મિત્રો હાલ એક તુફાન એટલે કે વાવાઝોડાનો ખતરો આવી રહ્યો છે. આ વાવાઝોડાનું નામ “ઈમ્ફાન” છે. આ નામ થાઇલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. એવું જાણવામાં આવી રહ્યું છે કે, 2014 માં આવેલ “હુદહુદ” વાવાઝોડા કરતા ઈમ્ફાન વધારે ભયાનક અને વધારે નાશક હોય શકે. કેમ કે 2014 જ્યારે હુદહુદ આવ્યું ત્યારે બંગાળ અને ઓડિસા જેવા તટીય રાજ્યોમાં અને ઉત્તર પ્રદેશ સહીત ઘણા મેદાની રાજ્યોમાં પણ ખુબ જ નુકશાન પહોંચાડ્યું હતું.
એવું જાણવામાં આવી રહ્યું છે કે 19-20 તારીખના પશ્વિમ બંગાળના દીધા અને બાંગ્લાદેશના હટિયા દ્વિપના કિનારની સાથે ટકરાશે. એવી આશંકા છે કે, તેની અસર ગુરુવાર સુધી રહે. માલસામાન અને જીવોને નુકશાન ન થાય અને બધું સુરક્ષિત રહે માટે 53 NDRF ની ટીમોના એલર્ટ કરી દીધું છે. હાલ કિનારા પરના ગામોને ખાલી કરવાનો આદેશ છે. લોકોને સમુદ્ર કિનારા તરફ ન જવા માટે સલાહ આપવામાં આવી રહી છે. તેમજ રેલ્વે અને બસ સેવાઓના રૂટ પણ બદલી નાખવામાં આવ્યા છે.
હાલાત જોતા એવો અંદાઝ છે કે આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિસાના કિનારા વિસ્તારોને પ્રભાવિત કરે. વાતાવરણનો દબાવ જોતા ઓડિસા, પશ્વિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં 21 મેં ના રોજ ભારે વરસાદ અને તેજ પવન સાથે વાવાઝોડું આવી શકે.
NDRF ના મહાનિદેશક એસ. એન. પ્રધાને જણાવ્યું છે કે, આ વાવાઝોડાને નજરઅંદાઝ ન કરી શકાય. કેમ કે આવું બીજી વાર થયું છે, જ્યારે બંગાળની ખાડીમાં આવેલા પ્રચંડ ચક્રવાતીય વાવાઝોડાનો સામનો થઇ રહ્યો છે. તેમાં કાચા મકાન, મકાનોની કાચી છત, નાળીયેરી, ટેલીફોન અને વીજળીના થાંભલા જેવી વસ્તુઓને નુકશાન પહોંચે તેવી સંભાવના છે. જ્યારે 1999 માં સુપર સાઈક્લોન નામનું વાવાઝોડું આવ્યું ત્યારે 9 હજાર કરતા ઓન વધારે લોકોના જીવ ગયા હતા.
ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગના મહાનિદેશક એમ. મહાપાત્રએ જણાવ્યું કે, 1999 માં ઓડિસાના કિનારે આવેલા પ્રચંડ ચક્રવાતીય વાવાઝોડા બાદ ઈમ્ફાન એવું બીજું વાવાઝોડું છે. તેમણે જણાવ્યું કે, એવું અનુમાન છે કે ઈમ્ફાન કિનારા સાથે ટકરાયા બાદ 195 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી શકે. જ્યાં વધારે વસ્તી છે ત્યાં આ વાવાઝોડું વધારે પ્રભાવિત કરે છે.
એરફોર્સના સી-131 વિમાનોને પણ તૈયાર કરવામાં આવ્યા છે. જો જરૂરિયાત ઉભી થાય તો આર્મીની મદદ પણ લેવામાં આવશે. હાલ NDRF ની ટીમો દેશમાં હાઈ એલર્ટ છે. ઈમ્ફાનને લઈને બાંગ્લાદેશ સરકાર દ્વારા ત્યાંના 20 લાખ લોકોનું સ્થળાંતર કરવા કહ્યું હતું અને લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવા માટે આદેશ આપ્યો હતો. ત્યાં 19 જિલ્લાના અધિકારીઓને લોકોના જીવ બચાવવા માટે બધી જ જરૂરી તૈયારી કરવા માટે જણાવ્યું છે.
ઉમ્ફાન વાવાઝોડું પશ્વિમ બંગાળના પૂર્વમાં મિદનાપુર, દક્ષિણી અને 24 ઉત્તરી પરગના, હાવડામાં ભારે નુકશાન થાય તેવી શક્યતા છે. આ સિવાય ઓડિસાના મયુરભંજ, બાલાસોર, ભદ્રક જેવા જિલ્લાઓમાં તોફાન નુકશાન કરી શકે.