મિત્રો હિંદુ ધર્મમાં અનેકો શાસ્ત્ર છે. દરેક કલા અને વિષય અનુસાર તેનું વર્ણન આપણા અલગ અલગ શાસ્ત્રોમાં જોવા મળે છે. પરંતુ ભારતમાં આધ્યાત્મની દ્રષ્ટિએ જોવામાં આવે છે માટે લોકો જ્યોતિષ શાસ્ત્રને પણ ઘણું મહત્વ આપે છે. પોતાની શ્રદ્ધા અનુસાર લોકો જ્યોતિષ શાસ્ત્ર રસ ધરવતા હોય છે. જેમાં અલગ અલગ માન્યતા અને મહત્વ જણાવવામાં આવ્યા હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખાસ વસ્તુ વિશેની માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જેનો લાભ સામાન્ય રીતે બધા લોકો લઇ શકે છે. તો ચાલો જાણીએ શું છે એ વસ્તુ અને શું જણાવે છે તેના વિશે જ્યોતિષ શાસ્ત્ર.
દરેક રાશિના જાતક અનુસાર અલગ અલગ ધાતુનો ઉપયોગ લાભ કરવતો હોય છે. જેમાં અમે બધી રાશિઓ અનુસાર કંઈ ધાતુ ઉપયોગી બને છે તેના વિશે જણાવશું. રાશિ અનુસાર જો ધાતુઓનો ઉપયોગ અથવા ધાતુને ગ્રહણ કરવામાં આવે તો એ આપણા માટે શુભકારી રહે છે. જે આપણા ભાગ્યના દરવાજા ખોલી શકે છે. જેમાં નવ ગ્રહો અનુસાર અલગ અલગ ધાતુ હોય છે અને દરેક રાશિ પ્રમાણે તેનો અલગ અલગ પ્રભાવ પડે છે. તો જાણો તમારી રાશિ અનુસાર તમારે કંઈ ધાતુ ફાયદાકારક છે. મિત્રો બધી જ ધાતુઓમાં સૌથી પહેલા છે સોનું. સોનું એ મુખ્યત્વે સિંહ, વૃશ્વિક, ધનુ અને મીન રાશિના લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ રાશિના જાતકોએ સોનાની કોઈ વસ્તુને ધારણ કરવી જોઈએ અથવા સાથે રાખવી જોઈએ. સોનાનો કારક ગુરુ ગ્રહ હોય છે. માટે રોજ આ રાશિના જાતકો સોનું પહેરે તો ઘણા લાભ થાય છે.
ચાંદી. આ ધાતુને શીતળ માનવામાં આવે છે. માટે આ ધાતુના સ્વામી ચંદ્ર છે. આ ધાતુ ખાસ કરીને વૃષભ, કર્ક અને તુલા રાશિના લોકો માટે ઉપયોગી માનવમાં આવે છે. માટે આ લોકોએ જો કોઈ ધાતુને શરીર પર ધારણ કરવી હોય તો હંમેશા ચાંદીને પસંદ કરવું જોઈએ. જેનાથી આ જાતકોને ખુબ જ માનસિક અને આર્થિક લાભ થાય છે.
ત્યાર બાદ આવે છે તાંબુ. મિત્રો તાંબુ મેષ, વૃશ્વિક, સિંહ રાશિના જાતકો માટે ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ મિત્રો તાંબુ ધાતુના સ્વામી તરીકે સૂર્ય દેવ છે માટે જો આ રાશિના લોકો આ ધાતુને રોજ ઉપયોગમાં લે તો તેના જીવનમાં પ્રગતિ અવશ્ય થાય છે. માટે આ રાશિના જાતકોએ પોતાના જીવનમાં આ ધાતુંનો ઉપયોગ રોજ કરવો જોઈએ. પછીની ધાતુ છે પિત્તળ. પિત્તળની ધાતુ મેષ, સિંહ, ધનુ, વૃશ્વિક અને મીન રાશિના જાતકો માટે ઉત્તમ છે. પિત્તળ ધાતુનો સ્વામી ગુરુ છે. જે આ રાશિના જાતકોને ખુબ જ પ્રગતિ કરાવે છે. પરંતુ આ રાશિના જાતકોએ પિત્તળની ધાતુનો ઉપયોગ રોજ અવશ્ય કરવો જોઈએ.
કાંસુ. મિત્રો કાંસુ એક પશ્વિમી ધાતુ છે. જેનો સંબંધ સીધો બુધ ગ્રહ સાથે છે. આ ધાતુથી ખાસ તો કન્યા રાશિના જાતકો અને મિથુન રાશિના જાતકો માટે લાભકારી છે. આ ધાતુ બંને રાશિના જાતકોને ઉન્નતી અપાવે છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
સૌથી છેલ્લે છે લોખંડની ધાતુ. કુંભ રાશિના જાતકો માટે લોખંડની ધાતુ ખુબ જ મહત્વની માનવામાં આવે છે. આ રાશિના જાતકો માટે આ ધાતુ ખુબ જ ઉપયોગી છે. કેમ કે આ રાશિના જાતકોએ જો જીવનમાં આગળ વધવું હોય તો લોખંડની બનેલી વીંટી હાથની મધ્ય આંગળીમાં ધારણ કરવી જોઈએ. પરંતુ લોખ્નાદની ધાતુ શનિદેવને પણ ખુબ જ પ્રિય છે. માટે આ રાશિના જાતકો પર શનિદેવ પણ ખુબ જ પ્રસન્ન થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google