ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેની શિષ્ય જસલીનના સબંધો બાબતે જલોટા બોલી ગયા આવું સત્ય.

મિત્રો ઘણા બોલીવુડના સિતારા ચર્ચામાં આવી જાય છે, કોઈને કોઈ એવી ખબરોને લઈને ચર્ચામાં આવે અને તરત જ સોશિયલ મીડિયામાં છવાય જતા હોય છે. તો હાલમાં જ ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેની શિષ્યા જે હજુ યંગ છે જે ચર્ચામાં આવ્યા છે. એવી ખબર સામે આવી હતી કે બંનેના લગ્ન થઇ ગયા છે. જે ખબરને આ બંને સેલેબ્સનું શું કહેવું છે તેના વિશે આ લેખમાં જણાવવામાં આવ્યું છે.

મિત્રો બિગબોસ 12 માં ફેમ રહેલી જસલીન મથારુએ માંગમાં સિંદુર અને ચૂડીઓ પહેરીને પોતાની એક તસ્વીર શેર કરી હતી. ત્યાર બાદ જસલીનના લગ્નને લઈને ઘણા સવાલો થવા લાગ્યા હતા. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, જસલીને ભજન સમ્રાટ અનુપ જલોટાની સાથે લગ્ન કરી લીધા છે. લોકોના દાવા પર અનુપ જલોટાનું રિએકશન સામે આવ્યું છે. અનુપ જલોટાએ જસલીન સાથે લગ્નની ખબરોને સ્પષ્ટ નકારી દીધી છે અને ખોટી જણાવી છે. સાથે અનુપ જલોટાએ કહ્યું કે, ખુદ જસલીન માટે પરફેક્ટ મેચ શોધી રહ્યા છે, અને તે ખુદ જ કન્યાદાન કરશે.

બોલીવુડ હંગામાની સાથે વાતચીત કરતા અનુપ જલોટાએ જણાવ્યું કે, બીજી વાર નહિ. જસલીન સાથે મારા લગ્ન થવા એ મારા માટે એક ખબર છે. હું અને જસલીનના પિતા તેના માટે પરફેક્ટ મેચ શોધી રહ્યા છીએ. મેં તેને એક પંજાબી છોકરા વિશે પણ જણાવ્યું છે, જે કેનેડામાં રહે છે. અનુપ જલોટાએ આગળ જણાવ્યું કે, પરંતુ હજુ સુધી કંઈ પણ નક્કી નથી થયું. મેં બિગબોસમાંથી બહાર આવીને જણાવી દીધું હતું કે હું જસલીનનું કન્યાદાન કરીશ. તે મારી શિષ્યા છે અને મારી દીકરી સમાન છે.

તમને જણાવી દઈએ કે, બિગબોસ 12 માં જસલીન મથારુએ અનુપ જલોટા સાથે જોડીમાં એન્ટ્રી લીધી હતી. ત્યારે જસલીને અનુપ જલોટા સાથે રીલેશનશિપમાં છે તેવી વાત કહી હતી. જો કે શો માંથી બહાર આવ્યા બાદ આ બધો એક પબ્લિસિટી સ્ટંટ સાબિત થયો હતો.

આ પહેલા સ્પોટબોય સાથે વાત કરતા જસલીને જણાવ્યું હતું કે, મારા લગ્ન નથી થયા, જે દિવસે હું લગ્ન કરીશ આખી દુનિયાને જાણ થઇ જશે. આ તો મેં મારા અપકમિંગ પ્રોજેક્ટ માટે મેકઅપ કર્યો હતો. જસલીને કહ્યું હતું કે, હજુ હું લગ્ન કરવાના મૂડમાં નથી, વાત માત્ર એટલી જ છે કે, આજ સુધી મને યોગ્ય વ્યક્તિ નથી મળ્યો. મારા દિલની ઘંટી હજુ સુધી નથી વાગી.

જસલીને પાર્ટનરની ખૂબીઓ જણાવતા કહ્યું હતું કે, હું એવો વ્યક્તિ નથી શોધતી, જેની પાસે ખુબ જ પૈસા હોય અથવા તો પ્રિન્સ ચાર્મિંગ હોય. મારે એવો વ્યક્તિ જોઈએ છે જે મારા સુખ અને દુઃખમાં સાથે હોય. જસલીને આગળ જણાવ્યું કે, મને જ્યારે ફિલ થશે કે આ શખ્સ મારા બાળકોનો ખ્યાલ રાખવા લાયક છે. હું એજ માણસની સાથે લગ્ન કરીશ. કેમ કે હું મારા બાળકોનું બહેતર ભવિષ્ય જોઈ શકું.

Leave a Comment