂર્ય નુતન એક મોડ્યુલર પ્રણાલી છે અને તેને જરૂરિયાત મુજબ, વિભિન્ન આકારોમાં ડિઝાઇન કરી શકાય છે.
આમ આ સોલાર સ્ટવનો ઉપયોગ કરીને તમે આજના ગેસ સીલીન્ડરના વધતા જતા ભાવ વધારાથી રાહત મેળવી શકો છો. તેનાથી તમારી રસોઈ સરળ રીતે ચાર્જ થયા પછી પણ થઇ શકે છે. આમ સોલાર સ્ટવમાં પાવર પણ સેવ રહે છે જેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી