5 વર્ષમાં આ મહિલા બની 8 બાળકોની માતા, કોઈએ પૂછ્યું તો કહ્યું કે, પતિ બહાર રહે છે એટલે…

આ દુનિયામાં બધા જ લોકો અલગ અલગ વિચારધારા ધરાવતા હોય છે. જેમાં અમુક લોકો એક બાળકથી પણ પરેશાન હોય છે, અમુક કપલ્સ વચ્ચે એકથી બે બાળકને લઈને પણ ઝગડા થતા હોય. પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક એવી માતા રહે છે, જેને બાળકોને જન્મ આપવા અને બાળકોની સારી રીતે પરવરીશ કરવી ખુબ જ ગમે છે. હાલ તે મહિલાની ઉંમર 27 વર્ષ છે અને તે 6 બાળકોની માતા છે. પરંતુ તમને આશ્વર્ય થશે કે, હજુ એ મહિલાના ગર્ભમાં જુડવા બાળકો પોષણ લઈ રહ્યા છે.

તે મહિલાએ પોતાની રોજની દિનચર્યાને સોશિયલ મીડિયામાં શેર કરી છે. તે મહિલા તેના બાળકો સાથે ખુબ જ ખુશ છે અને તેને આ કામમાં મજા પણ આવે છે. લોકડાઉનમાં તે પોતાના બાળકો સાથે ઘરમાં જ છે. તેણે લોકોની સામે પોતાની દિનચર્યા અને રૂટીન સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે. મિત્રો ખુબ જ આશ્વર્ય કરાવે તેવી વાત જણાવીએ તો આ મહિલા 5 વર્ષમાં 8 બાળકોની માતા બની. તો ચાલો જાણીએ કે આ મહિલા એવી તો કેવી રીતે આટલા બાળકોને જન્મ આપ્યો, એ પણ પાંચ વર્ષમાં.

આ મહિલા ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહે છે. તેની ઉંમર 27 વર્ષ છે અને તેનું નામ છે, કોલે ડંસ્ટનૈન. હાલના દિવસોમાં આ મહિલા ખુબ જ ચર્ચામાં છે. કેમ કે તેણે માત્રને માત્ર 5 વર્ષની અંદર 6 બાળકોને જન્મ આપી દીધો છે. અને હજુ તેના ગર્ભમાં બે જુડવા બાળકોનો ઉછેર થઈ રહ્યો છે. જે ખુબ જ આશ્વર્યજનક વાત છે. કોલે માત્ર 22 વર્ષની જ ઉંમરમાં પહેલી વાર માતા બની હતી. તે સમયે પણ કોલેએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તે બે વર્ષ બાદ ફરીવાર ગર્ભવતી બની, અને ત્યારે પણ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. તેમજ સૌથી હેરાની વાળી વાત કરીએ તો કોલેએ બંને વાર ત્રણ ત્રણ બાળકોની નોર્મલ ડિલીવરી કરી હતી. એટલે કે નેચરલી ડિલીવરી થઈ હતી.

પરંતુ કોલે હાલ પણ પ્રેગનેન્ટ છે, અને તેના ગર્ભમાં બે બાળકો છે અને બંને જુડવા છે. તેમજ કોલેએ તેના આખા દિવસના રૂટીનને લોકો સામે રાખ્યું છે. લોકડાઉન ન હતું ત્યારે બાળકો અમુક સમય સ્કુલમાં પસાર કરતા હતા. પરંતુ અત્યારે કોલે આખો દિવસ તેના બાળકોને ઘરમાં જ રાખે છે. કોલેનું કહેવું છે કે, હું બાળકોથી થોડી પણ પરેશાન નથી થતી. મને મજા આવે છે બાળકોનો ઉછેર કરવામાં.

કોલેનો પતિ આમ તો ઘરથી દુર રહે છે, પરંતુ હાલ લોકડાઉનમાં તે પોતાની પત્ની સાથે છે. કોલે સવારે બાળકોને પહેલા નાસ્તો કરાવે છે, ત્યાર બાદ બાળકો સાથે રમવા માટે સમય આપે છે. કોલે આવતા નવેમ્બર મહિનામાં બે જુડવા બાળકોને જન્મ આપશે ત્યાર બાદ તે 8 બાળકોની માત બની જશે. તેમજ કોલેએ તેની અને તેના બાળકોની એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. કોલે 6 બાળકોની માતા હોવા છતાં પણ પોતાના ઘર પરથી ઓનલાઈન રમકડાનો બિઝનેસ કરે છે. પરંતુ લોકડાઉન હોવાથી તે પોતાનો સંપૂર્ણ સમય તેના બાળકોને જ આપે છે.  કોલે એવું જણાવે છે કે, હજુ ઘણા બાળકો સાથે પોતાનો પરિવાર વધારવા ઈચ્છે છે. કોલેનું કહેવું છે કે, મારું ઘર અમે મને બાળકોથી ઘેરાયેલા રહેવું પસંદ છે. ખુબ જ સારું લાગે છે.

કોલે જણાવે છે કે, સાંજે સાડા 4 વાગે એટલે રાતની બધી જ તૈયારી થવા લાગે છે. અને 8 વાગે એટલે બધા જ બાળકો સુવા માટે પોતાના બેડરૂમ ચાલ્યા જાય છે. મિત્રો આજના સમયમાં મહિલાઓ અને પુરુષો માટે એક બાળકને સંભાળવું ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આ મહિલા તેના 6 બાળકો સાથે ખુબ જ ખુશ છે.

Leave a Comment