પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

આપણાં દેશના અનેક મહાત્માઓએ વારંવાર મજબૂત મનોબળ પર ભાર મૂક્યો છે. જેમાં સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ભગવાન બુદ્ધ વગેરે ઘણા મહાન લોકો થઇ ગયા. જેમણે હંમેશા સંકલ્પ પર વધુ ભાર આપ્યો છે. તેમણે કહ્યું છે કે જો તમારી સંકલ્પ શક્તિ મજબૂત હશે તો સફળતા પણ સામેથી આવશે. પણ જો તે કમજોર હશે, તો નિષ્ફળતા જ હાથ આવશે. ભગવાન બુદ્ધે કહ્યું કે, લોખંડથી મજબુત અગ્નિ છે, જ્યારે અગ્નિથી વધુ શક્તિશાળી પાણી છે.

કહેવાય છે કે ચટ્ટાન એટલે કે પર્વત વધુ મજબુત હોય છે, ત્યારે તેનાથી વધુ મજબૂત કોણ હોય શકે ? એવા સવાલનો જવાબ કદાચ માનવીનો સંકલ્પ છે. જીવનમાં જો સંકલ્પ હોય તો જ માણસ ઊંચાઈ પર જશે, જો જીવનમાં કોઈ સંકલ્પ ન હોય તો માણસ ક્યારેય પણ જીવનમાં સફળતા ન મેળવી શકે. તો આજે અમે તમને તમારા મજબુત સંકલ્પ શક્તિ વિશે જણાવશું. જે દરેક વ્યક્તિના જીવનમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખને અંત સુધી વાંચો. ભગવાન બુદ્ધ સાથે અનેક પ્રેરણાત્મક પ્રસંગો જોડાયેલા છે અને આ પ્રસંગો અનેક રૂપે આપણાં જીવનને સાચો માર્ગ જણાવે છે. જો એક વખત આ પ્રસંગોને જીવનમાં ગ્રહણ કરવામાં આવે તો આપણું જીવન સફળ બની શકે છે. આ પ્રસંગોની સાચી સમજ જીવનને ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે. તો ચાલો જાણીએ  ભગવાન બુદ્ધના જીવનનો એક એવો પ્રસંગ જે દરેક વ્યક્તિને મજબુત સંકલ્પ લેવાની શક્તિ આપે છે.

ભગવાન ગૌતમ બુદ્ધ એક સમયે પોતાના શિષ્યો સાથે એક ખુબ પર્વતવાળા વિસ્તારમાંથી નીકળી રહ્યા હતા. આવા પહાડી વિસ્તારમાંથી નીકળતા સમયે એક શિષ્યના મનમાં પ્રશ્ન થયો અને તેણે ભગવાન બુદ્ધને સવાલ કર્યો કે, ‘આ મજબુત શિલાઓ કરતાં પણ કોઈ વધુ શક્તિશાળી છે?

ત્યારે બુદ્ધે જવાબ આપતાં કહ્યું કે, “આ શિલાઓથી પણ વધુ લોખંડ શક્તિશાળી છે. જ્યારે લોખંડનાં પ્રહારથી મોટી-મોટી ચટ્ટાન પણ તૂટી શકે છે.” ત્યારે શિષ્યે કહ્યું કે, ‘તો લોખંડ વધુ શક્તિશાળી છે. ?’

શિષ્યના આમ કહેવાથી ભગવાન બુદ્ધએ ફરી કહ્યું કે, “ના, લોખંડ શક્તિશાળી નથી. પરંતુ તેનાથી વધુ શક્તિશાળી અગ્નિ છે. કારણ કે અગ્નિ લોખંડને ઓગાળી નાખે છે.” તો ફરી શિષ્યએ કહ્યું કે, ‘તો તેનો અર્થ એ કે અગ્નિ સૌથી વધુ શક્તિશાળી છે ?’ત્યારે ભગવાન બુદ્ધ હસ્યાં અને પછી જવાબ આપ્યો કે, “ના, અગ્નિ શક્તિશાળી નથી. પરંતુ જળ એટલે કે પાણી શક્તિશાળી છે. કારણ કે પાણી અગ્નિને ઠંડી કરી નાખે છે.” આમ કહેવાથી શિષ્ય વિચારમાં પડી ગયો. ત્યારે શિષ્યની જિજ્ઞાસા શાંત કરવા માટે બુદ્ધે ફરી કહ્યું કે, ‘પાણી પણ શક્તિશાળી નથી, કારણ કે પાણીની દિશા વાયુ બદલી નાખે છે, પણ તેનો અર્થ એ નથી કે વાયુ શક્તિશાળી છે.’

ભગવાન બુદ્ધે એ સમયે કહ્યું કે, સંસારમાં સૌથી વધુ શક્તિશાળી માત્ર માનવની સંકલ્પ શક્તિ છે. કારણ કે આપણી સંકલ્પ શક્તિથી જ ધરતી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ કાબૂમાં રહે છે. આ સંકલ્પ શક્તિથી જ આપણી અંદર કઠણાઈ, ઉષ્ણતા, શીતળતા કાબૂમાં રહે છે. એટલા માટે સંકલ્પ શક્તિથી જ સૌથી વધુ શક્તિશાળી છે. તેનાથી વધારે કોઈ પણ વસ્તુ આ દુનિયામાં શક્તિશાળી નથી. આમ એક નાના પ્રસંગથી ભગવાન બુદ્ધે આપણને જીવનમાં સંકલ્પ શક્તિનું મહત્વ સમજાવ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે”

Leave a Comment