ગુજરાતીઓ થઇ જાવ તૈયાર, IMD એ હીટ વેવને લઈને આપ્યું હાઈ એલર્ટ… શરુ મહિનાથી જ પડશે આવી ભયંકર ગરમી….

રાષ્ટ્રીય રાજધાની સહિત અનેક રાજ્યોના તાપમાન ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં અત્યારથી જ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની પાસે પહોંચી ગયું છે. એવામાં ફેબ્રુઆરીમાં જ ગરમીના તપારા નો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે આગલા બે દિવસો સુધી ગુજરાતમાં કોંકણ અને કચ્છ ક્ષેત્રમાં હિટવેવ જોવા મળશે.

આગલા બે દિવસ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હીટવેવ ની ચેતવણી આપવામાં આવી છે. પાછલા 11 વર્ષના તાપમાનના આંકડા ને જોવા જઈએ તો 2015માં ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી તાપમાન હતું.જણાવીએ કે પાછલી 16 જાન્યુઆરીએ ગુજરાતના ભુજ અને કચ્છ જિલ્લામાં 71 વર્ષનો રેકોર્ડ ટુટ્યો હતો. તેમજ હિમાચલ પ્રદેશની રાજધાની સીમલામાં 2015 બાદ ફેબ્રુઆરીમાં ગયા શનિવારે ન્યુનત્તમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઉત્તર અને મધ્ય ભારતમાં આગલા કેટલાક દિવસોમાં ન્યૂનતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. વળી આ સંકેતો જણાવે છે કે ગરમીનો રેકોર્ડ તૂટવાની રાહ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં અસામાન્ય ગરમી રહેશે.મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં તાપમાન સામાન્ય કરતા 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. હિટવેવ દેશમાં આ વર્ષે રેકોર્ડ તોડી શકે છે. હવામાનશાસ્ત્રીઓ આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે ફેબ્રુઆરીમાં જ ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. તેમજ રાજસ્થાનના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી ને પાર ચાલી રહ્યું છે. એવું અનુમાન છે કે સમગ્ર એશિયામાં સૌથી પહેલા ભારતમાં સૌથી વધુ ગરમી પડી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment