આપણાં હિંદુ શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વિશે અનેક વાતો કહેવામાં આવી છે. તેમા પણ ખાસ કરીને એક વિશેષ વાત ગર્ભવતી મહિલાને લઈને કરવામાં આવી છે. જેમાં ગર્ભવતી મહિલાઓ માટે અનેક સાવચેતીની વાતો કહી છે. જો તમારા પરિવારમાં પણ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, તો તેમણે આ વાતો જરૂરથી જાણવી જોઈએ. કેમ કે ગ્રહણ સમયે એક ગર્ભવતી મહિલા શું કરવું તે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. તો તેના વિશે જાણવા માટે વાંચો આ લેખ.
સામાન્ય રીતે બધા જ લોકો જાણતા હોય છે કે ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે, જ્યારે સૂર્યગ્રહણ આમસના દિવસે થાય છે. પરંતુ આ બંને ગ્રહણનો સમય ખુબ જ કઠિન હોય છે. કારણ તેની પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ રહેલી છે. હિંદુ ધર્મ અનુસાર માન્યતા છે કે, ગ્રહણ દરમિયાન જો કોઈપણ ગર્ભવતી મહિલા કેટલીક સાવચેતી ન રાખે, તો અનિષ્ટ થઈ શકે છે. કહેવાય છે કે આ ગ્રહણના સમયે અનેક નુકસાનકારક કિરણો વાતાવરણમાં ફેલાતા હોય છે. આથી આવા પ્રદૂષિત કિરણો ગર્ભ પર અસર કરે છે. ગર્ભમાં રહેલ શિશુને તેની અસર થાય છે. શિશુને શું અસર થાય છે, તેની પાછળ ઘણા ધાર્મિક કારણોની સાથે ઘણા વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. પરંતુ અમે તમને જણાવીશું ઘણા એવા ઉપાયો જે ગ્રહણની અસરને ઓછી કરે છે.
સૌથી પહેલા ગ્રહણ સમયે નીકળવું નહિ: આ ગ્રહણ સમયે ખાસ કરીને ગર્ભવતી મહિલાએ બહાર નીકળવું નહીં. પણ જો ગર્ભવતી મહિલા ગ્રહણ સમયે બહાર નીકળે તો ગ્રહણની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. જો ગર્ભમાં રહેલા બાળક પર ગ્રહણ સમયે તેના કિરણો પડે તો બાળકને શારીરિક અને માનસિક અસર થાય છે. આથી જન્મ સમયે બાળકના શરીર પર લાલ ચિહ્ન જોવા મળી શકે. આ સિવાય બાળકના શરીર પર ડાઘ પડી જવાની શક્યતા રહે છે.
અણીદાર વસ્તુનો ઉપયોગ કરવો નહિ: એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન જો ગર્ભવતી સ્ત્રી અણીવાળી વસ્તુનો ઉપયોગ કરે તો અનિષ્ટ થાય છે. આવી અણીવાળી વસ્તુઓમાં જેવી કે છરી, કાતર, સોઈ વગેરેનો શાસ્ત્રોમાં ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાના ઉપયોગ કરવા પર મનાઈ કરવામાં આવી છે. ગર્ભવતી સ્ત્રી જ નહીં, પરંતુ તેના પતિએ પણ ગ્રહણ સમયે અણીવાળી વસ્તુનો ઉપયોગ કરવો નહીં. જો આમ કરવામાં ન આવે તો બાળકનાં શરીરને નુકસાન થાય છે. ગ્રહણ સમયે બનાવેલ ભોજન ખાવું નહિ: કહેવામા આવે છે કે ગ્રહણ સમયે બનાવેલ ભોજન ગર્ભવતી સ્ત્રીએ ખાવું નહીં. કારણ કે, ગ્રહણ સમયે છૂટા પડેલા કિરણો ભોજન પર પડે છે. જે હાનિકારક હોય છે. પણ જો ગ્રહણ સમયે ભોજન બનાવેલ હોય તો તેમાં તુલસીના પાન નાખી દેવા. આમ કરવાથી ભોજન દૂષિત થતું નથી અને ગ્રહણ પૂરું થઈ ગયા પછી પાન કાઢી લો.
ગ્રહણ પૂરું થઈ ગયા પછી સ્નાન કરી લેવું: એવું પણ માનવામાં આવે છે જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય ત્યારે ગર્ભવતી મહિલાએ સ્નાન કરી લેવું જોઈએ. કારણ કે, સ્નાન કરી લેવાથી ગર્ભમાં રહેલ બાળકને ત્વચા સંબંધી રોગ થતાં નથી. આ ઉપરાંત ગ્રહણનાં પ્રભાવથી દૂર રહેવા માટે ગર્ભવતી સ્ત્રીએ મોઢામાં તુલસીનું પાન રાખવું અને હનુમાન ચાલીસા અને દુર્ગા સ્તુતિનો પાઠ કરવો જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google