અંતિમ યાત્રા દેખાય તો આ 4 કાર્ય અવશ્ય કરો, 4 નંબરનું કામ ક્યારેય ના ભૂલવું જોઈએ.

મિત્રો આ પૃથ્વીનો એક નિયમ અટલ છે, જે જીવ જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. તેને લઈને એક એવી કહેવત પણ છે કે ‘જેનું નામ એનો નાશ.’ માટે દરેક જીવે અંતમાં આ દુનિયાને છોડીને જવું પડશે. તો આપણા હિંદુ ધર્મ અનુસાર બાળકના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર હોય છે. મૃત્યુ બાદ પણ સંસ્કાર કરવામાં આવે છે. તો જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે તેને ઘરથી સ્મશાન સુધી લઈ જવામાં આવે છે, જેને આપણે સ્મશાન યાત્રા અથવા અંતિમ યાત્રા કહીએ છીએ.

મિત્રો અંતિમ યાત્રાને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે. તો આજે અમે તમને આ લેખમાં ચાર એવા કામ વિશે જણાવશું. જ્યારે પણ અંતિમ યાત્રા જોવા મળે આ ચાર કામ અવશ્ય કરવા જોઈએ. જે લોકો અંતિમ યાત્રામાં હોય તેમણે અને જે લોકોને અંતિમ યાત્રા જોવા મળે તેમણે પણ આ કાર્ય કરવા જોઈએ. તો ચાલો જાણીએ કે ક્યાં છે એ ચાર કાર્યો.

પહેલું કામ : જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં શામિલ હોય, અથવા તેને કાંધ આપતો હોય, તો તેના પુણ્યમાં વધારો થાય છે. આ એક એવું પુણ્ય છે જેની અસરથી જુના પાપ નાશ પામે છે. આ માન્યતાના કારણે મોટાભાગના લોકો અંતિમ યાત્રામાં શામિલ થઈને કાંધ આપતા હોય છે. માટે તમે કોઈ પણ વ્યક્તિની અંતિમ યાત્રામાં જોડાઈ શકો અને શબને કાંધ આપી શકો. જે દરેક માટે પાપનાશક છે.

બીજું કામ : જો આપણે સમયના અભાવના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિની અંતિમ યાત્રામાં શામિલ ન થઇ શકીએ, તો જ્યારે શબ યાત્રા નીકળે ત્યારે આપણે રસ્તામાં જતા હોઈએ તો થોડી વાર થંભી જવું જોઈએ. પહેલા અંતિમ યાત્રાને જવા દેવી જોઈએ. ઉભા રહીને ભગવાનને પ્રાથના કરવી જોઈએ કે મૃતકના આત્માને શાંતિ મળે.

ત્રીજું કામ : જ્યારે કોઈની અંતિમ યાત્રા જોવા મળે તો, રામ નામનો જાપ કરવો જોઈએ. શ્રી રામચરિતમાનસ અનુસાર રામ નામના જાપથી ભગવાન શિવજી ખુબ જ પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ બાદ આત્મા પરમાત્મા એટલે કે શિવજીમાં વિલીન થઇ જાય છે. એટલા માટે અંતિમ યાત્રાને જોઇને રામ નામનું જાપ કરવું જોઈએ. તેનાથી ભગવાન શિવજીની કૃપા મળે છે. ચોથું કામ : જ્યારે પણ અંતિમ યાત્રા જોવા મળે ત્યારે પહેલા મૌન થઇ જવું જોઈએ. જો આપણે કાર અથવા બાઈક પર હોયએ તો હોર્ન પણ ન મારવો જોઈએ. આવું કરવામાં આવે તો મૃતકનો આદર અને સમ્માનની ભાવના આપણામાં પ્રકટ થાય છે. તે એક પ્રકારની શ્રદ્ધાંજલિ પણ માનવામાં આવે છે.

Leave a Comment