બિઝનેસની દુનિયામાં મુકેશ અંબાણી અને અદાણીનું નામ ખુબ જ માનથી લેવામાં આવે છે. બિઝનેસમાં એક નવો જ ઝંપ લાવનાર આ બંને હસ્તીઓ પોતાની સાથે દેશનું નામ પણ રોશન કરી રહ્યા છે. આજે અમે તમને આ લેખમાં મુકેશ અંબાણી અને અદાણીની વચ્ચેના અંતર વિશે વાત કરીશું. કહેવાય છે કે રેકિંગમાં બંને વચ્ચે ડબલનું અંતર છે.
દુનિયાના ટોપ અરબપતિઓની રેસમાં એક વાર ફરીથી ભારતીય ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી અમિર માણસ ગૌતમ અદાણીનો દબદબો વધતો જ રહ્યો છે. ટોપ-10 અમીરોની સૂચિમાં અદાણી ઉછળીને 5માં સ્થાન પર પહોંચી ગયા છે. આ સૂચિમાં મુકેશ અંબાણી હાલમાં 10માં નંબર પર છે. એટલે કે, બંને ભારતીય ઉદ્યોગપતિઓ વચ્ચે રેંકિંગમાં ડબલનું અંતર થઈ ગયું છે. ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં ઉછાળ રહેતા તેમની નેટ વર્થ પર પણ તેની મોટી અસર થઈ છે. દૌલતમાં થયેલા આ વધારાથી અદાણી એક વાર ફરીથી 100 અરબ ડોલરના ક્લબમાં સમાવિષ્ટ થઈ ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર્સ સૂચિ મુજબ, ખબર લખાય ત્યાં સુધીમાં અદાણીની નેટ વર્થ 102.2 અરબ ડોલર પર પહોંચી ગયી હતી.
ટોપ-10 અરબપતિઓમાં સમાવિષ્ટ બીજા ભારતીય ઉદ્યોગપતિ રીલાયન્સ સમૂહના ચેરમેન મુકેશ અંબાણી આ લીસ્ટમાં 10માં સ્થાન પર છે. ફોર્બ્સની રિયલ ટાઈમ સૂચિ પર નજર નાખીએ તો તેમની નેટ વર્થ 89.7 અરબ ડોલર હતી. આ હિસાબથી જોઈએ તો, અદાણીની સંપતિ અંબાણીની સરખામણીએ 12.5 અરબ ડોલર વધારે થઈ ગયી છે.દુનિયાના આરબપતિઓમાં હવે ગૌતમ અદાણીની આગળ એલન મસ્ક, બર્નાર્ડ અર્નાલ્ટ, જેફ બેજોસ અને બિલ ગેટ્સ છે. મસ્ક 221.4 અરબ ડોલરની નેટ વર્થ સાથે પહેલા સ્થાન પર પોતાનો કબ્જો જમાવેલ છે, જ્યારે જેફ બેજોસ બીજા નંબરથી ખસીને ત્રીજા નંબર પર આવી ગયા છે. તેમની સંપતિ 135.3 અરબ ડોલરે પહોંચી ગયી છે. અર્નાલ્ટની નેટ વર્થ 147.9 અરબ ડોલર થઈ ગયી છે.
અન્ય અરબપતિઓની વાત કરીએ તો, ચોથા સ્થાન પર બિલ ગેટ્સ 124.1 અરબ ડોલરની નેટ વર્થ સાથે પોતાનું અસ્તિત્વ જાળવી રાખેલ છે. તો, વોરેન બફે છઠ્ઠા સ્થાનેથી ખસીને સાતમા સ્થાને આવી ગયા છે. તેમની જગ્યાએ છઠ્ઠા સ્થાને 96.9 અરબ ડોલરની સંપતિ સાથે લેરી એલિસન આવી ગયા છે. બફેની નેટ વર્થ ઘટીને 96.3 અરબ ડોલર થઈ ગયી છે.બાકી અમીરોની સૂચિમાં સમાવિષ્ટ લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની સંપતિમાં પછડાટ જોવા મળ્યો છે. લેરી પેજ 94.1 અરબ ડોલરની નેટ વર્થ સાથે આઠમા સ્થાને છે, જ્યારે 90.5 અરબ ડોલરની સંપતિના માલિક સર્ગેઇ બ્રિન નવમા સ્થાન પર છે. આમ દુનિયાની ટોપ 10 સૂચિમાં મુકેશ અંબાણી અને અદાણી વચ્ચેનું અંતર ડબલ છે.
આમ આ બન્ને ઉદ્યોગપતિઓ પોતાના ક્ષેત્રમાં આગળ છે. તેમજ પોતાના બીઝનેસ દ્વારા દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. અરબપતિઓમાં અદાણી 5 ક્રમ પર છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી