દવાખાને ન જવું હોય તો સવારે કરો આનું સેવન, પેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ સાફ કરી શરીરમાં ભરી દેશે ગજબની ઊર્જા અને તાકાત.

મિત્રો આપણો સવારનો નાસ્તો એકદમ પૌષ્ટિક હોવો જોઈએ. નહિ તો આપણે દિવસ દરમિયાન ઉર્જાવાન નથી રહેતા. આજે અમે તમને આ લેખમાં એવા નાસ્તા કે વસ્તુ અંગે જણાવીશું જેનું સેવન કરવાથી તમે આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ કરશો. 

લોકોમાં એ વાતને લઈને ખૂબ જ કન્ફ્યુઝન રહેતું હોય છે કે સવારે ઊઠીને સૌથી પહેલા શું ખાવું જોઈએ અને શું નહીં. અમુક લોકો સવારે ઉઠતાં જ નટ્સ ખાય છે અને અમુક લોકો પોતાની સવારની શરૂઆત ફ્રૂટ્સ અથવા એક કપ ચા પીને કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે કઈ વસ્તુઓનું સેવન કરવું હેલ્થી ગણવામાં આવે છે? દિવસની એક સારી શરૂઆત માટે બ્રેકફાસ્ટને ખૂબ જરૂરી ગણવામાં આવે છે. ઘણા લોકો સવારનો નાસ્તો સ્કીપ કરી દેતા હોય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમને સવારના સમયે કઇંક ન કઇંક ખાવા માટે જોઈએ છે.જો તમે નાસ્તાને એન્જોય કરો છો તો તમારે એવી વસ્તુઓ પસંદ કરવી જોઈએ જે, તમને આખો દિવસ એનર્જી આપી શકે અને જેને ખાઈને તમે લાંબા સમય સુધી ફૂલ અનુભવ કરી શકો. તો જો તમે પણ એ વાતને લઈને કન્ફ્યુઝ રહેતા હોય કે સવારના સમયે શું ખાવું જોઈએ તો અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જય રહ્યા છીએ જે હેલ્થી સાબિત થઈ શકે છે. આવો જાણીએ તે વસ્તુઓ વિશે. 

1) ગ્રીક યોગર્ટ:- ગ્રીક યોગર્ટ ક્વીક બ્રેકફાસ્ટનો એક સારો ઓપ્શન છે. ગ્રીક યોગર્ટમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને તે પ્રોટીનનો સારો એવો સ્ત્રોત ગણવામાં આવે છે. 1 કપ યોગર્ટમાં 25 ગ્રામ પ્રોટીન અને 149 કેલરી હોય છે. સાથે જ ગ્રીક યોગર્ટ કેલ્શિયમ, વિટામિન બી12, ઝીંક, પોટેશિયમ અને ફૉસ્ફરસ જેવા ફાયદાકારક પોષકતત્વોથી ભરપૂર હોય છે.2) પપૈયું:- પપૈયાંને સવારે ખાલી પેટ ખાવું સારું ગણવામાં આવે છે. પપૈયું તમારા પેટને સાફ રાખવામા મદદ કરે છે. પપૈયું ખાતા સમયે અમુક વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. તેને ખાધા પછી ઓછામાં ઓછી એક કલાક સુધી બીજું કઈં ખાવું જોઈએ નહીં. પપૈયું ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડીસીઝનું જોખમ ઓછું કરી શકાય છે. 

3) ઓટમિલ:- ઓટમિલને ખૂબ સારું બ્રેકફાસ્ટ ગણવામાં આવે છે. ઓટ્સમાં એક યુનિક ફાઈબર જોવા મળે છે જેને, ગ્લુકન કહેવામા આવે છે. આ ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેનાથી તમે ઓવારઇટિંગથી બચી શકો છો. ઓટ્સ આયરન, વિટામિન બી, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઝીંક અને સેલેનિયમનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે.4) પનીર:- પનીર નાસ્તા માટે એક સારો એવો ઓપ્શન છે. એક કપ પનીરમાં 24 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. નાસ્તામાં પનીરનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. પનીરમાં કેલરીની માત્રા ખૂબ ઓછી જોવા મળે છે. એક કપ પનીરમાં 180 કેલરી જોવા મળે છે. આમ, સવારના નાસ્તા માટે પનીર પણ એક સારો અને હેલ્થી વિકલ્પ સાબિત થઈ શકે છે. 

5) ઘઉંના લોટથી બનેલ ટોસ્ટ:- જો તમે નાસ્તામાં કઇંક સિમ્પલ ખાવા માંગતા હોય તો ઘઉંના લોટ માંથી બનેલ ટોસ્ટ ખાઈ શકો છો. ઘઉંના લોટ માંથી બનેલ ટોસ્ટમાં ફાઈબરની માત્ર ખૂબ વધારે જોવા મળે છે. તે ખૂબ જ ધીરે ધીરે ડાઇઝેસ્ટ થાય છે અને બ્લડ શુગર લેવલને ઝડપથી વધતું અટકાવે છે. તમે ટોસ્ટ સાથે પનીર બટર, એવોકાડોનું સેવન કરી શકો છો. 6) ગ્રીન ટી:- સવારના સમયે ગ્રીન ટી નું સેવન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં રહેલ કેફિન તમને એલર્ટ કરે છે અને મૂડ પણ સરખો રાખે છે. એક કપ ગ્રીન ટી માં 35 થી 70 મિલિગ્રામ કેફિન જોવા મળે છે. ગ્રીન ટીનું સેવન કરવાથી મૂડતો સારો થાય જ છે સાથે સાથે એંગ્જાયટી પણ ઓછી થાય છે. આમ સવારના નાસ્તા માટે ગ્રીન ટી પણ બેસ્ટ ઓપ્શન છે. 

7) ચિયા સીડ્સ:- ચિયા સીડ્સ ખૂબ જ પૌષ્ટિક હોવાની સાથે સાથે ફાઈબરનો ખૂબ મોટો સ્ત્રોત છે. ચિયા સીડ્સનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને તમને ભૂખ ઓછી લાગે છે. તે આપણા બ્લડ શુગર લેવલને મેંટેન રાખવામા મદદ કરે છે. આમ સવારના નાસ્તામાં ચિયા સીડ્સ પણ લઈ શકાય છે જે પણ તમારા માટે હેલ્થી સાબિત થઈ શકે છે. 

આમ, ઉપર જણાવેલ ઓપ્શન તમારા માટે તેમજ હેલ્થી બ્રેકફાસ્ટ સાબિત થઈ શકે છે. તો જો તમે પણ કંફ્યૂઝ હોય કે સવારે ઊઠીને શું ખાવું જોઈએ. તો તમે ઉપર જણાવેલ ઓપ્શન માંથી તમારા પસંદનો કોઈ પણ વિકલ્પ લઈને તમારો બ્રેકફાસ્ટ હેલ્થી અને એંજોઈંગ બનાવી શકો છો. આમ સવારના હેલ્દી નાસ્તા માટે તમે ઉપર આપેલ વસ્તુઓની પસંદગી કરી શકો છો. આ સિવાય પણ તમારા સ્વાસ્થ્યને અનુકુળ કોઈ અન્ય નાસ્તો પણ કરી શકો છો. ટૂંકમાં તમારું પેટ સવારના નાસ્તામાં ભરેલું હોવું જોઈએ. તો જ તમ ઉર્જાવાન બની શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment